________________
૨. ૨૨].
अवग्रहादेर्भेदाभेदः । St એક ઇવરૂપ દ્રવ્યમાં દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ દશનાદિનું તાદામ્ય હોઈ એ બધાનું ઐક્ય (અભેદ) હોવા છતાં પણ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ દર્શનાદિને ભેદ પણ છે, તેથી તેમના નામને ભેદ યુક્તિયુક્ત છે.
સારાંશ એ છે કે જીવનું લક્ષણ ઉપગ છે. એ ઉપગની ભિન્ન ભિન્ન અવસ્થાએ થાય છે. જેના દર્શન, અવગ્રહ, ઈહા વિગેરે ભિન્ન-ભિન્ન નામ આપવામાં આવ્યાં છે. આ અવસ્થાઓને ક્રમ દશન, અવગ્રહ, ઈહા અવાય અને ધારણ એ છે. જેમ દરેક મનુષ્ય શિશુ, કુમાર, પ્રૌઢ વિગેરે અવસ્થાઓને કેમપૂર્વક પ્રાપ્ત કરે છે, તેમ ઉપયોગ પણ દર્શન, અવગ્રહ વિગેરે અવસ્થાઓને પ્રાપ્ત કરતો ધારણારૂપ થાય છે. શિશુ વિગેરે અવસ્થામાં મનુષ્ય એક જ હોય છે છતાં અવસ્થાભેદથી અવસ્થાતા ભિન્ન ભિન્ન નામે ઓળખાય છે. તે જ રીતે ઉપગ પણ એક જ હોવા છતાં પરિણામની અપેક્ષાએ તે અવગ્રહ, ઈહા, વિગેરે જુદા જુદા નામે ઓળખાય છે. જેને પરિભાષામાં તે અવસ્થાઓને દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અભેદ અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ ભેદ છે. ૧૨.
હવે આચાર્ય દર્શનાદિના પરસ્પર ભેદને વિચાર કરે છે–
અસમગ્રભાવે ઉત્પન્ન થતા હોવાથી પણ ભિન્ન ભિન્ન સ્વભાવે અનુભવાય છે, પદાર્થોને નવા નવા પર્યાયોને પ્રકાશિત કરે છે, અને ક્રમશઃ ઉત્પન્ન થાય છે–માટે તે સૌ જુદા જુદા છે. ૧૩.
૬૧ દર્શન, અવગ્રહ વિગેરે ભિન્ન ભિન્ન સ્વરૂપે અનુભવાતાં હોવાથી તે દરેક જુદા-જુદા છે, તેમની ઉત્પત્તિ સમગ્રભાવે નથી એટલે કે કોઈ વખત એકની, કઈ વખત ક્રમે બેની તે ક્યારેક કમે ત્રણ કે ચારની ઉત્પત્તિ થાય છે માટે તે સૌને અનુભવ ભિન્ન ભિન્ન રૂપે થાય છે. તે આ પ્રમાણે-કમને વિચિત્ર પશમને કારણે પ્રમાતા-જ્ઞાન કરનાર પુરુષને કોઈ વખત માત્ર દર્શન જ, તે કોઈ વખત દર્શન અને અવડ, તે ક્યારેક દશન, અવગ્રહ અને સંશય આદિ-એ પ્રકારે એ સૌ અસમસ્તરૂપે ઉત્પન્ન થાય છે. આથી કરીને દર્શન અવગ્રહાદિને ભિન્ન ભિન્ન સ્વરૂપે અનુભવ સિદ્ધ થાય છે. તેમજ દશનાદિ ધ પદાર્થોના નવા નવા પર્યાયાના પ્રકાશક છે. વળી, તે કમપૂર્વક ઉત્પન્ન થાય છે, એ બાબત પણ પ્રત્યાત્યવેદ્ય છે. અર્થાત દરેક આત્માને અનુભવસિદ્ધ જ છે.
ર તેને લગતા અનુમાન પ્રયોગો આ પ્રમાણે છે–જે ભિન્ન ભિન્ન સ્વરૂપે અનુભવાતાં હોય, દ્રવ્યના નવા નવા પર્યાયેના પ્રકાશક (જ્ઞાપક) હોય,અથવા ક્રમથી ઉત્પન્ન થતાં હોય તે સૌ પરસ્પર જુદા હોય છે, જેમકે-સ્તંભ વિગેરે, અનુમાન આદિ, અથવા અંકુર-ફણગ, કન્દલ (થડ), કાડશાખા વિગેરે. દર્શન, અવગ્રહાદિ પણ તેવાં જ છે. માટે તે સૌ પણ ભિન્ન છે. ૧૩. . (टि०) दर्शनादीनामिन्यादि। आदिशब्दादवग्रहादीनां ग्रहणम् । अमीपामिति दर्शनादोनाम् । तदपेक्षयेति पर्यायभेदापेक्षया ।।१२।। . प्रयोगा इत्यादि । अनुमानादय इति परोक्षान्तर्भावितप्रमाणभेदाः ॥१३॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org