________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૧ ૨૩
(૪) જગતનું મિથ્યાત્વ બ્રહ્મના સત્યત્વને લઈને જ અર્થવાળું બને છે. વેદાંતના
અનુભવનું મૂળ સદાચાર છે. નિરીશ્વરવાદીઓના કેવલાદ્વૈત પરના આક્ષેપોના આનંદશંકરે આપેલા ઉત્તરોઃ
સામાન્ય જનસમાજની કેવલાદ્વૈત સામેની શંકાઓનું નિરાકરણ કરવા ઉપરાંત નિરીશ્વરવાદીઓ તથા સેશ્વરવાદીઓએ કેવલાદ્વૈત સિદ્ધાંત સામે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કરેલા છે. તેનું તાર્કિક રીતે સમાધાન કરવાનો પ્રયત્ન આનંદશંકર કરે છે.
જગતના સંયોગ વિભાગાદિ જડધર્મનો ખુલાસો જેમ જડશાસ્ત્ર કરે છે તેવી જ રીતે આ વિશ્વ પર ચૈતન્યની જે સલક વ્યાપી રહી છે અને અંતરમાં વિરાજતા પરમાત્માનો ખુલાસો બ્રહ્મવિદ્યા કરે છે. આ સંદર્ભમાં નિરીશ્વરવાદીઓના આક્ષેપની સામે આનંદશંકર બ્રહ્મવિદ્યાના પક્ષમાં પોતાનો મત વ્યક્ત કરે છે. (૧) નિરીશ્વરવાદીઓના મતે ઈશ્વર કે પરમ તત્ત્વનો ખુલાસો શોધવો એ વ્યર્થ પ્રયત્ન છે.
નિરીશ્વરવાદી જડશાસ્ત્રનો આશ્રય લઈને વિશ્વની આકૃતિનો એટલે કે એના સંયોગ વિભાગ વગેરે જડધર્મનો ખુલાસો કરે છે પણ ચૈતન્યનો સ્વીકાર કરતા નથી. કેમ કે નિરીશ્વરવાદીઓનો એવો આક્ષેપ છે કે ચૈતન્યનો ખુલાસો શોધવા જવું એ વ્યર્થ પ્રયત્ન છે.
આનો ઉત્તર આપતાં આનંદશંકર કહે છે કે, “જો બ્રહ્મવિદ્યા અશક્ય છે, તો ભૌતિકશાસ્ત્રો પણ એટલાં જ અશક્ય છે. આ રીતે જો શાસ્ત્રમાત્રને અશક્ય ઠરાવવામાં આવે તો એનો અર્થ એટલો જ છે કે વિના કારણે બુદ્ધિરૂપી દીવાને જ હોલવી નાખી સર્વત્ર અંધારું છે. કોઈ પણ પદાર્થ છે જ નહિ એમ કહેવું ! આવો કોઈ પણ પ્રયત્ન બુદ્ધિને માટે આત્મઘાતી છે.” (ધર્મવિચાર-૧ પૃ.૨૨૫) (૨) નિરીશ્વરવાદીઓનો બીજો આક્ષેપ કાર્યકારણ ક્ષેત્રને લગતો છે. તેઓ કહે છે કે, જગતના જે તે પદાર્થનો ખુલાસો કાર્યકારણ ભાવથી થઈ શકે છે. પણ સમસ્ત જગતની પૂર્વેના આદિકારણ રૂપ ઈશ્વર કે પરમતત્ત્વને માનવું એ અનવસ્થા દોષ ઉપજાવે છે. વળી કાર્યકારણભાવ જગતમાં જ અનુભવાય છે માટે જગતમાં એ પુરાઈ રહેવો જોઈએ, જગતથી પર જગતનું કોઈ કારણ હોઈ શકે નહીં એમ નિરીશ્વરવાદીઓ માને છે.
આ દલીલના સત્યને આનંદશંકર સ્વીકારે છે. શાંકરવેદાંત ઈશ્વર કે પરમતત્ત્વને અધિષ્ઠાન-કારણરૂપ માને છે. આથી આનંદશંકરના મતે “બ્રહ્મ એ કાર્યકારણરૂપી સાંકળનો પહેલો અંકોડો નથી પણ એ સાંકળને અસ્તિત્વ આપનારું, એના ઉપાદાનરૂપે રહેલું છે.” (ધર્મવિચાર-૧, પૃ.૨૨૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org