________________
૧૨).
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
અને વિશાળ અર્થ કરતાં આનંદશંકર કહે છે : “વ્યકિતરૂપ સ્વના કરતાં મનુષ્યની અધિકતા છે અને એ અધિકતામાં સર્વની એકતા છે. આ એકતારૂપ અધિકતાને અથવા ઉલટાવીને કહીએ તો અધિકતારૂપ એકતાને વ્યવહારના આચારમાં અનુભવવી એનું નામ જ નીતિ છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૧૦૧-૧૦૨)
આમ અદ્વૈત સિદ્ધાંતને અનુસરવાથી પાપ-પુણ્યના ભેદ નિરાધાર થાય છે તેવો સેશ્વરવાદીઓનો આક્ષેપ સત્યાભાસી છે અને ટકી શકે તેવો નથી.
મનુષ્યની કર્તવ્યરૂપ નીતિવ્યવસ્થા મનુષ્યના ઈશ્વર સાથેના સંબંધમાંથી જ ઉદ્ભવે છે. “જીવ ઈશ્વરથી અભિન્ન છે, અર્થાત્ જીવ માત્રની ઈશ્વરમાં એકતા છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૨૦૨)
* સેશ્વર દૈતવાદીઓનો બીજો એક આક્ષેપ એ છે કે, આપણામાં જે કર્તવ્યબુદ્ધિ રહેલી છે એમાં જ પોતાના કરતાં અધિક અને ભિન્ન પરમપુરુષના અસ્તિત્વનો સ્વીકાર છે. આ પરમપુરુષ અધિક છે એ નિર્વિવાદ છે. હવે આ પુરુષ અને જીવાત્મા જો અભિન્ન – એક હોય તો કર્તવ્ય બુદ્ધિમાં જે આજ્ઞાનું ભાન થાય છે એ ન થવું જોઈએ. એટલે આ આજ્ઞામાં સેવ્યસેવકનો ભેદ રહેલો જ છે.એટલે કે આજ્ઞાનો આપનાર અને આજ્ઞાને ગ્રહણ કરનારનો ભેદ છે. પરંતુ આવો સંબંધ સ્વીકાર્ય નથી, કારણ તેમાં આનંદનો અભાવ છે. વાસ્તવમાં આનંદશંકરના મતે જ્યાં સુધી કર્તવ્યતા આત્માની બહારના તત્ત્વ ઉપર આધાર રાખે ત્યાં સુધી પ્રશ્ન રહેવાનો કે કર્તવ્ય આચરવું એવી ઈશ્વરની આજ્ઞા ભલે હોય, પણ મારે એ શા માટે અનુસરવી ? ઈશ્વરની છે માટે ? ઈશ્વરમાં એવું શું તત્ત્વ રહેલું છે કે જેને લીધે એની આજ્ઞા પાળવી એ મારો ધર્મ છે? - શક્તિ, વિશુદ્ધિ આદિ ગુણ - સંગ્રાહક ઈશ્વરત્વ ? એથી તો મને ઈશ્વર પ્રતિ ભય કે માન ઉત્પન્ન થાય, પણ તેટલા માટે મારે એની આજ્ઞા અનુસરવી એ શી રીતે ફલિત થયું? ઈશ્વરની છે માટે અનુસરવી એમાં સ્વતઃસિદ્ધ પણ શું છે ? અને સ્વતઃસિદ્ધ હોવું એ તો કર્તવ્યતાનું આવશ્યક સ્વરૂપ છે. અદ્વૈત વેદાંતીને તો કર્તવ્ય-આચરણમાં આત્માનો આત્મલાભ થાય છે. ટૂંકમાં, કર્તવ્ય એ માત્ર શોખ કે રુચિનો વિષય નથી પણ અમુક પ્રકારની વિલક્ષણ આજ્ઞા છે એ એક તરફ સિદ્ધ છે, બીજી તરફ એ પણ સિદ્ધ છે કે આ આજ્ઞાને અનુસરવામાં જ આત્માનું ખરું સ્વાતંત્ર્ય છે. આમ એક તરફથી સ્વાતંત્ર્ય અને બીજી તરફથી આજ્ઞા (પારતંત્ર) એ બેની સંગતિ ‘અભેદ', “માયા', “અવિદ્યા' દ્વારા સધાય છે” (ધર્મવિચાર-૧, પૃ. ૧૦૩)
વેદાંતમાં બે પ્રકારનાં જ્ઞાન બતાવ્યાં છે “પરોક્ષજ્ઞાન” અને “અપરોક્ષજ્ઞાન'. પરોક્ષજ્ઞાન તે માત્ર મગજનું જ્ઞાન, અમુક સમજણ એટલું જ. અપરોક્ષજ્ઞાન એટલે સમસ્ત આત્મા દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન. અપરોક્ષજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વેદાંત અનુસાર કર્તવ્ય કરવાનું બાકી રહેતું નથી. પરંતુ પરોક્ષજ્ઞાનના સંદર્ભમાં વિચારતાં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, જેને પરોક્ષજ્ઞાન કહેવાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org