________________
૧૧૦
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
છે તે જ છે. અન્ય કાંઈ જ નથી. પરમાત્મા પોતામાંથી જ એક અદ્વિતીય સતમાંથી જગત ઉપજાવે છે એમ આનંદશંકર માને છે. શ્રુતિએ એ માટે ઊર્ણનાભ-કરોળિયાનું દૃષ્ટાંત આપ્યું છે. કરોળિયો જેમ પોતાનામાંથી જાળ પસારે છે તેમ પરમાત્મા પણ પોતાનામાંથી જગતની જાળ પાથરે છે. જો કે આ દૃષ્ટાંતને પણ આનંદશંકર પૂર્ણરૂપે લાગુ પાડવાના મતમાં નથી. કારણકે કરોળિયો પોતાના શરીરમાંથી જાળ કાઢે છે અને પરમાત્માને તો શરીર નથી, તેમ પરમાત્મા પોતે વિકાર પામીને જગતરૂપ બને એમ પણ નથી કહેવાતું, કારણકે પરમાત્મામાં વિકાર સંભવતો નથી. માટે માનવું પડે છે કે એ અસત ને સત કરતો નથી, માત્ર સાત કરી દેખાડે છે. પોતે પોતામાંથી એક અદ્વિતીય સતમાંથી કાંઈ વિકાર ઉપજાવતો નથી, ઉપજાવતો દેખાય છે. આનંદશંકર કહે છે : “આને કોઈ પરમાત્માની પ્રભુતાઈ કહે છે, “લીલા કહે છે, કોઈ “માયા' કહે છે અથવા માયાની એક કલા - ‘વિક્ષેપશક્તિ' કહે છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૨૫૮) પરમાત્મા અને જીવાત્માનો સંબંધ:
પરમાત્મા જગતનું સર્જન કર્યા પછી જગતથી અલિપ્ત રહેતો નથી પણ એ જગત તેમજ સાક્ષાત્ મનુષ્ય આત્મા સાથે નિત્ય સંબંધ ધરાવે છે. આ સંબંધ અંગે અનેક મતભેદો ચિંતકોમાં જોવા મળે છે. રાજા-પ્રજાનો, પિતા-પુત્રનો, મિત્ર-મિત્રનો સ્વામી-સેવકનો, પતિ-પત્નીનો કે સર્વથા અનન્યતાનો કે બીજી કોઈ રીતનો તે અંગે અનેકવાદ-વિવાદ સર્જાતા રહ્યા છે. પરમાત્મા અને જીવાત્માના આ સંબંધનો સ્વીકાર કરી તદનુસાર જે આચાર-વિચાર કરવામાં આવે છે એને જ આનંદશંકર ધર્મ કહે છે. નેતિ નેતિ કહી વિરમનારા કેવલાદ્વતીઓ પણ આત્મા સાથે પર પદાર્થને કોઈક તરેહનો સંબંધ તો માને છે જ. પરંતુ આ સર્વ રૂપકો ખરાં છે ? તેનું તાત્પર્ય શું છે ? તેવા પ્રશ્નનો ઉત્તર આનંદશંકર “હોરી નામના બીજા એક આધ્યાત્મિક કાવ્યનું વાર્તિક કરતાં વ્યવહારિક અને પારમાર્થિક (કેવલાદ્વૈત) બંને દૃષ્ટિબિંદુએ આપે છે. (જુઓ પરિશિષ્ટ-૨, કાવ્ય : ૪, પૃ.૨૯૩)
આ સર્વરૂપકો વ્યવહારિક અર્થમાં ખરાં છે. કારણકે જે અર્થમાં આપણે છીએ તે અર્થમાં આપણાથી જુદો પરમાત્મા પણ છે અને બે વચ્ચેનો સંબંધ ઉપરના રૂપકો વડે પ્રદર્શિત થાય છે. પરંતુ બીજી રીતે (પરમાર્થિક રીતે) વિચારતાં આનંદશંકર આ રૂપકોને બે પ્રકારે મિથ્યા ગણાવે છે: (૧) એ સંબંધ એવો વિવિધ છે કે એ રૂપકોમાંનું કોઈપણ વસ્તુ સ્થિતિને પૂરેપૂરી નિરૂપવા
અસમર્થ છે. (૨) જીવાત્મા અને પરમાત્માને બે પદાર્થો માની એમનો સંબંધ સમજવા માટે એ રૂપકો
કધ્યાં છે. પરંતુ હકીકતમાં જીવાત્મા અને પરમાત્મા એમ બે જુદા પદાર્થો જ નથી.
જીવાત્મા અને પરમાત્માની એકતાને વધુ તાત્ત્વિક રીતે સમજવા આનંદશંકર યુરોપિયન તત્ત્વચિંતક ઈમેન્યુઅલ કાન્ટના તત્ત્વજ્ઞાનનો ઉલ્લેખ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org