________________
૨. ૨૨ ] तमसो भावरूपत्वम् ।
१७१ भावप्रतिपेधाभिधायकत्वात् । अत एव हि कुम्भस्य प्रध्वंस इति सोपपदानामेपां प्रयोगोपपत्ति: । यदि तु तमःप्रभृतिशब्दा अपि तत्लमानार्थतामाबिधीरन , तदानीं 'कुम्भस्याऽभावः' इतिवत् 'आलोकस्य तमः' इत्यपि प्रोच्येत । न चैवं कश्चिद् विपश्चिदपि प्रवक्ति । अथालोकाभावे संकेतितस्तमःयाब्दः, नाभावमात्रे । ततो न तथाव्यपदेश इति चेत् । नैवम् . यदि ह्यन्धकाररूपोऽगावोऽपि विधिमुग्वेन वीक्ष्येत. तदानीं किमन्यदेतस्य भाववैलक्षण्येन लक्ष्यमाणत्वं स्याद् यतो हेतुसिद्विवेत् ?
$ જ અધકારને અનુમાનથી પણ અભાવરૂપે સ્વીકાર થઈ શકશે નહીં. કારણ કે વિદ્વાન એવા તમે આઠ હેતુઓમાંથી કયા હેતુ વડે અલ્પકારને અભાવરૂપે સિદ્ધ કરશો?–(૧) ભાવથી વિલક્ષણ જણાતો હોવાથી, (૨) ભાવથી ભિન્ન સામગ્રીથી ઉત્પન્ન થતો હોવાથી, (૩) પ્રકાશ ન હોય ત્યારે જ જાણી શકાતે હોવાથી, (૪) પ્રકાશને ગ્રહણ કરનારી સામગ્રીથી ગ્રાહ્ય હોવાથી, (૪) અર્ધકાર દ્રવ્યને ઉત્પન્ન કરનાર કારણનો અભાવ હોવાથી, (૬) દ્રવ્ય ગુણ કર્મથી ભિન્મનું કાર્ય હોવાથી, (૭) પ્રકાશને વિરોધી હોવાથી, કે (૮) ભાવરૂપે સાધનાર પ્રમાણ નહીં હોવાથી? આ પ્રમાણે તમારા પક્ષરૂપ ભણ્યનું ભક્ષણ કરવા રાક્ષસીના જેવી આ અષ્ટપણી તૈયાર છે. અર્થાત આ આઠેય હેતુમાંથી એક પણ હેતુ અન્ધકારને આકાભાવ તરીકે સિદ્ધ કરી શકે તેમ નથી. તે આ પ્રમાણે
(૧) “ભાવથી વિલક્ષણ જણાતું હોવાથી આ પ્રથમ હેતુ તમારા માટે હિતકર નથી, કારણ કે- આ કુંભ છે. આ સ્તભ છે–એ પ્રમાણે કુંભાદિ પદાર્થ જેમ વિધિ સ્વરૂપે પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા પ્રતીત થાય છે, તેમ આ અંધકાર છે એ પ્રમાણે અન્ધકાર પણ વિધિસ્વરૂપે પ્રત્યક્ષ થાય છે. જે અન્ધકાર અભાવરૂપ હોય તે “આ સ્થળે કુંભ નથી એમ જેવું પ્રતિધિરૂપે જ્ઞાન થાય છે, તેવું અઘકા. રનું પણ પ્રતિષેધરૂપે જ્ઞાન થવું જોઈએ.
નૈયાયિક-નાશ-પ્રબંસાદિ અભાવરૂપ હોવા છતાં તેમનું જ્ઞાન આ નાશ છે “આ પ્રર્વાસ છે.”– એમ વિધિરૂપે પણ થાય છે. તે એ જ પ્રમાણે વિધિરૂપ પ્રતીતિને વિષય હોવા છતાં અન્ધકારને અભાવરૂપે સ્વીકારવામાં શું વિરોધ છે? અર્ધાતુ કઈ જતને વિરોધ નથી.
જૈન-તમારું આ કથન યુક્તિયુક્ત નથી, કારણ કે નાશ આદિ શબ્દો ભાવના નિધને જ જણાવનારા છે, એટલા માટે નાશ, પ્રર્વાસાદિ શબ્દને પ્રગ “ઘડાને નાશ એ પ્રમાણે ઉપપદ સાથે થાય છે, પણ સ્વતંત્ર થત નથી. વળી, તમ, તિમિર, અધકારાદિ શબ્દ નાશ, પ્રર્વાસાદિ શબ્દની જેમ અભાવવાચક હોય તે-“ઘડાને નાશ” આ પ્રાગની જેમ “આલેક અંધકાર' એ પ્રયોગ થે જોઈએ. પરંતુ તે પ્રાગ કોઈ પણ પંડિત કરતું નથી. માટે તમ તિમિરાદિ શબ્દો નાશ આદિ શબ્દોના સમાન અર્થવાળા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org