________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૧૦૭
(૨) અનિશ્વરવાદી આક્ષેપ સામે બીજી એક દલીલ કરતાં આનંદશંકર કહે છે કે, ભક્તનો આત્મા જે અનાદિ કાળથી પોતાની અને ઈશ્વરની વચ્ચે જગત-રૂપી અંતરાય અનુભવતો હતો, તે જગતને બ્રહ્મની માયારૂપે ગ્રહણ કરતાં બ્રહ્મનું અવ્યવહિત સાંમુખ્ય અનુભવીને આનંદ છે. અહીં આનંદશંકર સ્પષ્ટતા કરે છે કે, જગતનો આવિષ્કાર માત્ર માયા જ નથી, પણ બ્રહ્મની માયા છે. એ બ્રહ્મનો વિકાર નથી, પણ માયા છે.
આમ, બ્રહ્મ અને માયા એમ બંને પદ ઉપર ભાર મૂકી વિચારીને જોતાં સ્પષ્ટ થશે કે વેદાંતીઓ જગતથી પર તત્ત્વ સ્વીકારે છે, અને એ પરતત્ત્વનો જગત સાથે, વસ્તુસ્થિતિમાં તેમજ જ્ઞાનમાં, અવિશ્લેષ્ય અને તાત્ત્વિક સંબંધ છે અર્થાત્ બ્રહ્મ જગતથી પર છે અને તે જગતના અંતરમાં વિરાજે છે. બ્રહ્મની સત્તાથી જ જગતની સત્તા બને છે. આથી આનંદશંકર કહે છે કે “જગત બ્રહ્મસત્તા નિરૂપતિ સત્તાવાળું છે, મિથ્યા છે, બ્રહ્મમાં અધ્યસ્ત છે, ઈત્યાદિ વેદાંત શાસ્ત્રની પરિભાષાનું આજ તાત્પર્ય છે.” (ધર્મવિચાર – ૧, પૃ. ૯૮).
(૩) વેદાંતનો માયાવાદ જગતને “અપ્રતિષ્ઠિત, “અસત્ય' કહે છે. એવી ભૂલ પણ ઘણા લોકો કરે છે. વેદાંતના વિરોધીઓમાં પ્રચલિત આ માન્યતામાં આનંદશંકર શ્રી કૃષ્ણ ભગવદ્ગીતામાં કરેલો અનિશ્વરવાદ જુએ છે. ‘સત્ય પ્રતિષ્ઠ તે નવદુરનીશ્વરમ્' (ભગવદ્ગીતા- અ.૧૬, શ્લોક -૮).
અર્થાતુ - ‘એ આસુરી લોક જગતને અસત્ય, નિરાધાર અને પરમેશ્વર વિનાનું કહે છે. આ રીતે “માયાવાદી જગતને અસત્ય કહીને અટકતો નથી પણ બ્રહ્મ એ જ “સત્ય” છે, જગતની પ્રતિષ્ઠા' બ્રહ્મમાં છે એમ અધિક પ્રતિપાદન કરે છે. આનંદશંકર કહે છે : “ આ ભેદ થોડો નથી. જગતનો નિષેધ અનુભવતાં ઈશ્વરનો મહિમા ઓછો થતો નથી પણ તેને બદલે એ વધારે ઐશ્વર્યવાળો અને અપરોક્ષ થાય છે.” (ધર્મવિચાર – ૧, પૃ. ૧૮૬)
(૪) નીતિની તીવ્ર લાગણીવાળા કેટલાક લોકો માયાવાદને પાપ-પુણ્યાદિની નીતિવ્યવસ્થાને નિરાધાર કરનાર સિદ્ધાંત માને છે. કારણકે બ્રહ્મ જ જો એક માત્ર પરમ સત હોય અને બાકી બધું મિથ્યા હોય તો પછી પાપ-પુણ્ય વગેરેના ભેદ પણ મિથ્યા જ માનવા પડે. પરિણામે આવું ચિંતન સમાજ માટે વિઘાતક પુરવાર થઈ રહે છે.
આ આક્ષેપનો ઉત્તર આપતાં આનંદશંકર માયાવાદ નીતિપોષક છે એમ સિદ્ધ કરી આપે છે. “બ્રહ્મ સત્યે ન નથ્યા' એ વેદાંતના પ્રતિષ્ઠિત શ્લોકાર્ધના પૂર્વખંડની અવગણનાને આનંદશંકર ઉપરોક્ત આક્ષેપનું કારણ ગણે છે. પૂર્વે બતાવ્યા પ્રમાણે માયાવાદ જગતનો માત્ર નિષેધ કરીને અટકતો નથી, પણ વિશેષમાં બ્રહ્મનું અદ્વિતીય અસ્તિત્વ પણ સ્વીકારે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org