SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. ૨૭] केवलिनः कवलाहारसिद्धिः । તે દીવાના પ્રકાશ સાથે પણ વિરોધ છે જ અને તે રીતે હથેળીમાં રહેલ આહારના જ્ઞાનની ઉત્પત્તિને કારણે આપણામાં પણ કવલાહારને અભાવ થઈ જશે. આ પ્રકારે તમારી આ નવીન તત્ત્વાલકનની કુશલતા પણ આશ્ચર્યરૂપ છે. કારણ કે આથી તે તમારે પણ આડારની અપેક્ષા નડીં રહે. જે આપણામાં જ્ઞાન અને કવલનીય પુલના વિરોધની પ્રતીતિ હોય તે તેને આધારે કેવલીમાં પણ જ્ઞાન અને કવલાહારના પુલના વિરોધની પ્રતીતિ કરી શકાય જેમ કે કવયં અતનું સર્વજ્ઞત્વ તે આપણને પ્રત્યક્ષ નથી. છતાં પણ આપણામાં જ્ઞાનની તરતમતાને જે બેધ છે તે જ્ઞાનની સર્વવિષયતા સિદ્ધ કરે છે. અર્થાત જેવી રીતે આપણામાં જ્ઞાનતારતમ્યતાને જે અનુભવ છે, તેને આધારે આપણે જ્ઞાનની સર્વવિષયતા સિદ્ધ કરીએ છીએ, જે કે સર્વજ્ઞ આપણને પ્રત્યક્ષ નથી. તેવી જ રીતે આપણામાં જ્ઞાન અને આહારનો વિરોધ અનુભવાય તે જ સર્વજ્ઞમાં પણ તે વિરોધ છે એમ સિદ્ધ કરી શકાય. પણ આપણામાં તે જ્ઞાન અને આહારને અવિરેધ છે. પત્રાદિ સાથે પણ સહાનવસ્થાનરૂપ વિરોધ યોગ્ય નથી, કારણ કે અન ભગવાન તે કરપાત્રી હોય છે. અને સામાન્ય કેવલીના જ્ઞાન સાથે પાત્રાદિને વિરોધ કર્યું તે-શું પાત્રના સ્વરૂપ માત્રથી વિરોધ છે કે પાત્ર પ્રત્યે મમત્વને કારણે? વરૂપમાત્રથી વિરોધ કહો તે તે અનન્તર કહેલ કવલનીય પુલના વિરોધના ખંડનથી ખંડિત થઈ ગયેલ છે, અર્થાત જેમ આપણા જ્ઞાન અને પાત્રને વિરોધ નથી તેમ સામાન્ય કેવલીના સર્વજ્ઞત્વને અને પાત્રને કશે વિરોધ નથી. મમત્વને કારણે પણ વિરોધ ઘટી શકતું નથી. કારણ કે અરિહંત ભગવાન કે સામાન્ય કેવલીઓ નિર્મોહી છે. માટે તેઓને પાત્રાદિમાં મમત્વભાવ ઘટી શકતા નથી. જે પાત્રાદિ હોય તે મમત્વ થાય જ એ પણ નિયમ નથી, કારણ કે જે એ નિયમ માનવામાં આવે તો શરીર હોવાથી તેમાં પણ મમત્વભાવની ઉત્પત્તિ માનવી પડશે. કારણ કે-સામાન્યલક (આમ જનતા)માં પાત્રાદિ અને શરીર એ બને હોય છે ત્યારે તેઓનું તે બન્નેમાં મમત્વ જોવામાં આવે છે. અર્થાત્ શરીર હોવા છતાં જેમકેલીઓને તેમાં મમત્વભાવ નથી, તેમ પાત્રાદિ હોય છતાં તેમાં કેવલીઓને મમત્વભાવ હોતું નથી. ઔદારિક શરીરને પણ સર્વજ્ઞત્વ સાથે વિરોધ નથી. કારણ કે-જે વિરોધ હોય તે કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય કે તરત જ તે દારિક શરીરને અભાવ થઈ જ જોઈએ પરંતુ થતું નથી. માટે વિરોધ નથી. (૧૦)-મારતાક્ષરાતિ મહાનિમીયાકિન 1 રનેતિ મારા / (ટિ) વઢની નિતિ મનાવું શાન અચમ્ ! તદુદાતિ નીવવાનયનकारणम् । तथा स्यादिति अस्मद्ज्ञानमपि कवलाहारेण विरुद्धं भवेत् । न तथेति अन्धकारनिकुरुम्बं प्रदीपेन समं विरुद्ध न । तथा चेति कयलाहारज्ञानयोविरोधसद्भावे सति हस्तस्थितकवलज्ञानमध्यस्माकं न स्यात् । स्वल्पमा यस्मज्ञान तथा निमूटनाशमासादयेत् । अस्मदादावित्यादि । तयोरिति ज्ञानकवलनीयाहारपुद्गलयोः । अवबोध इति विरोधज्ञानमिति । तत्रेति सर्वज्ञत्वे । तत्प्रतिपत्तौ विरोध. केवलावरणकर्मणारिति अन्तरायक्षयात् प्राप्नोति आतुं शक्नोति केवलं न पलायते इत्यधिकं मुद्रिते. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy