________________
દાર્શનિક ચિંતનવિશ્વ
જીવાત્મા અને પરમાત્મા :
યુરોપમાં સોળમી સદીથી વૈજ્ઞાનિક યુગનો આરંભ થયો તેની સાથે સાથે સૃષ્ટિરચનાના નિયમોની શોધોનો આરંભ પણ થયો. પરિણામે અઢારમી સદીમાં યુરોપ પ્રકૃતિમાં પરમાત્માને જોઈ શક્યું નહિ. યુરોપના વૈજ્ઞાનિક વિકાસનો પ્રભાવ આપણા દેશના બૌદ્ધિકો પર પડ્યો. અઢારમી સદીમાં યુરોપની મનુષ્ય બુદ્ધિએ પરમાત્માનો નિષેધ કરેલો અથવા એમ સ્વીકારેલું કે પરમાત્મામાંથી એક વખત શક્તિ પામેલી પ્રકૃતિ હંમેશાં સ્વતંત્ર નિયમોથી પ્રવર્તે છે અને પરમાત્મા કોણ જાણે કચાં યોગનિદ્રામાં પડ્યો હશે. આનંદશંકર આવા વલણને ‘અર્ધનાસ્તિકતાથી ભરેલા દ્વૈતવાદ' તરીકે ઓળખાવે છે. આપણા દેશમાં જે નૈયાયિક દ્વૈતવાદીઓ પરમાત્માને ‘ઘટોના નિર્માતા’ અને ‘ત્રિભુવન-વિધાતા' તરીકે સ્વીકારતા અને પોતાના કાર્યનો અને પરમાત્માનો સંબંધ એક સરખો જ છે એમ કલ્પતા. પરમાત્મા વિશેની આ કલ્પનાને આનંદશંકર સ્વીકારતા નથી. આ સંદર્ભમાં ‘હોરી' કાવ્યનું વાર્તિક કરતાં આનંદશંકર પરમાત્મા-જીવાત્માનું અદ્વૈત બુદ્ધિગ્રાહ્ય રીતે સમજાવે છે. (જુઓ પરિશિષ્ટ-૨, કાવ્ય : ૩ અને ૪, પૃ. ૨૯૨, ૨૯૩)
પરમાત્મા દેશકૃત, કાલકૃત અને વસ્તુકૃત એમ ત્રિવિધ પરિચ્છેદરહિત છે. એટલે કે અહીં છે અને ત્યાં નથી અથવા ત્યાં છે અને અહીં નથી એમ નથી, એટલું જ નહિ પણ સર્વ સ્થળે છે એમ કહેતાં પણ સ્થળ એનું અધિષ્ઠાન બની જાય છે એ ખોટું થાય છે. દેશ-સ્થળમાં એ આશ્રય કરી રહેલો નથી, ઊલટો દેશ એને લીધે બન્યો રહે છે. એ જ પ્રમાણે પરમાત્મા ભૂત, ભવિષ્ય અને વર્તમાન કોઈપણ કાળે નહોતો, નથી અથવા નહિ હોય એમ નથી, એટલું જ નહિ પણ કાળમાં એને માનવાથી કાળ એનો આશ્રય બને, જે પરમાત્માની સર્વાશ્રયતા સાથે અસંગત છે. આમ પરમાત્માનું સ્વરૂપ સ્થળાતીત અને કાળાતીત એવું વિલક્ષણ બની રહે છે. પરમાત્મા દ્વારા જ સ્થળ અને કાળનું અસ્તિત્વ પ્રમાણાય છે. એટલે વસ્તુઓના અસ્તિત્વનો ખુલાસો ૫રમાત્મામાંથી કેવી રીતે મળી શકે એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે ઊભો થાય.
૧૦૯
“પરમાત્માથી ભિન્ન કોઈપણ વસ્તુ નથી કે જેના અસ્તિત્વનો ખુલાસો પરમાત્મા- માંથી ન નીકળતો હોય. વસ્તુ માત્ર ૫૨માત્મામાંથી અસ્તિત્વ પામે છે એમ જો કબૂલ કરતા હો તો પરમાણુઓ કે પ્રકૃતિ એવી કોઈ પણ વસ્તુ પરમાત્માની સાથે સાથે પોતીકું સ્વતંત્ર સ્વભાવ સિદ્ધ અસ્તિત્વ ભોગવતી માની શકાતી નથી.” (ધર્મવિચાર-૧, પૃ. ૨૫૭)
અર્થાત્ જગત અણુઓમાંથી કે પ્રકૃતિમાંથી નીપજેલું નથી. આમ, વસ્તુતઃ તો અસત્માંથી સત નીપજતું નથી અને સતમાંથી અસત પણ નીપજતું નથી. અસતમાંથી અસત થાય છે એમ કહેવું તદ્દન અર્થહીન છે અને સતમાંથી સત પણ ‘થાય છે’ કહી શકાતું નથી, એટલે જે સત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org