________________
૨૮૬ तमसो भावरूपत्वम्
[ ૨. ૨૨ વળી, અન્ધકાર અભાવ સ્વરૂપ નથી. પ્રાગભાવાદિ સ્વરૂપ ન હોવાથી, આકાશની જેમ. આ અનુમાનમાં હતુ અસિદ્ધ નથી. તે આ પ્રમાણે-આલેકના પ્રાગભાવરૂપ, પ્રäસાભાવરૂપ, ઇતરેતરાભાવરૂપ કે અત્યન્તાભાવરૂપ અંધકાર છે? આલોકને પ્રાગભાવ અંધકાર હોય તો તે કોઈ એક આલેકનો છે કે અનેક આલાકનો છે? કઈ એક આલેકને પ્રાગભાવ અધિકાર છે, એવું કહી શકાશે નહીં. કારણ કે દીવાના પ્રકાશની જેમ સૂર્યના પ્રકાશથી પણ અન્ધકાર નાશ પામે છે. જે જેને પ્રાગભાવ હોય તે તેનાથી જ નિવૃત્ત થાય છે. જેમકે-પટને પ્રાગભાવ પરથી નાશ પામે છે. પણ અધકાર તે એકને બદલે અનેકથી નષ્ટ થતું હોવાથી કોઈ એક આલેકના પ્રાગભાવરૂપ નથી. અનેક આલેકના પ્રાગભાવરઅલ્પકાર છે, એમ પણ કહી શકશે નહીં, કારણ કે કોઈ પણ એક પ્રકાશથી અન્ધકાર નાશ પામે છે. અહીં પણ ઉપરની જેમ પરપ્રાગભાવનું દષ્ટાન્ત સમજી લેવું.
શંકા-તે તે આલેકથી નાશ પામનાર અધિકાર જુદા જુદા છે. પ્રદીપાદિથી જે અન્ધકાર નષ્ટ થાય છે, તેથી જુદે જ અધકાર સૂર્યાદિથી નાશ પામે છે. અને તે સૂર્યાદિથી નષ્ટ થનાર અન્ધકાર પ્રદીપ સમયે સૂર્યાદિ ન હોવાથી નાશ પામતું નથી. આથી તમે જે એમ કહ્યું કે અલ્પકાર કઈ પણ એકથી નષ્ટ થઈ જાય છે તે હેતુ અસિદ્ધ છે.
સમાધાન—તમારું આ કથન યુક્ત નથી કારણ કે સંપ્રતિપન્ન-સુજ્ઞાત અન્ય અધકારની જેમ જે તે હોય તે પ્રદીપદ્વારા જે પ્રદેશમાં અન્ધકાર નષ્ટ થયે હોય તે પ્રદેશમાં સૂર્ય દ્વારા નષ્ટ થનાર અન્ય અંધકાર દેખાવો તે જોઈએ કારણ કે તે દર્શનવ્ય છે. પણ તે દેખાતે તે નથી. માટે ત્યાં અન્ધકાર નથી એમ જ માનવું જોઈએ. વળી, જે અન્ધકાર પ્રાગભાવરૂપ હોય તે પ્રદીપપ્રભાની ધારાને નાશ થયા પછી અકારની ઉત્પત્તિ થવી ન જોઈએ. કારણ કે પ્રાગભાવ અનાદિ છે.
| નિવયંમાન-નિવૃત્ત થનાર હોવાથી અન્ધકાર આલેકના પ્રવ્રુસાભાવરૂપ નથી, જેમ પ્રાગભાવરૂપ નિવલ્યમાન હોવાથી પ્રવ્રુસાભાવરૂપ નથી, તેમ નિવત્યે માન હોવાથી અધકાર પણ પ્રર્વસાભાવરૂપ નથી.
અન્ધકાર એ ઇતરેતરાભવરૂપ પણ નથી. કારણ કે જે તેમ હોય તો સૂર્યનું પ્રચંડ તેજ ફેલાવા છતાં અંધારી રાત્રિની જેમ દિવસે પણ અધકારની પ્રતીતિ થવી જોઈએ પણ થતી તા નથી. માટે અન્ધકાર આલેકના અન્યોન્યાભાવરૂપ પણ નથી.
અન્ધકાર આલોકના અત્યન્તાભાવરૂપ પણ નથી. કારણ કે અધકારના કારણ સમૂહની ઉપસ્થિતિ હોય છે, ત્યારે તે ઉત્પન્ન થાય છે. અર્થાત્ તમારા મતે અત્યન્તાભાવ નિત્ય છે. એથી તે ઉત્પતિ કે નાશ રહિત છે. પરંતુ અન્યકાર તે પિતાના કારણ સમૂહના ગે ઉત્પન્ન થાય છે, અને પ્રકાશના યોગે નાશ પણ પામે છે. માટે અધિકાર આલોકના અત્યન્તાભાવરૂપ પણ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org