________________
દાર્શનિક ચિંતનવિશ્વ
અનુકૂળ કર્મમાર્ગ, ભક્તિમાર્ગ કે જ્ઞાનમાર્ગ કે એ ત્રણેયને અનુસરે એમ આનંદશંકરનો નિર્ણય છે. ‘શ્રવણ’ નામના એમના એક લેખમાં આનંદશંકર શ્રવણ, મનન અને નિદિધ્યાસન એ શ્રુતિ પ્રતિપાદિત મોક્ષ પ્રાપ્તિનાં ત્રણ સાધનો પૈકી ‘શ્રવણ' વિશે વિશેષ ચર્ચા કરે છે.
'आत्मा वाऽरे श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः ।
44
અર્થાત્ - આત્માનું શ્રવણ કરવું, મનન કરવું, નિદિધ્યાસન કરવું”- એ શ્રુતિ અનુસાર ‘શ્રવણ’, ‘મનન’, અને ‘નિદિધ્યાસન’ એ મોક્ષ પ્રાપ્તિનાં ત્રણ સાધનો મનાયાં છે. આ ત્રણમાં ‘શ્રવણ’ને પ્રથમ સ્થાન મળેલ છે. કારણકે તેના પર જ મનન અને નિદિધ્યાસનનો આધાર છે. મોટા ભાગના ધાર્મિકજનો જે શ્રવણ કરે છે તે માત્ર કૃત્રિમ હોય છે. વસ્તુતઃ કેવા શ્રવણથી લાભ છે ? કેવું શ્રવણ શાસ્ત્રીય છે ? એ વિષે બહુ વિચાર કરવામાં આવતો નથી.
૯૩
શ્રવણનો અર્થગ્રહણ સાથેનો તાત્ત્વિક સંબંધ વસ્તુતઃ ધ્યાનમાં લેવાતો જ નથી. શ્રવણ એટલે માત્ર ‘કાને શબ્દો પડવા દેવા' એટલો જ અર્થ કરવામાં આવે છે, જેને આનંદશંકર ભ્રાંતિમૂલક ગણાવે છે. આનંદશંકરના મતે : “શ્રવણનો આત્મા અર્થગ્રહણ સાથે છે અને અર્થગ્રહણને સ્વતઃ કોઈ ભાષા સાથે સંબંધ નથી.” (ધર્મવિચાર -૧, પૃ.૧૪)
આનંદશંકર શ્રવણના ત્રણ માર્ગ દર્શાવી તેનું વિશ્લેષણ કરે છે :
(૧) ગુરુમુખે શ્રવણ :
શ્રવણનો એક માર્ગ પુરુષ વિશેષરૂપ ગુરુમુખેથી શ્રવણ કરવાનો છે. આ માર્ગ યથાર્થ રીતે ‘મુણ્ડકોપનિષદ'માં બતાવ્યો છે.
“તદ્ધિજ્ઞાનાર્થ ગુરૂમેવામિ છેત્ સમિત્પાનિ: શ્રોત્રિયં બ્રહ્મનિષ્ઠમ્' (મુંડકોપનિષદ્ : ૧-૧-૧૨)
અર્થાત્ - ‘એના વિજ્ઞાનાર્થે સમિત્પાણિ થઈ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુની જ પાસે જવું’ એ પ્રમાણે શ્રુતિની આજ્ઞા છે. મુણ્ડકોપનિષદની આ વિધિનું રહસ્ય સમજાવતાં આનંદશંકર કહે છે :
“‘સમિત્પાણિ’ થઈ એટલે હાથમાં સમિધ લઈ ગુરુની પાસે જવામાં ગુરુશુશ્રુષા કરવા ઉપરાંત રહસ્ય એવું છે કે અગ્નિહોત્રનું તત્ત્વ સમજી, તે આચરી, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા જતાં હૃદયના કામક્રોધાદિ વિકારરૂપી સમિધને બ્રહ્મજ્ઞાનના અગ્નિમાં હોમી દેવા મુમુક્ષુએ સજ્જ રહેવું.” (ધર્મવિચાર - ૧, પૃ. ૧૪)
ગુરુ - ‘શ્રોત્રિય’ ‘અને ‘બ્રહ્મનિષ્ઠ’ હોવો જોઈએ. આ બન્ને શબ્દોના આનંદશંકર અનુસાર અર્થ એ છે કે : ‘શ્રુતિ’ એટલે યોગ્ય કર્ણને વિશ્વતંત્રમાં સંભળાતા ‘પર’ના ઊંડા ભણકા૨, અને એ ભણકાર જેણે સમગ્ર આત્મામાં, મગજમાં તેમજ હૃદયમાં, ઈન્દ્રિયોમાં તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org