________________
દર
विपर्ययनिरूपणम् ।
[ ૨. ૨૨.
હું ૧ સૂત્રમાં “યથા શબ્દ ઉદાહરણના ઉપન્યાસ માટે છે. હવે પછીના સૂત્રોમાં જ્યાં જ્યાં “યથા” શબ્દ આવે તે ઉદાહરણ માટે જાણવો. રજતના આકાર વિનાની છીપમાં “આ રજત-ચાંદી છે, એટલે કે રજતાકારવાળી છે એવું જે ભાન તે વિપર્યય અર્થાત વિપરીત ખ્યાતિ કહેવાય છે–એમ સૂત્રને અર્થ સમજવો. અહીં સૂત્રમાં તિ શબ્દ ઉલ્લેખ-જ્ઞાનને પ્રકાર બતાવવા માટે છે. હવે પછીના સૂત્રોમાં પણ તિ શબ્દ ઉલ્લેખના અર્થને સૂચક જાણો. આ સૂત્રને માત્ર ઉદાહરણ સૂત્ર સમજવું, એટલે તે પ્રત્યક્ષને યોગ્ય વિષયમાં થનાર પીતશંખાદિ વિપર્યય જ્ઞાનેનું અને પ્રત્યક્ષથી ભિન્ન પક્ષ પ્રમાણને યોગ્ય વિષયમાં થનાર હેવાભાસાદિથી ઉત્પન્ન થનાર વિપર્યય જ્ઞાનનું સૂચન કરવા માટે છે એમ સમજવું.
હું ૨ આ બાબતમાં વિવેકાખ્યાતિવાદી (પ્રાભાકર) આ પ્રમાણે કહે છે – વિવાદાસ્પદ છીપમાં “આ રજત છે” એવું જે જ્ઞાન છે, તેને વિપર્યય-વિપરીત
ખ્યાતિ કહેવી ન જોઈએ. કારણ કે–વિચાર કરતાં તે જ્ઞાન વિપર્યયરૂપે સિદ્ધ થઈ શકતું નથી અને જે પદાર્થ વિચારતાં જે રીતે સિદ્ધ ન થાય તે રીતે તેને સ્વીકાર ન જોઈએ. જેમકે-જે સ્તંભ છે તે વિચાર વડે કુંભરૂપે સિદ્ધ થત નહીં હોવાથી કુંભરૂપે માન્ય થતો નથી.
“વિચાર કરતાં તે જ્ઞાન વિપર્યયરૂપે સિદ્ધ થઈ શકતું નથી આ હેતુ અસિદ્ધ નથી, એટલે કે વિચારથી વિપર્યય સિદ્ધ થતો નથી, તે આ પ્રમાણે-જ્ઞાનમાં વૈપરીત્ય એટલે શું? જ્ઞાન વડે અર્થ ક્રિયાકારિપદાર્થને પ્રત્યય નથી થતો એ વૈપરીત્ય કે અન્યથાપ્રથન એટલે કે જે રૂપે હોય તેથી વિપરીતરૂપે જ્ઞાન થવું તે વપરીત્ય છે ? પ્રથમ પક્ષ માનો તો-વિવાદાસ્પદ જ્ઞાનથી જાણેલ પદાર્થમાં અર્થ કિયાને જ અભાવ છે કે પદાર્થવિશેષ રજતથી સાધ્ય એવી અથક્રિયા નથી ? શુક્તિછીપથી સાધ્ય અર્થકિયા વિદ્યમાન હોવાથી પહેલે પક્ષ ગ્ય નથી. બીજા પક્ષે પૂછવાનું કે તે અર્થકિયા જ્ઞાનકાળે નથી કે કાલાન્તરમાં પણ નથી ? જ્ઞાનકાળમાં નથી એમ કહે તે-સત્યજિતના જ્ઞાન પ્રસંગે પણ જ્ઞાનકાલે ક્યાંઈ અર્થ કિયા નથી. કાલાન્તરમાં પણ નથી એમ કહો તે-અતિપ્રચંડ વાયુના વેગથી જલદી નાશ પામનાર પાણીના પરપોટાઓમાં પણ તે નથી કારણ કે જ્ઞાન પછી તરત જ પરપોટાઓને જ નાશ થઈ ગયેલ હોવાથી તેની અWકિયા સંભવતી જ નથી. માટે અર્થ ક્રિયાવિષયક આ વિક૯પ કંઈ પણ ઇષ્ટસાધક નથી.
તે પછીના બીજા વિકલપ અન્યથાપ્રથન વિષે પૂછવાનું કે–તે રજતજ્ઞાનની તેવા પ્રકારની વિપરીતતા સ્વયં તે જ્ઞાન પિતે જ જાણે છે કે તેના પહેલાનું જ્ઞાન જાણે છે કે તેના પછીનું જ્ઞાન જાણે છે? જ્ઞાન પોતે જ જે પોતાનું વિપરીત્ય જાણતું હોય તે પ્રમાતાની પ્રવૃત્તિ થાય જ નહીં. માટે જ્ઞાન પોતે પોતાનું વપરીત્ય જાણે છે એમ કહેવાયું નહીં. તેની પહેલાંના જ્ઞાનથી વિપરીત્ય જણાય છે, એમ માને તે–તે પૂર્વકાલિકજ્ઞાન પિતાના અસ્તિત્વ કાલે એટલે કે વિપર્યયજ્ઞાનેપત્તિ થયા પહેલાં જ વિપર્યયને જાણે છે કે વિપર્યય જ્ઞાનના કાળમાં પોતાના અસ્તિત્વકાળમાં તે જ્ઞાન વિપર્યય જાણી શકશે નહીં, કારણ કે-તે કાળે વિપર્યયના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org