________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ ઃ દર્શન અને ચિંતન
જ મનમાં, વાણીમાં તેમજ કૃતિમાં કોઈ કોઈ વખત પણ અનુભવ્યા હોય તે ‘શ્રોત્રિય’. માત્ર શ્રોત્રિય એટલું જ કહેવાથી ‘સંપૂર્ણ ગુરુત્વમાં જે અપૂર્ણતા રહી જાય છે, તે ‘બ્રહ્મનિષ્ઠ’ પદથી પુરાય છે'. બ્રહ્મનિષ્ઠ એટલે સોપાધિક અને નિરૂપાધિક ઉભય રૂપ બ્રહ્મમાં જે નિતાંત સ્થિત છે તે ‘બ્રહ્મનિષ્ઠ’. આ વિધાનનું તાત્પર્ય સમજાવતાં આનંદશંકર કહે છે :
૯૪
“‘શ્રોત્રિયત્વ’ દ્વારા જ, અર્થાત્ સમગ્ર આત્મામાં પરમતત્ત્વના ગંભીર ધ્વનિનું શ્રવણ કરીને જ બ્રહ્મનિષ્ઠત્વ પ્રાપ્ત થાય છે અને ‘બ્રહ્મનિષ્ઠત્વ' થતાં ‘નાયોઽતોઽસ્તિ દ્રષ્ટા, નાયોઽતોઽસ્તિ શ્રોતા' એ (પરમાત્મા)વિના અન્ય દષ્ટા નથી, શ્રોતા નથી' એમ નિશ્ચય થઈ આત્મા બ્રહ્મભાવ અનુભવે છે. આ રીતે શ્રવણ કરી જેણે બ્રહ્મ ભાવ પ્રાપ્ત કર્યો છે એવા ગુરુ પાસેથી જ ઉપદેશ લેવા શાસ્ત્રોની આજ્ઞા છે, અન્ય પાસેથી નહિ.” (ધર્મવિચાર - ૧, પૃ.૧૫)
(૨) ગ્રંથમુખે શ્રવણ :
શ્રવણનો બીજો પ્રકા૨ ગ્રંથમુખે શ્રવણ છે. અસાધારણ પુરુષોએ રચેલા ગ્રંથોનું શ્રવણ કરવું તેને આનંદશંકર શ્રવણનો ઉત્તમ માર્ગ ગણે છે. આ માર્ગ અંગે આનંદશંકર અધિકાર, વિષય અને પદ્ધતિ એ ત્રણે બાબત ઉપર લક્ષ રાખવાનું કહે છે.
અધિકારની અંતર્ગત સર્વથી અધિક આવશ્યકતા સત્યપરાયણતાની છે. કારણકે ધર્મનો વિષય દેશકાલાદિ સર્વ ઉપાધિથી પર છે. ધર્મના વિષય પ્રત્યે હૃદયમાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત અનુભવાય તો તે વિષયમાં પ્રવેશ કરવાને યોગ્ય અધિકાર પ્રાપ્ત થયો નથી એમ સમજવાનું છે. સત્યપરાયણતા સાથે બીજી આવશ્યકતા જિજ્ઞાસાની છે. આ જિજ્ઞાસા તે માત્ર સાધારણ જાણવાની ઇચ્છા એમ અર્થ નથી પરંતુ ઇચ્છાની સાથે વિષય પ્રતિ હૃદયનો ઉત્કંઠભાવ પણ હોવો જોઈએ અને તે પણ સહજમાં તૃપ્ત થઈ જાય એવો નિર્માલ્ય ન હોવો જોઈએ. આ જિજ્ઞાસાના સંદર્ભમાં આનંદશંકર લખે છે કે -
“શાસ્ત્રમાં કહે છે તેમ અગ્નિથી જ્વલંત કેશવાળો પુરુષ જલાશયમાં જેટલા વેગથી પડવા જાય છે તેટલા વેગથી વ્યવહારથી પર જે પુરુષાર્થભૂત તત્ત્વ છે તેની શોધમાં પ્રવર્તવું જોઈએ. વળી એ પ્રવૃત્તિ શોખરૂપી જ કે ફિલસૂફીના આડંબરરૂપી ન હોતાં પરમપુરુષાર્થ રૂપે સત્ય શોધી કાઢવાની હોવી જોઈએ.” (ધર્મવિચાર - ૧, પૃ.૧૭)
ગ્રંથ શ્રવણના વિષયોમાં ૫૨મ કોટિના તત્ત્વચિંતકો, કવિઓ, ધર્મ પ્રવર્તકો અને બ્રહ્મવેત્તાઓના ગ્રંથોનો સમાવેશ થાય છે.
આનંદશંકરના મતે ગ્રંથ શ્રવણમાં લક્ષમાં લેવાની બાબત પદ્ધતિ છે. ગ્રંથશ્રવણનું પ્રયોજન મનન અને નિદિધ્યાસન છે. ગ્રંથશ્રવણમાં પ્રથમ ગ્રંથના વિષયોની ઓળખ અને વિશ્લેષણ-બ્રહ્મવિદ્યાના વિચાર પ્રવાહોને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં વિકાસની વિચારસરણીઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org