________________
(2O
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
શુદ્ધાદ્વૈતમાં આત્માઓ અનેક અને પરસ્પર ભિન્ન છે પણ પરમાત્માના અંશ છે એમ જણાવી અંશ અંશીનું ધ્યાન કરે તેમ આત્મા પરમાત્માનું ધ્યાન કરે છે એવો સિદ્ધાંત છે.
આ બંને સિદ્ધાંતોથી વધુ સૂક્ષ્મ અને ઉચ્ચતર સિદ્ધાંત કેવલાદ્વૈતમાં રહેલો છે તેમ આનંદશંકર માને છે.
કેવલાદ્વૈત પ્રમાણે તો મિથ્યા ઉપાધિથી જ ભેદો પ્રતીત થાય છે. વ્યષ્ટિ ઉપાધિને લઈને જે જીવ કહેવાય છે તે જ સમષ્ટિ ઉપાધિને લઈ ઈશ્વર યા સગુણ બ્રહ્મ છે અને ઉપાધિરહિત સ્વરૂપે નિર્ગુણ બ્રહ્મ અથવા પરબ્રહ્મ છે. કેવલાદ્વૈતમાં સ્વરૂપભૂત પરમાત્માનું જ્ઞાન એ જ પરમ પુરુષાર્થ વા પરમ પુરુષાર્થનો માર્ગ ઠરે છે – પરમાત્માનું જ્ઞાન એટલે કે, નહિ આત્માનો પ્રકૃતિથી વિવેક માત્ર, અને નહિ પુરુષોત્તરનો અનુગ્રહ કે પુરુષાન્તર સાથે – નિઃસંગપણારૂપીસામ્યપ્રાપ્તિ. એવો અર્થ આનંદશંકર ફુટ કરે છે.
ન્યાય અને વૈશેષિક દર્શનમાં જીવ-ઈશનું વૈત મનાયું છે. આનંદશંકરે વૈતવાદીઓના આવા પુરુષાર્થને - સ્વાભાવિક રીતે "Individualistic' - વૈયક્તિક ગણાવ્યો છે. કેમ કે એમાં સંગત રીતે (Consistently) પરમાત્માને કશું જ સ્થાન હોતું નથી. આ સંદર્ભમાં સાક્ષાત્કારનું સ્વરૂપ સમજાવી આનંદશંકર અદ્વૈતની અનિવાર્યતા દર્શાવે છે. તેમના મતે :
આત્મા જે કંઈ પ્રાપ્ત કરી શકે તે આત્મામાં જ, આત્મા પોતામાંથી કૂદકો મારીને બહાર જઈ શકે જ નહિ - અને તેથી જો પરમાત્મસાક્ષાત્કાર એ પરમ પુરુષાર્થ હોય તો પરમાત્માને આત્મામાં જ રાખવો જોઈએ, આત્માની બહાર નહિ. આત્મા એવો કાંઈ જડ પદાર્થ નથી કે બીજા પદાર્થ જોડે બહારથી ભળી શકે – જેમ એક લાકડું બીજા લાકડા સાથે જોડાય તેવી રીતે. એનો તો આંતરસંબંધ જ સંભવે, અને તેથી આ આંતરસંબંધ પૂરતો દ્વતનો નિષેધ સર્વથા આવશ્યક છે.” (ધર્મવિચાર - ૧, પૃ. ૧૩૧-૧૩૨)
ન્યાય -વૈશેષિકની જીવ-ઈશના સંબંધ પરત્વે જે ખામી ઉપર બતાવી એમાં જ એ દર્શનોની લોકપ્રિય થવાની અનુકૂળતાને આનંદશંકર જુએ છે. આ દર્શનોનો ઈશ્વરને અનુમાનથી સાબિત કરવાનો પ્રયત્ન સામાન્ય જનને આત્યંતિક દુઃખ નિવૃત્તિ માટે વધુ પસંદ પડે એ સ્વાભાવિક હતું. તેમાં બૌદ્ધ ધર્મ કરતાં વિશેષ ગુણ એ હતો કે બૌદ્ધ ધર્મ આત્માને સ્વીકારતો નથી, જ્યારે ન્યાય-વૈશેષિક આત્માને સ્વીકારે છે. આથી બૌદ્ધ ધર્મ સામે આ બ્રાહ્મણદર્શન ટક્કર લઈ શક્યું. સામાન્ય બ્રાહ્મણધર્મના ગૃહસ્થીઓને આ દર્શન અનુકૂળ પડવાનું કારણ એ હતું કે તેમાં વ્યવહારિક વિષયમાં અને ધર્મના અનુસરણમાં સ્પષ્ટ માર્ગદર્શન રહેલું છે. પરંતુ આનંદશંકર કહે છે કે, આવું દર્શન સામાન્ય ચાલતા ધર્મમાં આત્માને ટકાવી રાખે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org