________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૧૧૯
માત્રનું પરમલક્ષ પરમાત્મા છે એનામાં ચિત્ત સ્થાપવું (સમાધાન)આ છ સાધનસંપત છે. પણ આ સર્વ પાછળ અધિકારનું ચોથું અંગ મુમુક્ષુત્વ એટલે સંસારમાંથી છૂટવાની તીવ્ર વૃત્તિ.
આ સાક્ષાત્કાર સંન્યાસ વિના શક્ય નથી એવો આનંદશંકરનો મત છે. કારણકે જ્યાં સુધી ભેદ છે ત્યાં સુધી અભેદની પ્રાપ્તિ શક્ય નથી. મારા તારાના ભેદની પાર જવાનું બાહ્ય ચિન સંન્યાસાશ્રમ છે. આનંદશંકર સંન્યાસ ને મમતા ટાળ્યાનું બાહ્ય ચિહ્ન ગણાવે છે.
જ્યાં સુધી અંતરમાંથી અહિંગ્રંથિ (હું – ભાવની ગાંઠ) છૂટે નહિ ત્યાં સુધી મોક્ષ મળે નહિ. એ અહંગ્રંથિ અનાદિ વાસનાની બનેલી છે – એ વાસના પોતપોતાનાં ઉચિત કર્મ અને સગુહ્ય બ્રહ્મની ઉપસાના દ્વારા ધીમે ધીમે ચિત્તશુદ્ધિ સંપાદન કરીને, વેદાંતસિદ્ધાંતનું શ્રવણ-મનન અને નિદિધ્યાસન કરવાથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે થકી છૂટે છે.” (ધર્મવિચાર-૨, પૃ. ૨૦૧)
આવી મુક્તિને આનંદશંકર ‘જીવન-મુક્તિ' તરીકે ઓળખાવે છે. તેઓ કર્મ અને ભક્તિને માત્ર ચિત્ત શુદ્ધ કરવા માટેનાં સાધનરૂપે જુએ છે.
કર્મ - શબ્દના અર્થમાં સંધ્યાવંદનાદિ ધાર્મિક ક્રિયા આવે છે, પણ એકલી એ જ આવતી નથી. વર્ણ અને આશ્રમના ધર્મો જે વડે સંસારતંત્ર ચાલે છે અને પરમાર્થસિદ્ધિનો માર્ગ ઊઘડે છે એ પણ “કર્મ' શબ્દના અર્થમાં સમાય છે. બીજું, શંકરાચાર્ય સગુણ બ્રહ્મને આલંબીને ભક્તિનો ઉપદેશ કરે છે તેમાં સગુણ બ્રહ્મનો સ્વીકાર કૃત્રિમ રીતે મન ઠેરવવા માટે છે એમ ન સમજવું પણ જે અર્થમાં હું છું, તમે છો, જગત છે, તે અર્થમાં સગુણ બ્રહ્મ પણ છે. આમ છતાં અંતિમસાધન તો જ્ઞાન જ છે. “જ્ઞાન” એટલે મગજનો વ્યાપાર નહિ, પણ અનુભવ - કે જેનું આત્માનું સમગ્ર સ્વરૂપ બનેલું છે.” (ધર્મવિચાર-૨, પૃ. ૨૦૨) વેદાંત પર સેશ્વરવાદીઓના આક્ષેપોના આનંદશંકરે આપેલા ઉત્તરોઃ * વૈત વિના વ્યવહાર અસંગત છે એ વાત યુક્તિ-સિદ્ધ અને સુવિદિત છે, જેનો આધાર
લઈ કેટલાક વેદાંત પર વ્યવહાર શૂન્યતાનો આરોપ મૂકે છે.
વેદાંત સિદ્ધાંતનું અપૂર્ણ અવલોકન એ જ આ આક્ષેપનું કારણ છે. મનુષ્ય કે વ્યક્તિઓની બ્રહ્મમાં એકતા ન હોય તો એમનો પરસ્પર વ્યવહાર જ ન ઘટી શકે. મનુષ્ય - મનુષ્ય વચ્ચે જે આંતરક્રિયા સંભવે છે તેનાથી એટલું સૂચિત થાય છે કે મનુષ્ય માત્રમાં કોઈ એક એવું એકતાનું તત્ત્વ છે, કે જેને અવલંબીને આંતરક્રિયાના તમામ વ્યવહારો સંભવી શકે છે. પ્રત્યેક વ્યક્તિ સ્વમાં સીમિત હોય તો તેનાથી ભિન્ન બીજી વ્યક્તિ વિશે કશી વાત જ સંભવે નહિ, અને દરેક વ્યક્તિનું જ્ઞાન માત્ર અવસ્થા વિશેષ જ રહે, અને યથાર્થ જ્ઞાન-સત્યદૃષ્ટિ – એવો પદાર્થ જ બની શકે નહિ, અને એ જ રીતે સવૃત્તિ પણ પ્રતિવ્યક્તિ ભિન્ન ઠરવા જાય અને સવૃત્તિનું સર્વ સામાન્ય નીતિ-ધોરણ ઘડી શકાય જ નહિ, તેથી નીતિનો એક વિશિષ્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org