________________
૧00
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
બાબતમાં પતિ-પત્ની” – “પ્રિય-પ્રિયા' જેવો એક પણ સંબંધ અનુભવાતો નથી એમ કહી આનંદશંકર કહે છે કે, આવી એકતા જીવાત્માએ પરમાત્મા સાથે કરવી એવું તાત્પર્ય છે.
શંકરાચાર્યે પોતાના ગ્રંથોમાં જુદે જુદે સ્થળે જે રૂપકો વાપર્યા છે તે પકડી લઈને એમાંથી શંકરાચાર્ય પછીના કાળમાં કેટલાક વાદો ઉત્પન્ન થયા છે. ‘તત્ત્વમસિ'ના શાંકરસિદ્ધાંતમાંથી જ એ વાદો નીકળ્યા છે. એમ આનંદશંકર માને છે. કેટલાક કહે છે કે .....
- જેમ એક સૂર્ય કે ચંદ્રના અનેક જળાશયમાં પ્રતિબિંબ પડી એ અનેક દેખાય છે તેમ એક પરમાત્મા અનેક રૂપે દેખાય છે, આ બિંબપ્રતિબિંબવાદ છે.
– પણ આ રૂપક શબ્દશઃ લઈ બીજા પૂછે છે કે – ચૈતન્યનું પ્રતિબિંબ કેવું? જડનું જડમાં પ્રતિબિંબ પડે પણ આત્માનું શી રીતે પડે? માટે કેટલાક બીજું રૂપક આપી કહે છે કે – જેમ આકાશ એક અંખડ વસ્તુ છે, પણ આ ચાર દીવાલો વચ્ચેનું આકાશ તે આ ઓરડીનું કહેવાય અને પેલી ચાર દીવાલો વચ્ચેનું આકાશ પેલી ઓરડીનું કહેવાય - તેમ જુદા જુદા અવચ્છેદક લઈ એક બ્રહ્મ અનેક કહેવાય છે. પણ આમાં પણ અવચ્છેદક ની ભિન્નતા અને અનેકતા આવે છે. તેથી.....
– કેટલાક જીવાત્મા અને પરમાત્માનો સંબંધ “કર્ણ-રાધેય’ વગેરે દષ્ટાંતથી સમજાવે છે. સિંહનું બચ્ચું શિયાળમાં ભળી જઈ પોતાનું સ્વરૂપ ભૂલી બેસે કે પૃથાનો પુત્ર પોતાને રાધાપુત્ર જાણે તેમ જીવાત્મા પોતાનું ખરું સ્વરૂપ, પરમાત્મ સ્વરૂપ ભૂલી માયાનો – અવિદ્યાનો જીવ બની રહ્યો છે. આનંદશંકર કહે છે કે આ વાદમાં પણ સિંહ અને શિયાળ, પૃથા અને રાધા એટલું વૈત આવે છે જ.
આ સર્વ રૂપકોને આનંદશંકર છેવટે તો એકાંગીજ ગણે છે. આપણે મનુષ્ય હોઈ સ્વભાવિક રીતે જ આ રૂપકો માનવ કેન્દ્રીય (Anthropomorphic) છે. તેથી એ તત્ત્વને પૂરેપૂરું નિરૂપી શકતા નથી. કારણકે પરમતત્ત્વ સર્વ સંબંધોથી પર છે. એટલે રૂપકો સામ્ય દર્શાવે છે, પરંતુ તેથી એકરૂપતા સિદ્ધ થતી નથી. મુખ અને ચંદ્રમાં સામ્ય જોઈ શકાય, પરંતુ એકત્વ નહીં.
આ રૂપકોમાં આવતી ઉપર મુજબની વૈતાપત્તિને અનિવાર્ય ગણતાં આનંદશંકર તેને શાંકરવેદાંતની ખામી રૂપે ગણતા નથી. આનંદશંકર કહે છે કે, “આમાંથી સાર એ લેવો જોઈએ કે મનુષ્યનાં સઘળાં રૂપક પરમતત્ત્વનું સ્વરૂપ અને એનો આપણી સાથેનો સંબંધ દર્શાવવાને અસમર્થ છે, અને એ જ શાંકરવેદાંત કહેવા માગે છે.” (ધર્મવિચાર-૧, પૃ.૫૭૪)
જીવાત્મા અને પરમાત્મા બંને વચ્ચે ભેદભાવનો અંશ રહે છે. પણ એ બંનેના સંબંધની ભૂમિકામાં ‘તત્ત્વમસિ' એ શ્રુતિવાક્યને આનંદશંકરે ‘સર્વ પ્રસાદનું શિખર' ગણાવ્યું છે. કારણકે આના કરતાં જીવાત્મા અને પરમાત્માની એકતા વધારે ટૂંકમાં બીજી કોઈ રીતે દર્શાવાતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org