________________
દાર્શનિક ચિંતનવિશ્વ
જ ન કહેવાય. એ પરમસતમાંથી ફલિત થતી નથી અને છતાં પ્રતીત થાય છે માટે જ એને સત-અસત અનિર્વચનીય, જેને સત પણ ન કહેવાય અને અસત પણ ન કહેવાય એવી વર્ણવીએ છીએ. (ધર્મવિચાર-૧, પૃ. ૨૬૧-૨૬૨)
આમ, અવિદ્યાનું ખરું સ્વરૂપ જ અનિર્વચનીય છે.
સગુણવાદીઓ વિશ્વમાં અવિદ્યાનું અસ્તિત્વ સ્વીકારે છે, પરંતુ પરમ દયાળુ પરમાત્માનો એ અવિદ્યા સર્જવામાં શો હેતુ હશે એ મનુષ્ય પોતાની અલ્પજ્ઞતાને કા૨ણે સમજી શકતો નથી. સગુણબ્રહ્મવાદીઓનું આવું અજ્ઞેયવાદી ચિંતન આનંદશંકર સ્વીકારતા નથી. તેની સામે નિર્ગુણબ્રહ્મવાદીઓના અનિર્વચનીયતાવાદી ચિંતનને સમજાવતાં આનંદશંકર કહે છે :
“આ વાદ પ્રમાણે, આપણે અવિઘાના અસ્તિત્વમાં પરમાત્માનો શો હેતુ રહેલો હશે એ સમજતા નથી એમ નહિ, પણ અવિદ્યાને વાસ્તવિક અસ્તિત્વ જ નથી : અને જે મિથ્યા છે તેના ખુલાસાની જરૂર નથી, કારણકે તેનો ખુલાસો સંભવતો જ નથી.” (ધર્મવિચાર-૧, પૃ. ૨૬૨)
,,
૧૧૭
કેટલાક શાંકરવેદાંતીઓ એથી પણ આગળ વધીને અનિર્વચનીયતાને સમજાવે છે તેની સ્પષ્ટતા પણ આનંદશંકર કરે છે. “તેમના સિદ્ધાંત પ્રમાણે આ અવિદ્યા જેમ પરમાત્માની કરેલી નથી અને મિથ્યા હોઈ પરમાત્માના અદ્વિતીયત્વને બાધ કરતી નથી, તેમ એ જીવની ઉપજાવેલી પણ નથી - જીવનું જીવત્વ જ એનાથી બન્યું રહ્યું છે ત્યારે શું એ જીવ થકી પ્રાકૃસિદ્ધ છે એમ પણ નથી. એટલે કે અવિદ્યાને લઈને જીવ છે અને જીવને લઈને અવિદ્યા છે અને છતાં અન્યોન્યાશ્રય દોષ આવતો નથી, કારણકે, જીવનું જીવપણું એનું જ નામાંતર અવિદ્યા છે અને અવિદ્યાનું પ્રતીત થવું એમાં જ જીવનું જીવપણું છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૨૬૨)
આ સંદર્ભમાં અવિદ્યાનો જીવ સાથે સંબંધ કોણે સ્થાપિત કર્યો ? એ મૂળ પ્રશ્નનો ઉત્તર આનંદશંકર યથાર્થ રીતે પ્રગટ કરી આપે છે. તેમના મતે :
“અવિદ્યા એ નામે કોઈ વસ્તુસત પદાર્થ નથી કે જેનો જીવ સાથે સંબંધ કોણે કર્યો એવો પ્રશ્ન વાજબી ગણાય. જીવે પોતાને જીવ જાણવો અને જગતને જગત જાણવું અને એ રીતે પરમાત્માનું ખરું સ્વરૂપ જોવા છતાં, ન જોવું - એનું જ નામ અવિદ્યા છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૨૬૩)
ઉપરની સમગ્ર ચર્ચાના સંદર્ભમાં આનંદશંકરના વિચારોને નીચે પ્રમાણે ક્રમ બદ્ધ કરી
શકાય :
(૧) પરમાત્મામાં આવરણશક્તિ છે તે અનુભવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org