________________
૧૧૨
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
(૧) પરિણામવાદ – (વિકારવાદ)
આ મત મુજબ જીવ અને જગત એ બે બ્રહ્મના વિકારો છે. આ મત શંકરાચાર્યની પૂર્વે પણ હતો અને પાછળથી વલ્લભાચાર્યે તેનું સમર્થન કરેલ છે. (૨) શક્તિવાદ
આ વાદ પ્રમાણે જીવ અને જગત બે બ્રહ્મની શક્તિઓ છે : આ મતને શક્તિવાદને નામે શંકરાચાર્ય એક સ્થળે ઉલ્લેખ કરે છે અને પાછળથી રામાનુજાચાર્યે ચિત અને અચિતને બ્રહ્મની શક્તિઓ માની છે તે આ જ મત છે. (૩) અવસ્થાવાદ
આ વાદ પ્રમાણે “બ્રહ્મ અપ્રચલિત સ્વરૂપ' સમુદ્રસ્થાને છે અને એની ઈષત્ (કરા) પ્રચલિતાવસ્થા તે અંતર્યામી (ઈશ્વર) છે અને અત્યંત પ્રચલિતાવસ્થા તે જીવ છે. આમ, અપ્રચલિત, પ્રચલિત અને અતિપ્રચલિત બ્રહ્મની અવસ્થાઓ છે.
આ ત્રણ વાદમાં જીવને વિકારરૂપે વા શક્તિરૂપે વા અવસ્થારૂપે સત્ય માનવામાં આવે છે.
જીવાત્માને પરમાત્માના વિકારરૂપે વા અન્ય રીતે સત્ય માનીને પણ જીવાત્મા પરમાત્માથી ભિન્ન છે કે અભિન્ન એ વિષે ત્રણ મુખ્ય વાદ ઉત્પન્ન થયા છે : (૧) ડુલોમિનો મત
જીવ અત્યારે પરમાત્માથી ભિન્ન છે, પરંતુ નદીઓ સમુદ્રમાં ભળી જાય છે તે રીતે મોક્ષાવસ્થામાં પરમાત્મા સાથે એકતા પામશે. (૨) આશ્મરણ્યનો મત - (ભેદભેદભાવ)
જેમ અગ્નિના તણખા અગ્નિ છે અને છતાં અગ્નિથી અલગ પણ છે, અથવા તો જેમ ઘટ એ કૃતિકા જ છે અને કૃતિકાથી જુદો પણ છે એ રીતે અત્યારની અવસ્થામાં જીવ પરમાત્માથી અત્યંત ભિન્ન નથી, તેમ અત્યંત અભિન્ન પણ નથી. (૩) કાશકૃત્નનો મત - (અવસ્થિતિવાદ)
અત્યારે જીવ પરમાત્માથી ભિન્ન નથી, તેમ ભિન્ન અને અભિન્ન એમ પરસ્પર વિરુદ્ધ ધર્મવાળો પણ નથી. અત્યારે જે અવસ્થામાં છે તે અવસ્થામાં પણ એ પરમાત્માથી અભિન્ન જ છે.
આ અવસ્થિતવાદને આનંદશંકર રામાનુજ અને શંકરાચાર્ય બંનેના દૃષ્ટિબિંદુથી સમજાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org