________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૯૭
તત્ત્વમીમાંસા :
શંકરાચાર્યના મુખ્ય સિદ્ધાંત કેવલાદ્વૈતને આધારે સર્વ પ્રથમ તેઓ શંકરાચાર્યના તત્ત્વજ્ઞાનના દોહન રૂપ....
ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः ।
એ શ્લોકનું વિવરણ કરે છે. જો કે આ વિવરણ પહેલાં આનંદશંકર એ પણ નોંધે છે કે આ શ્લોક જે શંકરાચાર્યનો કહેવાય છે જે એમના કોઈ પણ પ્રસિદ્ધ ગ્રંથમાં મળતો નથી. છતાં આ શ્લોકનો પ્રસાદ જોતાં અને તેમાં રહેલું તત્ત્વજ્ઞાનનું ઊંડાણ જોતાં તે શંકરાચાર્યનો જ હોય એ સંભવિત છે.*
“બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યાછે; જીવ બ્રહ્મ જ છે, જુદો નથી” આ અર્ધા શ્લોકમાં કેવલાદ્વૈતના સમગ્ર તત્ત્વજ્ઞાનનો સાર રહેલો છે. કેવલાદ્વૈતના સિદ્ધાંત અનુસાર બ્રહ્મ એક અને અદ્વિતીય જ છે, એટલું જ નહિ પણ “કેવલ' છે. - અર્થાત્ એનામાં ગુણ-ક્રિયા-ધર્મ-વિશેષ એવું કાંઈ જ નથી; જે છે તે એ જ છે, એ એટલું જ છે, સજાતીય, વિજાતીય અને સ્વગત ત્રિવિધ ભેદશૂન્ય છે. અર્થાત્ એના જેવું કાંઈ નથી. (ઉ.દા. એક અશ્વ જેવો બીજો અશ્વ), એનાથી જુદી જાતનું બીજું કાંઈ નથી. (અશ્વ અને ગાય), અને એનો પોતામાં રહેલો પોતા સાથેનો એવો (અવયવ અને અવયવી જેવો, ઉ.દા. ઝાડ અને ડાળીઓ જેવો) ભેદ પણ નથી. એના સિવાય જે કાંઈ છે એમ ભાસે છે તે એની સત્તા (અસ્તિત્વ)થી અને એના ભાસથી જ છે એમ ભાસે છે. વસ્તુતઃ વિચારતાં મિથ્યા છે. મિથ્યા છે છતાં દેખાય છે-એ અજ્ઞાન છે.” (ધર્મવિચાર- ૨, પૃ-૧૯૯) બ્રહ્મસત્યમ્' :
બ્રહ્મ સત્ય છે. એ સિદ્ધાંતને આનંદશંકર કેવલાદ્વૈતના બીજા બે સિદ્ધાંતોનો પાયો ગણે છે. કેટલાક શંકરાચાર્યના સિદ્ધાંતને અનિશ્વરવાદી ગણાવે છે. તેની સામે આનંદશંકર આગ્રહપૂર્વક જણાવે છે કે, શંકરાચાર્યના “બ્રહ્મ સત્ય છે’ના સિદ્ધાંતથી અનિશ્વરવાદ ફલિત થતો નથી. આ સિદ્ધાંતનું ખરૂ તાત્પર્ય સ્પષ્ટ કરતાં આનંદશંકર કહે છે, “શંકરસિદ્ધાંત પ્રમાણે જો હું છું, તમે છો, જો આ જગત છે તો ઈશ્વર પણ છે. જે અર્થમાં હું નથી, તમે નથી, જગત નથી - તે જ અર્થમાં ઈશ્વર પણ નથી : અને તે બરાબર છે. કારણકે જીવ, જગત અને ઈશ્વરની મન, માયા અને મહેશ્વરની ત્રિપુટી છે. એમાંથી કોઈ એકલું રહી શકતું નથી. જો હું, તમે અને જગત ન હોય તો ઈશ્વર નિયંતા કોનો? માટે જે અર્થમાં એમનો નિષેધ થાય છે તે જ અર્થમાં ઈશ્વરનો પણ નિષેધ બરાબર છે.” (ધર્મવિચાર – ૧, પૃ. ૫૬૯).
*
આ શ્લોક શંકરાચાર્યના પ્રકરણગ્રંથના રૂપમાં માનવામાં આવેલ ‘બ્રટીશીનાવનીમાના'માં જોવા મળેછે. (Traverses on less Trodden path of Indian Philosophy and Religion, P.17)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org