________________
૨, ૨૬] * ar૪ જ્ઞાનવત્વનિરાશા .
२०३ તમારા હેતુમાં અસિદ્ધિ (અન્યતરસિદિ) નામને દોષ આવશે કારણ કે અમે ભૂ-ભૂધરાદિને દ્રવ્યરૂપે નિત્ય માનીએ છીએ.
યાયિક-ભૂ-બુધાદિ ઉત્પત્તિમાન છે, અવયવી હોવાથી. જે અવયવી હોય તે ઉત્પત્તિમાન હોય છે, જેમકે કમળ. ભૂ-ભૂધરાદિ પણ અવયવી છે, માટે ઉત્પત્તિમાન છે-આ અનુમાનથી ભૂ-ભૂધરાદિની નિત્યતા મૂળમાંથી ઊખડી ગઈ. - જૈન - તમારું આ કથન ચતુર પુરુપના વ્યાપારને સૂચવતું નથી. કારણ કે તમે ભૂ-ભૂધરાદિને અવયવી માનીને તેમાં નિત્યતાને નિષેધ કર્યો પણ અમે પૂછીએ છીએ કે ભૂભૂધરાદિ અવયવોથી ઉત્પન્ન થાય છે માટે અવયવી છે કે અવયવના સમૂહમાં રહે છે માટે અવયવી છે? પ્રથમ પ્રકાર તે બુદ્ધિમાન પુરુ એ ધ્યાનમાં લેવા જેવું નથી કારણ કે પૃથ્વી પર્વત આદિ દ્રવ્યો સર્વથા નવીનરૂપે અવયવના સમૂહથી ઉત્પન્ન થયાં છે એવી અને પ્રતીતિ નથી અર્થાત અનાદિ કાલથી પૃથ્વી પર્વતાદિ કોઈ ને કેઈફ પે વિદ્યમાન છે-એવી પ્રતીતિ અમને છે. અવયવના સમૂહમાં રહે છે માટે અવયવી છે-એ બીજો ભેદ કહો તે બધા અવયવમાં રહેનાર અવયવસ્વરૂપ સામાન્યથી હેતુ વ્યભિચારી બને છે. અર્થાત અવયવત્વ અવયવોમાં રહે છે છતાં અવયવી નથી એટલે જે અવયવમાં રહે તે “અવયવી એમ કહી શકાય નહીં. કારણ કે, “આ અવયવ છે, આ અવયવ છે એ રીતે પ્રતીતિને વિષય બનનાર અવયવત્વ અવયવના સમૂહમાં રહેનારું છે, છતાં તે ઉત્પત્તિને પરાધીન નથી અર્થાત ઉત્પન્ન થતું નથી, કારણ કે તે નિત્ય છે.
નિયાયિક-આવા દુષ્ટ વિકપની જાળ કરવાની કંઈ પણ જરૂર નથી. કારણ કે પદ્મ, પત્ર, પાત્ર, દાત્ર (દાતરડું) આદિ અવયવી વાદિવૃન્દને કોઈ પણ વિવાદ વિના પ્રસિદ્ધ જ છે.
જૈન-અવયવી પ્રતીત નથી એમ નથી. પણ એમ તે આત્મા પણ વિવાદ વિના અવશ્ય પ્રતીત જ છે. છતાં તે ઉત્પત્તિમાન નથી. આ પ્રકારે અવયવ સમૂહમાં રહે છે એ હેતુ અનુમેય (પક્ષરૂપ ભૂભૂધરાદિ), તતુલ્ય (સપક્ષરૂપ ઉ૫ત્તિમાન અન્ય ઘટપટાદિ) તથા તદ્વિરુદ્ધ (વિપક્ષરૂપ ઉત્પત્તિ ૨હિત અવયવત્વરૂપ સામાન્ય) માં રહે છે, માટે તે હેતુ અનેકાન્તિક છે. આમ તમારા હેતુ વડે પર્વતાદિની અનિત્યતા સિદ્ધ થતી નથી. માટે તેની દ્રવ્યરૂપે નિત્યતા સિદ્ધ જ છે.
જે પર્યાયરૂપે પૃથ્વી પર્વતાદિની ઉત્પત્તિ નિમિત્તને આધીન છે-એમ કહો તે તે ગ્ય નથી, કારણ કે મનુષ્ય-દેવ વિગેરે પર્યાયરૂપે આત્મા પણ ઉત્પન્ન થતો હોવાથી તેને પણ બુદ્ધિમાન દ્વારા જન્ય માનવાને પ્રસંગ આવશે. અર્થાત્ આત્મા પણ બુદ્ધિમાને બનાવેલ છે એમ માનવું પડશે.
(१०) प्रतिवादिनेति जैनेन । नैतद्धीमवृत्तीत्यादि सूरिवाक्यम् । अभूतपूर्व मिति । यथा किलाभूतपूर्व घटादि अवयववृन्देन निर्वय॑ते, तथा न पर्वतादि, सिद्धत्वात् तेषाम् । प्रतिवादिन રૂતિ બૅનય અવયવનેતિ નવયવવસામાન | રાયમાનતિ મનૈwારિતતા !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org