________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ ઃ દર્શન અને ચિંતન
એવું છે કે પ્રાકૃત જનોને જગત જેવે રૂપે ભાસે છે તે કરતાં ધાર્મિક આત્માને એ જુદે રૂપે પ્રતીત થાય છે, અને એ બે પ્રકારમાં ધાર્મિક આત્માની જે દૃષ્ટિ છે તે ખરી છે અને પ્રાકૃત જનોની ખોટી છે.” (ધર્મવિચાર - ૧, પૃ. ૧૮૪) “ઈશ્વરનો પ્રત્યક્ષ ઉદય થતાં એનો પ્રત્યાઘાત - એનો પ્રકાશ -જગત પ્રત્યક્ષ ઉપર પડે છે અને હવેનું જગત પ્રત્યક્ષ અજ્ઞાન અવસ્થાના જગતપ્રત્યક્ષથી જુદું જ છે. એટલું જ નહિ, પણ એનું બાધક છે એમ અનુભવ કહે છે.’” (ધર્મવિચાર ૧, પૃ. ૧૮૫)
૧૦૬
આ પ્રકારે આનંદશંકરે માયાવાદના સંદર્ભમાં વ્યવહારિક જગતના મિથ્યાત્વને સમજાવ્યું છે. શાસ્ત્રદૃષ્ટિએ જગતનું મિથ્યાત્વ એ નવીન વાત પ્રતિપાદિત થાય છે એમ એમનું કહેવું છે. વ્યવહારિક અનુભવમાં જગત નથી એમ વેદાંતનું પ્રતિપાદન નથી માટે એ ‘બ્રહ્મસત્યમ્’ અને ‘નાનિધ્યા’એમ કહે છે.
લોકદષ્ટિએ એટલે કે વ્યવહારિક ભ્રમાત્મક પ્રતીતિમાં જગત, ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાલમાં છે. શાસ્ત્રીય એટલે કે પારમાર્થિક દૃષ્ટિએ જ વિચારતાં તેનું મિથ્યાત્વ સાબિત થાય છે. આનંદશંકર વ્યવહારિક પારમાર્થિક એવો ભેદ સ્વીકારીને જ ચાલે છે. તે માટેનો તર્ક એ છે કે, જો આવો ભેદ ન હોય તો કોઈપણ વિષયનું શાસ્ત્ર જ સંભવે નહિ. જેવાં ખગોળ આદિ વિષયનાં શાસ્ત્રો છે. એવું બ્રહ્મજ્ઞાનનું પણ શાસ્ત્ર છે અને જેમ ખગોળ વિદ્યા પૃથ્વીનું સ્થિર હોવું ભ્રમાત્મક છે એમ સિદ્ધ કરે છે તેમ બ્રહ્મવિદ્યા જગતને જગતરૂપે ભ્રમાત્મક છે એમ ઠરાવે છે. અહીં અનુભવ વિરોધનો કોઈ અવકાશ જ આનંદશંકર જોતા નથી.
લૌકિક અનુભવ વિરોધથી ભડકનારને સચોટ ઉત્તર આપતાં આનંદશંકર કહે છે :
"No one has any genuine gift for philosophy who has never doubted the reality of material things.” (ધર્મવિચાર - ૧, પૃ. ૧૮૫)
(૨)
માયાવાદને કેટલાક અનિશ્વરવાદ તરીકે ઓળખાવે છે.
આ આક્ષેપનો ઉત્તર આનંદશંકર બે રીતે આપે છે :
(૧) યથાર્થ રીતે વિચારતાં ઈશ્વરનો મહિમા માયાવાદ વિના પ્રગટ થઈ શકતો નથી. તત્ત્વજ્ઞાનનો ઉદ્દેશ પદાર્થોની અનેકતાની પાછળ રહેલી એકતા શોધવાનો છે. તેથી આનંદશંકર કહે છે કે, ઈશ્વરયુક્ત જગત,જગત અને જીવ અને એ બે કે ત્રણ પદાર્થમાં થતા ઈશ્વરના અંતર્ભાવથી પર એવું સત્ત્વ હોવું જોઈએ કે, જે સર્વનો ખુલાસો આપી શકે. આમ, ઈશ્વરથી પર જવાની આકાંક્ષા રહે તો પછી ‘પરાગતિ’, ‘પરમઅધિ’, ‘૫૨મનિદાન' વગેરે પદો દ્વારા નિર્દેશાતું સર્વસંમત ઈશ્વર સ્વરૂપ રહેતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org