________________
૧૧૮
(૨) અનિર્વચનીય અસ્તિત્વ એ અસ્તિત્વ જ નથી.
(૩) જીવભાવ અને અવિદ્યા એક જ વસ્તુસ્થિતિનાં બે નામ છે.
(૪) ‘હોવું’ અને ‘ભાસવું’ એ બ્રહ્મનું જ સ્વરૂપ છે. આથી આનંદશંકર કહે છે કે “‘અવિદ્યા’ એ તો નામમાત્ર છે, જગત માત્ર ભાસે છે પણ ભાસે છે એમ કહેવામાં જ ચિત્ત (ભાસ) અને સત (છે) ની સાથે એની એકતાનું પ્રતિપાદન થઈ જાય છે, કારણકે અસ્તિ અને માતિ - હોવું અને ભાસવું એ બ્રહ્મનું જ સ્વરૂપ છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૨૬૩)
-
સાધન :
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ ઃ દર્શન અને ચિંતન
શંકરાચાર્યના ચિંતનના તાત્ત્વિક આધારો સ્પષ્ટ કરી આનંદશંકર શાંકરવેદાંત અનુસાર સાક્ષાત્કારની ચર્ચા કરે છે. શંકરાચાર્ય જ્ઞાન થકી મોક્ષ માને છે, પણ એ જ્ઞાન શુષ્કતર્ક નહિ, તેમ સાંખ્યનો પ્રકૃતિ - પુરુષનો વિવેક માત્ર જ નહિ. પણ સર્વ વ્યાપક ચૈતન્ય સાથે એકતાનો અનુભવ. આ અનુભવ સુધી પહોંચવા માટેના શંકરાચાર્યે સૂચવેલા ચતુરંગ અધિકારનું આનંદશંકરે વિવરણ કર્યું છે :
(૧) વિવેક
(૨) વૈરાગ્ય
(૩)
(૪) મુમુક્ષુત્વ - Religious Sense
આ ચારેય સાધનની પ્રકાર રચનામાં આનંદશંકરને માનસશાસ્ત્રનું ઊંડું અવલોકન જણાયું છે.
Jain Education International
- Intellect
- Emotion
શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન – Moral will
“જીવાત્માની અમુક વૃત્તિથી પરમાત્મા અનુભવી શકાય છે એમ નથી. એને અનુભવવા માટે અખંડ આત્મા જોઈએ” (ધર્મવિચાર-૧, પૃ. ૫૭૫) આત્મામાં આ ચાર અંશો હોય છે, જેનો સમાવેશ ઉપરના અધિકાર વિભાગમાં કરાયો છે. પ્રથમ નિત્ય અને અનિત્ય વસ્તુને એકબીજાથી જુદી ઓળખવી જોઈએ (વિવેક). જે સારગ્રાહી દષ્ટિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે. બીજું
આ લોક તેમજ પરલોકનાં સુખ ભોગવવા પ્રત્યેનો વૈરાગ્ય. આમાં સુખનો જ માત્ર વૈરાગ્ય નથી પણ સુખની ઈચ્છાના ત્યાગને વૈરાગ્ય ગણ્યો છે. ત્રીજું, અતંરમાંથી વિષય વાસનાનો ત્યાગ કરવો (શમ), બાહ્યવૃત્તિ પર અંકુશ રાખવો (દમ), વિષય તરફની વૃત્તિને તદ્દન વાળી દેવી (ઉપ૨મ) એમ કરતાં દુ:ખ આવે તો આત્મબળથી સહન કરવાં (તિતિક્ષા), અને તત્ત્વમસિ ની ભાવના આચાર્યોએ અનુભવીને રજૂ કરેલી છે. માટે એ સત્ય છે એવી શ્રદ્ધા રાખવી અને વૃત્તિ
For Personal & Private Use Only
www.jainelibrary.org