________________
१४४
चानुपाप्राप्यकारित्वविचारः ।
तस्मात् कथं कथय तार्किक ! चक्षुपः स्यात्
प्राप्येव वस्तुनि मतिप्रतिबोधकत्वम् ? ॥३६॥ યાયિક –જ્યાં સૂર્ય પ્રકાશ હોય ત્યાં જ નેત્રકિરણમાં ઉદ્દભૂત રૂપની ઉપત્તિ છે. એટલે કે રાત્રે નેત્રના કિરણોમાં ઉદ્ભૂત રૂપ નથી તેથી તે દેખાતા નથી.
જેન – એમ હોય તો તે અનુભૂત રૂપવાલી નેત્રરમિઓ સર્પાદિકને કીટાદિને બંધ કરાવવામાં પણ સમર્થ નહીં થાય, કારણ કે રાત્રે સૂર્ય ન હોઈ રમિ કિ ભૂત રૂપયુક્ત નથી. ર૯.
Rયાયિક–રમિઓ સૂર્ય વિના ભલે રાત્રે ઉદ્ભૂતરૂપવાળી ન હોય છતાં હે જેન ! અત્યંતગાઢ અંધકારવાળા ઓરડામાં ફરતી બિલાડીના નેત્રમાં શું તમે કોઈ પણ વખત કિરણે નથી જોયાં ? ૩૦.
ઉદ્ભૂતરૂપવાળી સમિઓ હવાથી જ અંધકારથી વ્યાસ ઘરના ખૂણામાં, અગ્નિ વિગેરેના પ્રકાશ વિના પણ બિલાડી પદાર્થને જોઈ શકે છે. ૩૧.
જન–ગાઢ અંધકારમાં બિલાડીનાં નેત્રમાં કિરણો દેખાય છે, એવું તમારું ઉપરોક્ત કથન યુક્તિયુક્ત નથી. કારણ કે જેમ વજમાં ચળકાટનું ભાન થાય છે, એમ બિલાડી આદિના નેત્રમાં પણ માત્ર ચળકાટનું ભાન થાય છે, પરંતુ નેત્રમાંથી ચોતરફ ફેલાતા સૂમમાં સૂક્ષ્મ પણ કિરણો જોવામાં આવતાં નથી. ૩૨.
વળી, હે મિત્ર નિયાયિક ! જે બિલાડીનાં નેત્રમાં કિરણે હોય અને તે પ્રસરતાં હોય તો રાત્રે પ્રદીપાદિના કિરણોથી વ્યાપ્ત થયેલ ઘટ-પટાદિ પદાર્થ જણાય છે, તેમ બિલાડી આદિના નેત્રકિરણોથી વ્યાપ્ત હેવાના કારણે ઉંદર પીળા શરીરવાળે તમને શા માટે નથી દેખાતો? ૩૩.
નાયિક–બિલાડીના નેત્ર કિરણે અતિકૃશ હોવાથી તે કિરણોથી વ્યાપ્ત શરીરવાળા ઉંદરનું જ્ઞાન અમને થતું નથી.
જેન–તો પછી અતિકૃશ કિરણની સહાયથી ઉંદરનું જ્ઞાન વિના હરકત બિલાડીને કેમ થાય છે ? અને તેને પણ તેને બંધ થવા ન જોઈએ, મેકર કે પ્રત્યક્ષ જ્ઞાન કરાવવામાં કુશલ એવા કિરણમાં અસમાનતા છે, એમ તે તા કહી શકશે જ નહિ. એટલે કે જે બને માટે કિરણે સરખાં જ હોય તે પછી એકને જ્ઞાન થાય અને બીજાને ન થાય એમ કેમ કહેવાય ? ૩૪.
માટે બિલાડીના નેત્રમાં એવી યોગ્યતા જ છે, કે જેથી તે અંધકારમાં પણ જોઈ શકે છે. પરંતુ તેનાં નેત્ર રાશિમવાળાં નથી. ૩પ.
આ રીતે વિચારતાં ચક્ષુમાં કઈ પણ રીતે રશ્મિવત્તા સિદ્ધ થઈ શકતી નથી, તે હે તાર્કિક ! ચક્ષુ પદાર્થને પ્રાપ્ત થઈને બોધજનક છે, એ કઈ રીતે સિદ્ધ થશે ? અધતું ચક્ષુની પ્રાપ્યકારિતા સિદ્ધ નથી. ૩૬.
(५०) पता इति चयः ।।२९।। किमु कदाचिदथेति । अहो जैन किं न दृष्टा मरीचय इति पृच्छ! ।।३०।। तच्चक्षुषेति मारिचक्षुषा । अत्र काव्ये तवापि धिषणा कथं न प्रोज्जृम्मे
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org