________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૧૨૧
છે તેની સાથે સદ્વર્તન કર્મને જોડવાની જરૂર ખરી ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં આનંદશંકર પરોક્ષજ્ઞાનને કાચું અને અપરોક્ષજ્ઞાનને પાકું જ્ઞાન તરીકે ગણે છે. પરોક્ષજ્ઞાનની સ્થિતિમાં સદ્વર્તન એ ટેવ રૂપ હતું, જ્યારે અપરોક્ષ અવસ્થા એ તે સમજણ રૂપ છે. જ્યાં “કર્મ જ્ઞાનમાંથી સ્વતઃ ઊપજી આવે છે. જ્ઞાનમાંથી સ્વતઃફલિત થતું અને તેથી જ્ઞાનરૂપ જ (કર્મ) છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૩૦૩)
અદ્વૈતવેદાંત નીતિનો વિશાળ અને ગંભીર પાયો છે. પરંતુ વેદાંત ગ્રંથોમાં - “નિસ્ત્રાર્થ પથ વિવરતાં હો વિધ વો નિષેધ:” મતલબ કે ત્રણ ગુણથી પર એવા માર્ગે વિચરનારાઓને વિધિ અને નિષેધ શું? એમ પ્રશ્ન કર્યો છે. આમાં રહેલો વિરોધ શી રીતે ટાળી શકાય? આ વિરોધનું સમાધાન આનંદશંકર ચાર બાબતોથી કરી આપે છે. (૧) કર્મકાંડનો અનાદર :
“નિકુષ્ય પfથ વિવરતાં તો વિધ વો નિષેધ:” માં રહેલો વિધિ – નિષેધનો અભાવ સદાચારથી વિરુદ્ધ નથી. મુમુક્ષુએ શાસ્ત્ર ઉપદેશેલા ધર્મ અંગે જે કર્મકાંડનો વિધિ દર્શાવેલો એ જ્ઞાનદશા પ્રાપ્ત કર્યા પછી નિરર્થક બને છે. આમ કહેવાથી સદાચરણની વ્યવસ્થા લોપાતી નથી, પણ અમુક પ્રકારના સકામ કર્મકાંડાદિ હવે પછી નિરર્થક છે એમ જ સમજવાનું છે. આ ઉપદેશનો સાર એ છે કે અત્યાર સુધી જે વિધિ અને નિષેધો ઉપર એનું મન ચોંટી રહ્યું છે તે ખસેડવા માટે જ આ શાસ્ત્રોપદેશ છે. (૨) નીતિને કર્મમાં રહેલ તત્ત્વ દૃષ્ટિથી જોવી જોઈએ.
જેણે ધર્મનું તત્ત્વ જાણ્યું છે તે અમુક કાર્ય સારું, અમુક ખોટું એવો યાદચ્છિક ભેદ સમજતો જ નથી. એ તો સર્વકર્મ સાર્વત્રિક નિયમની કસોટીથી જ તપાસે છે અને એમ તપાસતાં એને જે યોગ્ય લાગે છે તે કરવા તે તત્પર થાય છે. આનંદશંકર જણાવે છે કે “દયા, ક્ષમા આદિ ગુણો સ્વતઃ સારા-ખોટા નથી, એમનું સારા-ખોટાપણું બીજેથી આવે છે. એ સર્વની પાછળ રહેલું જે સારા-ખોટાનું તત્ત્વ તેમાંથી આવે છે, એ તત્ત્વને લઈને એકનું એક જ કાર્ય અમુક દેશ, કાલ, પ્રસંગ, કર્તા માટે સારું થાય છે અન્ય માટે ખોટું ઠરે છે.” આમ, નીતિને કેવળ કર્મ કે આચરણ રૂપે ન અવલોકતાં તે તે ક્રિયાઓમાં રહેલા નીતિતત્ત્વની દૃષ્ટિએ અવલોકવી જોઈએ. (૩) આત્માનું પ્રકૃતિથી પર હોવું અને એ અર્થમાં અકર્તુત્વ.
એક તરફથી ત્રિગુણનું અનિવાર્ય બંધન અને બીજી તરફથી ‘નિસ્ત્રાણ' થવાનો ઉપદેશ. આ બંનેમાં અવિરોધ છે એમ આનંદશંકર જણાવે છે. ચૈતન્યની શક્તિ દ્વારા પોતાના જ્ઞાનસ્વરૂપના પ્રકાશ દ્વારા કર્મને Natural (પ્રકૃતિની) સ્થિતિમાંથી કાઢી super Natural (પ્રકૃતિથી પર) સ્થિતિમાં મૂકી શકાય છે. આ દ્વારા કર્મને (Moral અને spiritual) નીતિ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org