________________
૧૦૪
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
આમ, શાંકરસિદ્ધાંતમાં બ્રહ્મજ્ઞાનના સાધન તરીકે યોગનો સ્પષ્ટ નિષેધ છે. તે અંગે પોતાનો મત વ્યક્ત કરતાં આનંદશંકર કહે છે :
“ખરો રેચક અને પૂરક, પ્રપંચનો નિષેધ કરી સર્વત્ર પરમાત્માને ભરવો એ જ છે - ઊંચા નીચા શ્વાસ લેવા ઇત્યાદિ નથી. આ શ્વાસ લેવાથી શારીરિક લાભ ગમે તે હો, યોગશાસ્ત્રનો વિષય ભલે રસિક અને - જાણવા-શોધવાલાયક હો - પણ શંકરસિદ્ધાંતમાં તો બ્રહ્મજ્ઞાનના સાધન તરીકે યોગનો સ્પષ્ટ નિષેધ છે.”(ધર્મવિચાર-૧, પૃ-૫૭૫)
આમ છતાં ‘શાંકરસિદ્ધાંત અને યોગ’ એવા એક બીજા લેખમાં આનંદશંકર વિવિધ ઉદાહરણો આપી સિદ્ધ કરે છે કે, યોગના બે પ્રકાર રાજયોગ અને હઠયોગમાં શાંકરસિદ્ધાંત અનુસાર હઠયોગનો જ નિષેધ સમજવાનો છે. કારણકે શંકરાચાર્યે પણ આઠ અંગને બદલે પંદર અંગ કલ્પી અષ્ટાંગયોગનાં કેટલાંક અંગોને જુદા જ અર્થમાં પોતાને અનુકૂળ અર્થમાં નિરૂપ્યાં છે.
"यमो हि नियमस्त्यागो मौनं देशश्व कालता । आसनं मूलबंधश्च देहसाम्यं च दृक्स्थिति : ।। प्राणसंयमनं चैव प्रत्याहारश्च धारणा ।
आत्मध्यानं समाधिश्च प्रोत्कान्यंगानि वै क्रमात् ॥" શંકરાચાર્ય હઠયોગને નિષેધીને રાજયોગનો વિધિ કહે છે તેના સમર્થનમાં આનંદશંકર શાંકરવેદાંત અને શાંકરસિદ્ધાંત બંને વચ્ચે ઐતિહાસિક સંદર્ભમાં ભેદ તારવી બતાવે છે. શાંકરવેદાંતનો ઈતિહાસ લક્ષમાં રાખતાં આનંદશંકર કહે છે : “શાંકરસિદ્ધાંત અને શાંકરવેદાંત એ સર્વથા એક નથી. સર્વથા એક હોત તો અપ્પયદીક્ષિતના સિદ્ધાંતલેશ'માં જે અનેકાનેક શાંકરવેદાંત સંબંધી મતમતાંતરો નોંધ્યા છે તે નોંધાયા ન હોત' - આ અનુસંધાનમાં આનંદશંકર નોંધે છે કે “ભગવત પૂજયપાદે કોઈ પણ ઠેકાણે બ્રહ્મજ્ઞાનીઓને માટે યોગની જરૂર બતાવી નથી. તેથી જ વેદાંતી પરમહંસો બ્રહ્મસાક્ષાત્કાર માટે યોગની દરકાર ન કરતાં શ્રુતિએ કહેલો વેદાંતવાકયનો વિચાર કરવા ગુરુ પાસે જાય છે. વિચાર (જ્ઞાન) વડે જ ચિત્તનો દોષ કાઢી શકાય છે અને તેથી યોગ દોષ કાઢવાનું સાધન નથી” (ધર્મવિચાર – ૧, પૃ. ૩૩૬).
આમ, હઠયોગનું શાંકરસિદ્ધાંતમાં સ્થાન નથી- એમ વિવિધ પ્રમાણો આપી આનંદશંકર કહે છે. માયાવાદઃ
ઈન્દ્રિય, મન વગેરે જ્ઞાનનાં દ્વાર અલગ હોવા છતાં જ્ઞાન પોતે તો હંમેશાં એકરૂપ જ છે. તેથી ધર્મવૃત્તિથી જે સત્યો મનુષ્ય હૃદયમાં પ્રગટે છે તેને તર્કનું પણ સમર્થન અવશ્ય મળવું
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org