________________
દાર્શનિક ચિંતનવિશ્વ
22
પંચમહાભૂત અને એના વિવિધ પદાર્થો તે ઈશ્વરસૃષ્ટિ; અને એ પદાર્થો પ્રત્યે જીવે કરેલા રાગદ્વેષાદિક તે જીવસૃષ્ટિ. જીવને જ્યારે જ્ઞાન થાય છે ત્યારે જીવસૃષ્ટિનો નાશ થાય છે, ઈશ્વરસૃષ્ટિનો નહિ. અર્થાત્ મુક્ત દશામાં તે તે પદાર્થો કાંઈ દેખાતા બંધ થવાના નથી, પણ તેઓ પ્રત્યે રાગદ્વેષાદિ વૃત્તિ બંધ થવાની. આ સિદ્ધાંત જોકે શાંકરવેદાંતના ઈતિહાસમાં ઉત્તમ કોટિનો મનાતો નથી- તથાપિ ઉત્તમ કોટિના સિદ્ધાંત સાથે એનું એક મળતાપણું છે તે એ કે આ રીતે જ્ઞાન, મુક્તિ, એ અમુક દૃષ્ટિ ઠરે છે – એ સ્થિતિમાં બાહ્ય જગતમાં કાંઈ ફેરફાર થવાનો નથી પણ એ જગત જુદે રૂપે ભાસવાનું છે. આ ઝાડ મને, તમને ભાસે છે તે કરતાં એક botanist' યાને વનસ્પતિશાસ્ત્રીને તે જુદે જ રૂપે ભાસે છે. તે જ રીતે એક મનોહર સ્ત્રીનું શરીર જે એના પર પ્રેમથી ભીંજાયેલા પતિને એક રૂપે ભાસે છે. સૌંદર્યથી મોહેલા પરપુરુષને બીજે રૂપે ભાસે છે, દાક્તરને વળી ત્રીજે રૂપે ભાસે છે, તે જ બ્રહ્મજ્ઞાનીને વળી અન્ય રૂપે જ - બ્રહ્મરૂપે - ભાસે છે. આ બ્રહ્મરૂપે ભાસ તે પૂર્વોક્ત ભાસથી જુદો પણ એ જ કક્ષાનો એક ભાસ માત્ર નથી. એમ હોય તો એ સર્વ ભાસ તે આત્માની માત્ર જુદી જુદી અવસ્થાઓ (States) જ થઈ રહે, અને સત્ય એવું કાંઈ રહે જ નહિ. પણ વસ્તુતઃ પૂર્વોક્ત ભાસ તે બ્રહ્મના ભાસમાં આભાસ બની જાય છે, અર્થાત્ એ સર્વ ભાસને અંધકાર બનાવી એની ઉપર એ ઉજ્જવળ પ્રકાશરૂપે વિરાજે છે. (ધર્મવિચાર-૧, પૃ.૫૭૧) આમ, જગતમિથ્યાત્વનું તાત્પર્ય બ્રહ્મસત્યત્વના ઉદ્દામ અનુભવમાં સમજવાનું છે. પાપપુણ્યના નિષેધમાં કે અન્ય કોઈ રીતે જગતનો નિષેધ માનીને ચાલવું એ બરાબર નથી એવો આનંદશંકરનો મત છે. जीवो ब्रह्मैव नापरः
વીવો વ્રૌવ નાપર: એમાં જીવાત્મા અને પરમાત્માનો સંબંધ - એકત્વનો સંબંધ દર્શાવ્યો છે. આ એત્વને સિદ્ધ કરવા આનંદશંકરે એ પૂર્વેની જીવ અને પરમાત્માના સંબંધની ઉત્તરોત્તર વિકાસની ભાવનાઓ દર્શાવી છે.
પરમાત્માની કેવળ શક્તિ જ અનુભવવી એને આનંદશંકરે પ્રાથમિક જંગલી અવસ્થા ગણાવી છે. એ પછીનો વિકાસ જીવાત્મા અને પરમાત્માના સંબંધને, પ્રજા-રાજા તરીકે વર્ણવાયો છે. વેદમાં ઈન્દ્ર, વરુણ અને સોમને “રાજા” કહેવામાં આવ્યા છે. ભગવદ્ગીતા અને ઋગ્વદ સંહિતામાં પરમાત્માને પિતા સમાન ગણાવેલા છે. આ પછી દાસ-સ્વામીનો સંબંધ આવે છે. આનંદશંકર અહીં રામાયણમાંથી હનુમાનની દાસ્યભક્તિનું ઉદાહરણ આપે છે. દાસ્યભાવ પછીનો જીવનો પરમાત્મા પ્રત્યેનો સખાભાવ દર્શાવાયો છે. આ માટે આનંદશંકર ઉપનિષદમાંથી દા સુપ સયુના સરવીયા સમાનં વૃક્ષ પરિષdખાતે .... એ શ્લોકને અનુસરી નર અને નારાયણ, અર્જુન અને કૃષ્ણના સંબંધનું ઉદાહરણ આપે છે. દામ્યમાં જે સમાન પ્રેમની ન્યૂનતા છે તે પતિ-પત્ની યાને પ્રિય-પ્રિયા' સંબંધમાં પુરાય છે. આ જગતમાં એકતાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org