SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. ૨, ] प्रमाणलक्षणम् । णात्मनः स्वार्थसंवित्फलस्यानुपपतेः । न ह्यव्यापृत आत्मा स्पर्शादिप्रकाशकः, सुपुप्तावस्थायामपि प्रकाशप्रसङ्गात् । न च नदानामिन्द्रियं नान्ति, यतस्तदभावः स्यात् । હદ અને સંપૂર્ણ લક્ષણવાક્ય તે–પરતીર્થિક-યાયિકાદિ અન્ય દાર્શનિકે એ કપેલ– અર્થની ઉપલધિ-જ્ઞાનમાં હેતુ તે પ્રમાણુ” વિગેરે પ્રમાણના લક્ષણોના ખંડન માટે જાણવું. તે આ પ્રમાણે-અર્થજ્ઞાનને હતું તે પ્રમાણુ”-આમાં હેતુને અર્થ સાક્ષાનું હતુ કે પરંપરાઓ હેતુ હોય તે પ્રમાણ છે? પરંપરા હેતુ અર્થાત્ કારણ પ્રમાણ છે-એમ કહો તે ચકાની જેમ અંજનાદિ પણ પ્રમાણે બની જશે કારણ કે જેમ ચક્ષુ જ્ઞાનમાં કારણ છે, તેમ અંજનાદિ ચક્ષુની નિર્મલતામાં અને નિર્મલતા જ્ઞાનમાં કારણ હોઈ તે જ્ઞાનનું પરંપરાએ કારણ છે જ. સાક્ષાત્કારરૂપ ઈન્દ્રિયે જ પ્રમાણ છે–એમ કહે તે ઇન્દ્રિય એટલે દ્રવ્યેન્દ્રિય કે ભાવેન્દ્રિયને પ્રમાણ માનશે? બેન્દ્રિયમાં પણ તે ઉપકરણરૂપ કે નિવૃત્તિરૂપ બેન્દ્રિય સમજવી? “ઉપકરણરૂપ દ્રવ્યેન્દ્રિય પ્રમાણ છે” એ પ્રથમ પક્ષ તે કહી શકાય તેમ નથી. કારણ કે તે તે માત્ર નિવૃત્તિરૂપ દ્રવ્યેન્દ્રિયને સહાયક બનવામાં જ ચરિતાર્થ છે. નિવૃત્તિરૂપ બેન્દ્રિય પ્રમાણ છે” એ બીજો પક્ષ પણ યોગ્ય નથી. કારણ કે તેમાં ભાયિનું વ્યવધાન હોઈ તેને સાક્ષાત્કારણ કહી શકાય નહિ. ભાવેન્દ્રિય પ્રમાણ હોય તે-લબ્ધિલક્ષણ ભાવેન્દ્રિય કે ઉપ ગ લક્ષણ ભાવેન્દ્રિય પ્રમાણ છે? લબ્ધિલક્ષણ ભાવેન્દ્રિયને પ્રમાણ કહી શકાશે નહીં. કારણ કે તે અર્થગ્રહણમાં શકિતરૂપ એટલે પશમરૂપ છે, અને તેમાં તે અર્થગ્રહણવ્યાપારરૂપ એટલે ઉપગરૂપ ઇન્દ્રિયનું વ્યવધાન છે. અને ઉપ ગરૂપ ભાવેન્દ્રિયને પ્રમાણ કહો તે-અમે એ પ્રમાણના કરેલ લક્ષણને જ બીજી શબ્દોમાં તમે કહ્યું. માટે અર્થોપલબ્ધિ-અર્થજ્ઞાનમાં સાક્ષાત હેતુને પ્રમાણ માનતા હે તે તે હેતુ તમે માનેલ ઈન્દ્રિય નહીં, પણ જ્ઞાન જ છે. શા-તમે બતાવેલ ઉપગ-જ્ઞાનરૂપ ઈન્દ્રિય છે જ નહિ. તેથી ભૂતથી બનેલ ઈન્દ્રિયે અપલબ્ધિમાં સાક્ષાત્કારણ છે–એમ માનવું જોઈએ. સમાધાન–આમ ન કહી શકાય. કારણ કે આત્માના વ્યાપાર વિના સ્વપરજ્ઞાન રૂપ ફલ સિદ્ધ થઈ શકતું નથી. માટે આત્માના વ્યાપારરૂપ ભાવેન્દ્રિયને માનવી જોઈએ. કારણ કે વ્યાપાર રહિત આત્મા સ્પર્ધાદિ અર્થને પ્રકાશક બનતું નથી. અન્યથા નિદ્રાવસ્થામાં વ્યાપારરહિત હોવા છતાં સ્પશદિ અર્થન તે પ્રકાશક બની જશે, નિદ્રાવસ્થામાં પણ ઈન્દ્રિય વિદ્યમાન તે છે જ. આથી નિદ્રામાં પણ આત્મા અર્થ પ્રકાશક બનવું જોઈએ. બનતે તે નથી. (प)परपरिकल्पितस्येति नैयायिकादिपरिकल्पितस्य । अर्थोपलब्धिहेतुत्वादेरिति अर्थोंपलब्धिहेतुः प्रमाणम् । परम्पराहेतुर्वेति प्रामाण्येन । अञ्जनादेरपीति तस्यापि चक्षुर्नेमल्यकरणादिना अर्थोपलब्धिहेतुत्वात् । उपकरण[रूप]मिति इन्द्रियशक्तिरूपम् । निर्वृत्तिरूपमिति निर्वृत्तिद्धिविधा वहिनिवृत्तिः अन्तनिवृत्तिः । वहिनिर्वृत्तिः श्रौत्रादिपु कर्णशप्कुल्यादिरूपा । अन्तर्नित्तिस्त्वेवम्कदम्बपुष्पगोलकाकार श्रोत्रम् । मसूराकारं चक्षुः । अतिमुक्तकपुप्पाकारं घ्राणेन्द्रियम् । क्षुरप्रसंस्थानं रसनम् । नानाकारं स्पर्शनम् । अर्थग्रहणशक्तिरूपस्येति क्षयोपशमरूपस्य । तेनेति उपयोगेन । For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy