________________
१५४ चाक्षुषाप्राप्यकारित्वविचारः
[૨, ૬ તૈયાયિક-મલિન જળવડે તે નેત્રરશ્મિઓ બુઝાઈ જાય છે, તેથી મેલા જળમાં રહેલ માછલાં વિગેરે દેખી શકાતાં નથી.
જૈન-તે પછી નિર્મળ જળના સમૂહથી નેત્ર રશ્મિ કેમ બુઝાઈ જતાં નથી? અર્થાતું નેત્ર કિરશે જે મલિન જળથી બુઝાઈ જતા હોઈ મલિન જળમાં રહેલા પદાર્થના બોધમાં સમર્થ થતાં ન હોય તો નિર્મળ જળમાં રહેલ પદાર્થને બોધમાં પણ સમર્થ નહીં થાય. વળી, ચક્ષુકિરણોને તમો પદાર્થના ભેદક માને છે. તેથી કાચની શીશીમાં રહેલું પાણી ચાલુપપ્રત્યક્ષ સમયે બહાર નીકળી જવું જોઈએ. કારણ કે તે વખતે તમારા મતાનુસાર ચકિરણોથી કાચની શીશીને ભેદ થવાથી તે છિદ્રમય બની ગયેલ છે. - નૈયાયિક–પાણી શીશીમાંથી બહાર નથી આવતું કારણ કે-ચક્ષુરશ્મિથી ભેદાયેલ (છિદ્રમય બની ગયેલ) કાચની શીશી જલદીથી નવીન ઉત્પન્ન થઈ
જેન—જે એમ થતું હોય તો પછી નેત્રકિરણે પણ તેમાં કોઈ પણ રીતે પ્રવેશ કરી શકશે નહીં. હર
નૈયાયિકનેકિરણે અતિ વેગવાળાં હોવાથી કાચની શીશીમાં પ્રવેશ કરી જશે.
જેન–એમ કહે તે તે વખતે કાચની શીશીમાંથી બે ડુંક પાણી તે બહાર નીકળવું જ જોઈએ, પરંતુ ચાક્ષુષ પ્રત્યક્ષસમયે કાચની શીશીમાંથી પાણીનું બિન્દુ પણ બહાર નીકળતું નથી. તે પછી આ રીતે તે કાચની શીશીને શીધ્ર નાશ અને પુનઃ નવીન શીશીની ઉત્પત્તિ એ પ્રક્રિયા યુક્તિયુક્ત નથી ૭૩.
વળી, જે તેમ થતું હોય તે “ત્રણે લોકમાં રહેલ ઘટપટાદિ સમસ્ત વસ્તુ પ્રતિક્ષણે ભંગુર છે, છતાં તે વસ્તુમાં જે નિરન્તરતાનું જ્ઞાન થાય છે અર્થાત આ તે જ છે એવું ભાન થાય છે, તે તે આ “તેજ દીપકલિકા છે. એ જ્ઞાનની જેમ ભ્રમરૂપ છે–આ પ્રમાણે બોલનાર બૌદ્ધને નિરાસ કેવી રીતે થશે ? અર્થાત તમારા અને બૌદ્ધના મતમાં ભેદ નહીં રહે. ૭૪.
માટે કાચને કુંપે (શીશી) સ્થિર રૂપવાળે એને એ જ છે, અને તેનાથી વ્યવહિત (એટલે કે તેમાં રહેલ) જળ વિગેરે સર્વ પદાર્થો ચક્ષુ વડે જોઈ શકાય છે. આ પ્રકારે વ્યવધાનવાળા પદાર્થોમાં પણ ચાલુપ જ્ઞાનની સિદ્ધિ યુક્તિયુક્ત છે, તેથી ચક્ષુ અપ્રાપ્યકારી છે.
નાયિક–જે ચક્ષુ વ્યવહિત પદાર્થોને જોઈ શકતી હોય તો ભીંત વિગેરેથી વ્યવહિત પદાર્થોનું ચાલુપજ્ઞાન કેમ થતું નથી ?
જેન–ભીત વિગેરેથી વ્યવધાનવાળા પદાર્થોના બોધની યોગ્યતા ચક્ષુમાં ન હોવાથી તે તેનું જ્ઞાન કરાવતી નથી. ચક્ષુને પ્રાપ્ત છતાં ગન્ધનું જ્ઞાન કેમ નથી થતું? અતિ પ્રાપ્ત છતાં અગ્યનું જ્ઞાન તે કરાવી શકે નહીં. ૭૫. * વળી, ચન્દ્રનું રૂપ જેમ ચક્ષુથી જાણી શકાય છે, તેમ તેની ક્રિયા (ગતિ) કેમ જાણું શકાતી નથી ?
નિયાયિક–અતિ દૂર હોવાથી ચંદ્રની ક્રિયા જાણી શકાતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org