________________
चाचपाप्राप्यकारित्वविचारः ।
શરૂ सिद्धिं दधाति नयनस्य न तैजसत्वं
तस्मादमुष्य घटते किमु रश्मिवत्ता ! ।।२२।। નૈયાયિક–પદાર્થના સંપર્કમાં આવેલ ચક્ષુની પ્રભા અનુદ્દભૂત હોવાથી પ્રત્યક્ષ થતી નથી.
જૈન-તે પછી તેની સિદ્ધિ કઈ રીતે કરશો ? અર્થાતુ પ્રભા દેખાતી નથી છતાં પણ છે એમ કઈ રીતે સિદ્ધ કરશે ?
તૈયાયિક-ચક્ષુ પ્રભાયુક્ત છે, કારણ કે તે તૈજસ છે, આ અનુમાનથી પ્રભાની સિદ્ધિ છે. ૧૩. અને ચાનું તૈજસત્વ એટલા માટે છે કે તે રૂપ, રસ ગંધ અને સ્પર્શમાંથી માત્ર રૂપનું જ પ્રદીપની જ્યોતિ તથા વિદ્યદાદિની જેમ પ્રકાશક છે. ૧૪.
જૈન-આંધ્રદેશની પુરબ્રીઓ (પતિ પુત્રવાળી સ્ત્રીઓ)ના ગાલે કેસરનું વિલેપના તેઓ શ્યામ હોવાથી શોભાયમાન થતું નથી તેમ તમારું આ કથન પણ શોભતું નથી. કારણ કે રૂપાદિમાંથી નિયમપૂર્વક રૂપનો પ્રકાશક હોવા છતાં રૂપ અને ચક્ષુને સક્નિકર્વ તૈજસ નથી, એટલે હેતુ વ્યભિચારી છે. ૧૫.
તૈયાયિક-ચક્ષુના તેજસ સાધક હેતુમાં અમે વિશેષણ જોડીને કહીશું કે જે દ્રવ્ય હોય અને છતાં રૂપાદિમાંથી રૂપનું જ પ્રકાશક હોય તે તેજસ છે. સનિકર્ષ એ દ્રવ્ય નથી, પણ ગુણ છે. તેથી સક્નિકઈ વડે હેતુને વ્યભિચારી કહી શકાશે નહીં.
જૈન-અંજન દ્રવ્ય છે, અને ચક્ષુની નિમલતાનું કારણ હોવાથી તે રૂપનું પ્રકાશક પણ છે, અને છતાં તે તેજસ નથી. માટે હેતુ પુનઃ વ્યભિચારી થયો. અને જે અંજનને પણ તેજસ માને, તે પછી શરીરાદિએ શું અપરાધ કર્યો છે ? અર્થાત્ શરીરાદિને પણ તૈજસ માનવાં પડશે. ૧૬.
વળી, અંજનની સામગ્રીરૂપ સુરમો, સંચળ, સેંધવાદિ પદાર્થોને પંડિત
ના પાર્થિવ જ માને છે માટે અંજનને તૈજસ માનવું તે બુદ્ધિમાન પુરુષને યુક્તિશુન્ય જ લાગે છે. ૧૭.
સુરમે આદિ “ખાણમાંથી ઉત્પન્ન થતાં હોવાથી માટીની જેમ પાર્થિવ છે અને તે પદાર્થોમાં પાર્થિવતા સિદ્ધ કરવાને આપેલ “ખાણમાંથી ઉત્પન્ન થતાં હોવાથી એ હેતુમાં સુવર્ણથી વ્યભિચાર પણ નથી. ૧૮.
કારણ કે-સુવર્ણાદિ પણ પાર્થિવ જ છે. કારણ કે- તે પણ ખાણમાંથી જ ઉત્પન્ન થાય છે.
નૈયાયિક–સુવર્ણાદિમાં પાર્થિવત્વ સિદ્ધ કરનાર અનુમાનને પક્ષ આગમ પ્રમાણથી બાધિત છે, કારણ કે-આગમમાં સુવર્ણને તેજસ કહ્યું છે.
જૈન--તમે એ સ્વીકારેલ આગમ પ્રમાણ અમને અસિદ્ધ છે માટે આગમ પ્રમાણથી પક્ષ બાધિત નહીં થાય. ૧૯. વળી મરી અને રચનાદિ (શ્વેત સરગવે, અથવા જમ્બાર, ગોદડીઆ લીંબુ, લીંબડે)થી બનેલું અંજન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org