________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ ઃ દર્શન અને ચિંતન
અધ્યાત્મ અર્થવાળું બનાવી શકાય છે. જે સ્થિતિ દ્વારા આ શકય બને તે નિÂમુખ્ય' અવસ્થા. “આવી અવસ્થા ત્રણ ગુણના માત્ર અભાવરૂપી અવસ્થા નહિ; પણ ત્રણ ગુણથી પર અને ત્રણે ગુણને પોતાના ઉદરમાં સંગ્રહી લેનાર એવી અવસ્થા, વિધિ નિષેધથી વિરુદ્ધ આચારની અવસ્થા નહીં, પણ વિધિ-નિષેધના પ્રકૃતિ ભેદને પોતાની અલૌકિક એકતામાં, એના અંધકારને પોતાના પ્રકાશમાં, એની જડતાને પોતાના ચૈતન્યમાં લય કરી લેનારી અવસ્થા. ...જડ ને સ્વરૂપાંતર પમાડનાર ચિત્તરૂપ પદાર્થ તે જડનો પ્રકાશક સાક્ષી છે, જડનો એક ભાગ નથી.” આ અદ્વૈત સિદ્ધાંતનો મૂળ આધાર છે.- સર્વ કર્મોને પરમાત્મારૂપી મહાન પ્રકાશથી રસાયેલા રાખવા એ નિસ્ત્રગુણ્યની અવસ્થા છે. તેના આધારે આપણી નીતિને, નીતિના તત્ત્વજ્ઞાનને રચવા માટેનો સબળ આધાર મળે છે.
૧૨૨
(૪) નીતિને ધર્મની ભૂમિકાએ ચઢતાં એને મળતું અલૌકિક સ્વ-રૂપાંતર.
નૈતિકતાને કેવળ નૈતિકતાના આદેશ રૂપે અંગીકાર કરતો મનુષ્ય વાસ્તવમાં નીતિના સાચા આધારને પામતો નથી. ધર્મના પાયા પર નીતિની રચના થવી જોઈએ. આ સંદર્ભમાં આનંદશંકર નોંધે છે કે “નીતિ ધર્મરૂપે ઉન્નત સ્વ-રૂપાંતર પામી એમાં લીન થાય છે અને એ વિના નીતિ માત્ર શુષ્ક તથા નિર્માલ્ય જ રહે છે.” (ધર્મવિચાર -૧, પૃ.૩૧૩)
ઉપરોક્ત ચાર દલીલો દ્વારા સ્થાપિત થાય છે કે “નિÂપુછ્યું પથિ વિચરતાં જો વિધિ જો નિષેધ:'' :- એ વાક્યનું રહસ્ય નીતિ વિરુદ્ધનું તાત્પર્ય ધરાવતું નથી. આ સંદર્ભમાં આનંદશંકર ‘જીવનમુક્તિવિવેક’નો શ્લોક ટાંકે છે
-
Jain Education International
“आर्यता ह्यद्यता मैत्री सौम्यता मुक्तता ज्ञता । समाश्रयन्ति तं नित्यमन्तःपुरमिवाङ्गनाः । पेशलाचारमधुरं सर्वे वाच्छन्ति तं जनाः । वेणुं मधुरनिध्वानं वने वनमृगा इव ॥ "
“આર્યતા, હૃદ્યતા, મૈત્રી, સૌમ્યતા, મુક્તતા, જ્ઞાનિતા - એ સર્વે અંતઃપુરમાં સ્ત્રીઓ રહે એમ નિરંતર એનામાં આશ્રય કરી રહે છે. સુંદર આચાર કરીને મધુર એવા એને સર્વજનો વાંછે છે, જેમ વનમાં મધુર વેણુનાદ તરફ વનમૃગો સ્નેહથી વળે છે તેમ.”
વેદાંત સિદ્ધાંતમાં નીતિનું મહત્ત્વ સમજાવતાં આનંદશંકર કહે છે :
(૧)
અધિકારપૂર્ણ સાધન સેવન વિના દૈવી સંપત પ્રાપ્ત થતી નથી.
(૨) દૈવી સંપત વિના મલિન વાસનાનો ક્ષય થતો નથી.
(૩)
એ ક્ષય વિના બ્રહ્મજ્ઞાન વ્યર્થ છે, વ્યર્થ તો શું પણ ઉત્પન્ન જ થતું નથી; અને
For Personal & Private Use Only
www.jalnelibrary.org