________________
૨૭% तमसो भावरूपत्वम् ।
[ ૨. ૨૨ યને સંભવ થઈ જશે, અને નાશ પામતા એક પદાર્થમાં સમવાયને અભાવ થવાથી સમસ્ત પદાર્થોના સમવાયને અભાવ થઈ જશે.
નિયાયિક-સમવાય એક હોવા છતાં તે તે અવરછેદક–વિશેષણના ભેદથી તેમાં ભેદની વ્યવસ્થા થઈ શકે છે.
જેન–એમ માનવામાં તો સમવાય એકાતે એક નહિ પણ અનેક થઈ જશે, કારણ કે અનેક પુરુષો થી અવછિન્ન-વિશિષ્ટ પર્વદા-સભા આદિ પણ એક હોવા છતાં તેટલા સ્વભાવવાળી હોવાથી અર્થાત જેટલા અવચ્છેદક હોય તેટલા સ્વભાવ-વિશેષોવાળી હોવાથી કથંચિત અનેક છે. વળી, તમારા મતે સમવાય અપ્રશ્રુત, અનુત્પન્ન અને સ્થિરેક સ્વરૂપ હોવાથી તે તેવા જ પ્રકારના આકાશ, સામાન્ય આદિ પદાર્થોમાં આશ્રિત થઈને રહેશે પણ તેથી વિલક્ષણ કાર્યક્રવ્યોઅનિત્ય દ્રવ્યમાં આશ્રિત થઈને રહેશે નહીં.
નૈયાયિક-સમવાય નિત્ય છે છતાં પણ તે જ્યારે દંડચકાદિ અથવા તુરિમાદિરૂપ સહકારી કારણને સમૂહ આવી પડે છે, ત્યારે તેના પ્રભાવથી તે તે ઘટ કે પટરૂપ કાર્યમાં સ્વીકારવામાં આવે છે, એટલે કે-નવ સમવાય ઉત્પન્ન થતા નથી પણ નવા ઉત્પન્ન થતા તે તે કાર્યમાં તે છે, એમ માનીએ છીએ.
જૈન-તમારી આ માન્યતા પણ તિરસ્કૃત છે, કારણ કે-સમવાયના અપ્રચ્યુંતાદિ સ્વભાવના પ્રભાવને કારણે તે તે સહકારી કારણે સદૈવ સન્નિધિવાળાં જ થઈ જશે, અર્થાતુ સમવાય નિત્ય એકરૂપ હોવાથી જે પ્રથમથી સહકારી-કારણના સંબંધમાં હોય નહીં તે પછી પણ થાય નહીં, માટે તે તે સહકારી કારનું સાનિધ્ય સદેવ સ્વીકારીએ તે જ સમવાયના તે સ્વભાવ સાથે સંગત થાય, અને તેમ છતાં સમવાયી કારણની વાત પણ અસ્ત (નષ્ટ) થઈ ગઈ. અર્થાત સમવાય જ સિદ્ધ ન થયો તે પછી સમવાયી કારણ કોને કહી શકાશે? કારણ કેસમવાયથી જેમાં કાર્ય ઉત્પન્ન થાય તેને જ તમે સમવાયી કારણ કહો છે, તે તમેએ સ્વીકારેલ સમવાય જ જ્યાં સિદ્ધ થતું નથી ત્યાં સમવાયી કારણની કથા-વાર્તા પણ કઈ રીતે થઈ શકશે?
ઉપરોક્ત રીતે સમવાયી કારણ જ સિદ્ધ ન થયું તે પછી અસમવાયી કારણું પણ કઈ રીતે સિદ્ધ થાય ? કારણ કે, “સમવાયી કારણને જે પ્રત્યાસન્ન છે, તે અસમવાયી કારણ છે એ અસમવાયી કારણનું લક્ષણ છે. તે જે સમવાયી કારણ જ નથી તો અસમવાયી કારણ કઈ રીતે સિદ્ધ થઈ શકે? અર્થાત સિદ્ધ થઈ શકે નહીં.
અને તે રીતે સમવાયી કારણ અને અસમવાયી કારણ સિદ્ધ ન થાય, તે તે બે સિવાય બાકી રહેલ નિમિત્ત કારણની પણ કંઈ વ્યવસ્થા થઈ શકશે નહીં.
(प.) तदुपपत्ताविति यथाकाशस्यापि अवच्छेदकमेदान्नानात्वं घटाकाशं पटाकाशमिति एवं समवायस्यापि नानात्वम् । तावत्स्वभावभावेनेति यावन्तोऽवच्छेद काम्तावद्धा मेदप्रसक्तिः। एताद्द
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org