________________
૯૮
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ દર્શન અને ચિંતન
શંકરાચાર્યના “બ્રહ્મ સત્ય છે' - એ સિદ્ધાંતમાં ચૈતન્ય રૂપ જે બ્રહ્મ છે એ ઈન્દ્રિયજ્ઞાનની પર છે એથી સ્થળ અને કાળની ઉપાધિ પણ એને લાગી શકતી નથી. બ્રહ્મના સ્વરૂપ સંબંધી આ હકીકતનો પ્રથમ સ્વીકાર કરવાનું આનંદશંકર કહે છે. કારણકે આપણે દેહને લીધે જ સ્થળ અને કાળમાં છીએ. શુદ્ધ ચૈતન્ય રૂપ પદાર્થ તો સર્વથા “એક જ હોઈ શકે. ખરું જોતાં એને માટે સંખ્યાવાચક ‘એક’ શબ્દ પણ લાગુ પાડવાનો આનંદશંકર વિરોધ કરે છે. આ રીતે બ્રહ્મ સચરાચરમાં હોવાનું સ્વીકારવાથી જગત અને જીવ એમાં લય પામી જાય છે. જગત અને જીવને બ્રહ્મથી છૂટાં ન ગણી શકાય માટે એનો નિષેધ કર્યો છે. આથી “બ્રહ્મ સત્ય' ના જ્ઞાનાત્મક સ્વીકારની અપેક્ષાએ જ “જગમિથ્યા” અને “જીવો બ્રહ્મવનાપરઃ' એ સિદ્ધાંત ફલિત થાય છે. जगन्मिथ्या :
બ્રહ્મના વ્યાપક સ્વરૂપના જ્ઞાનની અપેક્ષાએ જ જગત મિથ્યા છે. એ દેખાય છે પણ તે વસ્તુતઃ નથી. જગતના બાહ્ય અસ્તિત્વ વિશે શંકા ઊપજ્યા વિના તત્ત્વવિચાર શક્ય જ નથી એમ કહી આનંદશંકર કેવલાદ્વૈતમાં રહેલા જગતના નિષેધને તાર્કિક ગણાવે છે. આ ઉપરાંત કોઈ પણ શાસ્ત્ર જગતના નિષેધ વિના ઉદ્ભવતું નથી એમ કહી આનંદશંકર માયાવાદને સર્વશાસ્ત્રના પાયામાં રહેલો સ્વીકારે છે. કારણકે લૌકિક-વ્યવહારિક કે સામાન્ય બુદ્ધિની દષ્ટિએ આ સૃષ્ટિ દેખાય છે તેવી નથી પણ એની પાછળ ગૂઢ સત્ય રહેલું છે એમ માનીને જ સર્વ શાસ્ત્રો પ્રવર્તે છે. જ્ઞાનની અપેક્ષાએ જગતના મિથ્યાત્વને સમજાવતાં આનંદશંકરે ખગોળશાસ્ત્રમાંથી ઉદાહરણ આપ્યું છે. સૂર્ય, ચંદ્ર, તારા દેખાય છે તેવડા નથી, પૃથ્વી સ્થિર દેખાય છે પણ વસ્તુતઃ તેવી નથી. એ રીતે જગત દેખાય છે તેવું નથી. આનંદશંકરે ખગોળમાંથી આપેલા ઉદાહરણ અંગે સમજૂતી આપતાં “આપણો ધર્મ'ની ઉપોદ્ધાતમાં શ્રી રા.વિ. પાઠકે યોગ્ય જ કહ્યું છે કે,
દેખાવ મિથ્યા છે. એનો અર્થ એવું દેખાતું જ નહોતું એમ નથી. એ દેખાતું હતું એ વાત ખરી હતી પણ એમાં સત્ય જુદું હતું. એ સત્ય નહિ સમજવાથી એ એવું દેખાતું હતું અને હવે એ જ દેખાવ જુદે રૂપે સમજાય છે. તે જ રીતે આ જગત અજ્ઞાનીને જે રૂપે દેખાય છે તેથી ભિન્ન રૂપે જ્ઞાનીને દેખાય છે. ત્યારે જ્ઞાન પહેલાનો દેખાવ મિથ્યા હતો એમ તે સમજે છે.” (ધર્મવિચાર -૨, પૃ. ૪૧૩)
વિદ્યારણ્ય મુનિનો સંદર્ભ લઈ, આ જગત પ્રતીત થાય છે તેવું ન હોય તો કેવું છે? આ પ્રશ્નનું સમાધાન આનંદશંકર આધ્યાત્મિક દૃષ્ટિકોણથી કરી આપે છે. શંકરદાતી વિદ્યારણ્ય મુનિએ સૃષ્ટિના બે ભાગ પાડ્યા છે :
(૧) ઈશ્વરસૃષ્ટિ (૨) જીવસૃષ્ટિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org