________________
દાર્શનિક ચિંતનવિશ્વ
જ જોઈએ. ધાર્મિક હૃદયના અનુભવને તર્કથી સમર્થિત કરવાનું કામ માત્ર વેદાંતીઓનું જ નથી પણ સર્વ સત્ય શોધકોનું છે. આનંદશંકર માયાવાદને ધાર્મિક હૃદયની અનુભૂતિથી પ્રાપ્ત સત્યોનું તાર્કિક સમર્થન કરતાં સિદ્ધાંતરૂપે ઓળખાવે છે.
ધર્મવિચાર-૧ માં “માયાવાદ' પરના પ્રકરણમાં આનંદશંકર માયાવાઇનું સ્વરૂષ સમજાવી આ સિદ્ધાંત પર કરવામાં આવતા આક્ષેપોના તર્કસંગત ઉત્તરો આપવાનો પ્રયતમ કરે છે. સૌ પ્રથમ તેઓ માયાવાદનું ધાર્મિક અને તાર્કિક મહત્ત્વ સ્પષ્ટ કરે છે. આ f -
માયાવાદ ખરું જોતાં એક વાર માત્ર નથી, પણ ધાર્મિક અનુભવનું સર્વસ્વ એ વાદને અવલંબીને રહ્યું છે. તેથી સ્ફટ વા ગર્ભિત રીતે સર્વધર્મમાં એ વાદનું અસ્તિત્વ છે. આને સિદ્ધ કરવાની એટલે કે તર્કવૃત્તિ અને ધર્મવૃત્તિના સમન્વયની જવાબદારી પ્રત્યેક ધાર્મિક મનુષ્યની છે.
માયાવાદ સામેના કેટલાક મિથ્યા આક્ષેપોના ઉત્તર આનંદશંકર આપે છે. (૧) માયાવાદ અનુભવ વિરોધી છે.
સામાન્ય જનસમાજની દૃષ્ટિએ અનુભવ વિરોધ એ માયાવદ પરનો આક્ષેપ છે. પરંતુ આનંદશંકર આ આક્ષેપને જ એક દૂષણ તરીકે ઓળખાવે છે. જરા સૂક્ષ્મ રીતે વિચારતાં જગત નથી એમ માયાવાદનું કહેવું નથી. પણ જગત જગત રૂપે નથી એમ કહેવું છે એમ સમજી શકાય છે. અધ્યાત્મ વિરોધ એ માયાનું સ્વરૂપ છે. અનુભવ વિરોધ વિના અધ્યાત્મશાસ્ત્ર તો શું પણ કોઈપણ શાસ્ત્ર પ્રર્વતી શકતું નથી. આ સંદર્ભે અધ્યાત્મવિદ્યામાં અન્ય શાસ્ત્ર કરતાં પણ અનુભવ વિરોધની વધારે યોગ્યતા દર્શાવતાં આનંદશંકર કહે છે :
અત્રે જે સમ્ય દર્શન સાધવાનું છે તે માત્ર બુદ્ધિના પ્રદેશનું નથી પણ સમગ્ર આત્માનું છે, એટલે કે ખગોળવિદ્યાની માફક અત્રે અમુક સિદ્ધાંત સિદ્ધ કરીને પરોક્ષ જ્ઞાનથી વીરમવાનું નથી, પણ સમગ્ર આત્મામાં અપરોક્ષ અનુભવ પ્રાપ્ત કરવાનો છે અને એટલા માટે અત્રે બાધિત અનુભવનું બાધિતત્વ અત્યંત તીવ્ર થઈ પરાકાષ્ઠાએ પહોંચે છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૯૭) નરસિંહ મહેતાના “જાગીને જોઉં તો જગત દીસે નહી” ના “દિવ્ય પ્રભાત' નામાભિધાન અન્વયે વાર્તિક રચતાં આનંદશંકર એ સ્પષ્ટ કરે છે કે (જુઓ પરિશિષ્ટ-૨, કાવ્ય : ૨, પૃ. ૨૯૧) આ અનુભવ વિરોધ પણ હકીક્તમાં એક આભાસ છે. કેમ કે માયાવાદનું સામાન્ય રીતે એમ કહેવું નથી કે આ જગત દેખાય છે તે નથી દેખાતું, એનું તો વિશેષતઃ કહેવું છે કે આ જગત દેખાય છે તે બ્રહ્મદર્શન થતાં જગતરૂપે નથી દેખાતું. એમણે આ વિધાનને સમજાવતાં લખ્યું છે :
અવચ્છેદ વગર સામાન્ય રીતે એ જગતને “છે’ વા નથી' કહેવું એ બંને સરખી રીતે અર્થશૂન્ય વાક્યો છે. જગતને અમુક વિચ્છેદ લઈને, એટલે અમુક અમુક રૂપે જ છે” વા “નથી” કહેવામાં અર્થ છે. માયાવાદ સ્પષ્ટ રીતે કહે છે કે, જગત જગત રૂપે નથી એમ કહેવાનું તાત્પર્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org