________________
દાર્શનિક ચિંતનવિશ્વ
રૂપે જોવા જોઈએ. એટલું જ નહીં વિવિધ દેશ અને કાલના વિચાર સ્વરૂપોનું તોલન કરવું જોઈએ, જેથી બ્રહ્મવિદ્યાનાં હાર્દરૂપ અને આકસ્મિક તત્ત્વો તારવી શકાય અને તેને આધારે નિગમનો રચી શકાય. આમ, ગ્રંથશ્રવણનો મુખ્ય હેતુ મનન અને નિદિધ્યાસનને સ્વીકારી ગ્રંથશ્રવણ માટે ઐતિહાસિક, તોલન પદ્ધતિ અને નિગમનાત્મક પદ્ધતિનો ઉપયોગ - ‘પરા ગતિ’ માટે કરવો જોઈએ એમ આનંદશંકર જણાવે છે. અસાધારણ પુરુષોએ રચેલા ગ્રંથોના માધ્યમથી જ શ્રવણ કરવું તે સાંપ્રત સમયમાં આદર્શ સ્થિતિ છે.
(૩) વિશ્વમુખે શ્રવણ :
વિશ્વમુખે શ્રવણમાં આનંદશંકર પ્રકૃતિ દ્વારા પરમતત્ત્વનું વિશેષ શ્રવણ કરવાનું સૂચન કરે છે. વિશ્વમુખે શ્રવણના મુખ્ય બે દ્વાર છે :
(૨) આંતર હૃદયગુહા
(૧) બાહ્ય પ્રકૃતિચિત્ર
અર્થાત્ પ્રકૃતિ દ્વારા પરતત્ત્વનું શ્રવણ અને આંતર ગુહામાં પરતત્ત્વનું શ્રવણ.
આ શ્રવણ લૌકિક શ્રવણેન્દ્રિયથી થઈ શકતું નથી, આ સંદર્ભમાં કવિ વર્ડ્ઝવર્થ કહે છે.
66
....it was audible,
Most audible, then, when the fleshly ear,
Overcome by humblest prelude of that strain,
Forgot her functions and slept undisturbed."
અર્થાત્ અલૌકિક સંનિકર્ષ દ્વારા સમગ્ર આત્મા એ પર પદાર્થ સાથે એક થઈ પ્રકાશપૂર્ણ થતાં સાક્ષાત્ અને વગર સાધને જ કશાય વ્યવધાન વિના ૫૨-પદાર્થ ગ્રહણ કરે છે. આને આનંદશંકર શ્રવણનો તૃતીય પ્રકાર ગણાવે છે. અંતે શ્રવણના આ ત્રણેય પ્રકારોનું સારી રીતે અનુશીલન કરવાથી જ શ્રવણ વિધિ સંપૂર્ણ થાય છે એમ આનંદશંકર સિદ્ધ કરે છે. શંકરાચાર્યનું તત્ત્વજ્ઞાન
૯૫
:
Jain Education International
જીવ, જગત અને ઈશ્વરના અંતિમ સ્વરૂપનો તાત્ત્વિક અભ્યાસ કરી તેમના પરસ્પર સંબંધ અંગેના ખુલાસા કરવાનું કામ તત્ત્વજ્ઞાનનું છે. તત્ત્વજ્ઞાનના આ ગંભીર પ્રશ્નોનો ખુલાસો અને પરિપૂર્તિ, બુદ્ધિ તથા હૃદય બંનેને સંતોષ મળે એ રીતે શંકરાચાર્યના કેવલાદ્વૈત સિદ્ધાંતમાં આનંદશંકરને દેખાય છે. આ મહાપ્રશ્નની વિચારણા પૂર્વમાં વેદકાળથી આરંભાયેલી છે, અને પશ્ચિમમાં પણ પ્રાચીન સમયથી થયેલી છે. આનંદશંકરે પૂર્વની અને પશ્ચિમની આ તાત્ત્વિક વિચારણાને ઐતિહાસિક અને તુલનાત્મક પદ્ધતિએ તપાસીને શંકરાચાર્યના કેવલાદ્વૈત સિદ્ધાંતમાં
For Personal & Private Use Only
www.jainelibrary.org