________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ ઃ દર્શન અને ચિંતન
તત્ત્વજ્ઞાનનું સૌથી સર્વોચ્ચ બિંદુ નિહાળ્યું છે. આ રીતે શંકરાચાર્યના કેવલાદ્વૈતમાં આનંદશંકરની શ્રદ્ધા દઢ થયેલી આપણે જોઈ શકીએ છીએ.
૯૬
આનંદશંકરે આ સિદ્ધાંતને તત્ત્વજ્ઞાનની છેવટની ભૂમિકાનો સિદ્ધાંત ગણાવ્યો છે. એક બાજુ પાશ્ચાત્ય કેળવણી પામેલો વિદ્વાન આ સિદ્ધાંતમાં ગહનતાની રિસીમા અનુભવે છે તો બીજી બાજુ રસ્તા પરનો કોક ભિખારી એના એકતારા પર એ સિદ્ધાંતને મસ્તીથી ગાય છે. આવા ગહન છતાં વિલક્ષણ શંકર સિદ્ધાંતનું ઐતિહાસિક દષ્ટિબિંદુએ તાત્ત્વિક અભ્યાસ કરવાનું ઘણું મહત્ત્વનું કાર્ય આનંદશંકરે કર્યું છે.
આનંદિગિર કૃત ‘શંકરવિજય' અને માધવકૃત ‘શંકર-દિગ્વિજય’માં શંકરાચાર્યના જીવન-કવન અને ગ્રંથો વિષે જે હકીકત નોંધાયેલી છે જે માત્ર સ્થૂલ રેખા રૂપે જ સ્વીકારી શકાય એમ છે એવો આનંદશંકરનો મત છે. પોતાના આ મતના સમર્થનમાં આનંદશંકર વિવિધ કારણો આપી સ્પષ્ટતા કરે છે ઃ (ધર્મ વિચાર-૧, પૃ.૫૬૮)
(૧)
આ ગ્રંથો શંકરાચાર્ય પછી ઘણે વર્ષે લખાયા છે. એના કેટલાક ભાગ કાવ્ય તરીકે લખાયેલા હોઈ, તેને ઇતિહાસ સ્વરૂપે લઈ શકાય એમ નથી.
(૨) આ બે ગ્રંથમાં શંકરાચાર્યનો કેટલાક પ્રતિપક્ષીઓ સાથે વિવાદ વર્ણવ્યો છે તે પ્રતિપક્ષીઓ એમના સમયમાં નહિ પણ, બીજા સમયમાં થયા હતા તે ઐતિહાસિક રીતે સિદ્ધ થઈ ચૂક્યું છે.
(૩) આ ઉપરાંત શંકરાચાર્યના સમય વિશે પણ ઘણા મતભેદો છે. ઈ.સ.પૂર્વે કેટલાક શતકોથી માંડીને ઈ.સ. પછી આઠમા શતક સુધીમાં એમને માટે ભિન્ન ભિન્ન સમય બતાવવામાં આવે છે.
(૪)
આ ઉપરાંત શંકરાચાર્યના મૂળગ્રંથો કયા તે અંગે પણ એકવાક્યતા નથી. ‘શંકરાચાર્ય’ નામ માત્ર આદ્ય શંકરાચાર્યનું જ નથી. એમની ગાદીમાં સર્વ પુરુષો શંકરાચાર્યના નામે જ ઓળખાય છે. તેથી અન્ય શંકરાચાર્યની કેટલીક કૃતિઓ આદ્યશંકરાચાર્યને નામે ચઢી ગઈ હોવાની સંભાવનાને નકારી શકાય એમ નથી.
શંકરાચાર્યના જીવન-કવન અને વાડ્મય વિશેની આટલી સ્પષ્ટતા કર્યા પછી શંકરાચાર્યના જે ગ્રંથો નિર્વિવાદપણે તેમના છે તે લઈ આનંદશંકર કેવલાદ્વૈતનો ગહન અભ્યાસ કરે છે.
વેદાંતસૂત્રનું શારીરિક ભાષ્ય, કેટલાક ઉપનિષદો તથા ગૌડપાદકારિકા ઉપરનાં ભાષ્યો, શ્રીમદ્ભાગવદ્ગીતા ઉપરનું ભાષ્ય અને તે ઉપરાંત કેટલાક પ્રકરણ ગ્રંથો અને પદ્યો નિઃસન્દુિગ્ધ રીતે શંકરાચાર્યના છે એમ આનંદશંકર સ્વીકારે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org