________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૧૦૩
મુખ્ય સાધન અને પરમધર્મ તો જ્ઞાન જ છે પણ જ્ઞાનસંપત્તિમાં ઉપાસના સાધનભૂત છે માટે જ તેનો વિધિ છે. વાસ્તવમાં પરમ અવસ્થામાં ઉપાસના સંભવતી નથી.
- સૃષ્ટિથી પર એવા કોઈ ઈશ્વરનો સાક્ષાત્કાર કરી ઐહિક આત્માનું કલ્યાણ સાધવા માટે થતી ઉપાસનાને આનંદશંકર સ્વાર્થરૂપ ગણે છે. કારણકે સ્વાર્થ એ અનિષ્ટ છે અને વેદાંતના વિધિથી બાહ્ય છે. સ્વાર્થનો સર્વથા ત્યાગ કરી, અંતઃકરણ શુદ્ધ કરી તથા ઉપાધિઓ દૂર કરી બ્રહ્મવિદ્ થઈ બ્રહ્મ થવું, અતબ્રહ્મ અનુભવવું એ જ આનંદશંકરના મતે પરમપુરુષાર્થ છે, એ જ મોક્ષ છે.
બ્રહ્મનો સાક્ષાત્કાર નવાં કર્મ બધી આસક્તિથી પુણ્યાચરણ કર્યો થતો નથી. પાપ-પુણ્ય બંને શાસ્ત્રીય દૃષ્ટિએ જોતાં વ્યવહારિક તથા મિથ્યા પદાર્થ છે. જીવનું મુક્તત્વ સ્વતઃ સિદ્ધ છે. છતાં પાપના આવરણથી તે અનુભવાતું નથી, માટે એ આવરણ દૂર કરવું એટલો જ પુરુષાર્થ છે અને તે જ્ઞાનસાધ્ય છે, એવો આનંદશંકરનો નિર્ણય છે. આના સમર્થનમાં આનંદશંકર ભગવદ્ગીતાનો આધાર લે છે :
नादत्ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः ।
અજ્ઞાનેનાવૃત જ્ઞાને તેના મુદ્દાન્તિ નન્તવઃ | (ભગવદ્ગીતા, પ-૧૫) અર્થાત્ –
બ્રહ્મને પાપ-પુણ્ય સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. માત્ર અજ્ઞાનથી જ્ઞાન ઢંકાઈ ગયું છે તેથી જ પ્રાણીમાત્રને એવો મોહ થાય છે.”
આમ, સગુણ કે ઉપાસ્ય બ્રહ્મની માત્ર વ્યવહારિક સત્તા છે અને નિર્ગુણ બ્રહ્મને જ પારમાર્થિક રીતે સત્ય સિદ્ધ કરે છે.
ઉપાસનાના બીજા પ્રકાર અષ્ટાંગયોગના આચરણની પણ આનંદશંકર સમીક્ષા કરે છે. બ્રહ્મનો અનુભવ કરવા માટે પ્રાણાયામાદિ અષ્ટાંગયોગ સાધન નથી. આ અંગેના શંકરાચાર્યના વિચારો સ્પષ્ટ કરતાં આનંદશંકર કહે છે કે,
મજ્ઞાન પ્રાપીડનમ્ -નાક દબાવીને બેસવું એ તો અજ્ઞાનીની રીત છે. વળી નાક ઉપર દૃષ્ટિ સ્થાપવાથી બ્રહ્મધ્યાન થાય છે એમ માનનારાના ખંડનમાં શંકરાચાર્ય કહે છે કે,
दृष्टि ज्ञानमयीं कृत्वा पश्येद् ब्रह्ममयं जगत् ।
સા દ્રષ્ટિ પરમાર નાસાગ્રીવન્તરિની |(તેજોબિંદુપનિષદ્ ૧-૨૯) અર્થાત્ – ‘જ્ઞાનમય દષ્ટિ કરી સઘળું બ્રહ્મમય જોવું - આ પરમ ઉદાર દૃષ્ટિ છે. નાકની અણી જોયા કરવી એ નહિ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org