SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ प्रामाण्याप्रामाण्ययोरुत्पत्तिक्षप्तिविचारः । [१. २१ वेदनेऽपि तत्प्रसङ्गः, तत्र परतो बाधकात स्वतःसिद्धप्रामाण्यादुत्तरस्याऽप्रामाण्यनिर्णयात् । विषयान्तरग्राहकमपि संवादकमेव. यथा अर्थक्रियाज्ञानम् । न चात्र चक्रकावकाशः, प्रवर्तकप्रमाणप्रामाण्यनिर्णयादिप्रयोजनायाः प्रथमप्रवृत्तेः संशयादपि भावात् । A $ ૬ વળી, તમે ‘પ્રામાણ્યનો નિશ્ચય પરથી કહે છે એમ કહીને જે વિકલ્પ કર્યા તે બાબતમાં સંવાદક જ્ઞાનથી પ્રામાણ્યનો નિશ્ચય થાય છે–એમ અમે કહીએ છીએ અને કારણગુણજ્ઞાન તથા બાધકાભાવના જ્ઞાનને પણ અમે સંવાદક જ્ઞાનરૂપે જ માનીએ છીએ, કારણ કે-જેવા પ્રકારની જાતિ કે આકૃતિથી યુક્ત પદાર્થ પૂર્વજ્ઞાન વિષય થયો હોય તેવા જ પ્રકારની જાતિ-આકૃતિથી યુકત પદાર્થ જે જ્ઞાનથી વ્યવસ્થાપિત-સિદ્ધ કરાય તે જ્ઞાન સંવાદક જાણવું. બુદ્ધિમાન પુરુએ સંવાદકનું આટલું જ લક્ષણ કહ્યું છે. અને વળી ગુણનું ગ્રહણ કરનાર–ગુણને સાક્ષાત્કાર કરનાર પ્રમાણના ખંડન માટે ભલામણ કરવાનું જે પ્રયાસ કર્યો છે તે માત્ર પ્રયાસ જ થયે, અર્થાત્ ફોગટની મહેનત થઈ. કારણ કે દેશની જેમ ગુણોમાં પણ પ્રમાણની પ્રવૃત્તિ રેકી શકાય તેમ નથી. વળી, બાધકાભાવ પક્ષમાં તાત્કાલિક અથવા કાલાન્તરભાવી એમ કહીને જે વિકલ્પ કર્યા (પૃષ્ઠ ૧૧૨) તેમાં પહેલા વિકલ્પની કેપના તુચ્છ છે, કારણ કે-સાધન (હેયોપાદેય વસ્તુ)ને જણાવનાર જ્ઞાનની ઉત્પત્તિ સમયે કોઈ જગ્યાએ કોઈને પણ બાધક જ્ઞાનના ઉદયને સંભવ નથી. કારણ કે એકી સાથે બે ઉપયોગની ઉત્પત્તિને સંભવ નથી. ભવિષ્યકાળમાં બાધકોના અભાવના જ્ઞાનથી તે પ્રામાણ્ય નિર્ણય તે નિર્દોષ જ છે. અને વળી આપણા જેવા ચર્મચક્ષવાળાને ભાવિબાધકાભાવનું જ્ઞાન થતું નથી–એમ પણ નથી. કારણ કેજ્યાં ઉચ્ચ પ્રકારની સમસ્ત સામગ્રીની ઉપસ્થિતિથી જ્ઞાન, ઉત્પન્ન થયું હોય ત્યાં ભાવિબાધકને અવકાશ જ નથી—એ પ્રકારે પ્રામાણ્યને નિર્ણય છે અને જે ભાવિવસ્તુનું જ્ઞાન આપણી જેવાને થતું જ ન હોય તે કૃત્તિકા નક્ષત્રના ઉદયથી રોહિણી નક્ષત્રના ઉદયનું અનુમાન પણ થવું ન જોઈએ. આ વળ, તમે “સંવાદી વેદન કહો તો ઈત્યાદિ કહીને એ વિષયમાં જે વિકલ્પો કર્યા (પૃ ૧૧૩) તેમાં પ્રવર્તક જ્ઞાનના વિષય કે વિષયાન્તરને ગ્રહણ કરનાર સંવાદીવેદનથી પ્રામાણ્ય નિર્ણય થાય છે, એમ અમે કહીએ, કારણ કે અંધકારના સમૂહને નિરસ્ત કરનાર પ્રકાશના સહકારથી થતા ઘટજ્ઞાનનું એ જ સ્થળે એકસંતાન કે ભિન્નસંતાનમાં નિરંતર પ્રકાશના સહકારના સામર્થ્યથી ઉત્પન્ન થયેલું જ્ઞાન સંવાદક છે જ, આમ માનવામાં તિમિર આદિ રેગવાળાઓથી કરાયેલ જ્ઞાનમાં પણ સંવાદક્તાને પ્રસંગ આવશે, એમ નથી. કારણ કે સંવાદક તરીકે મનાયેલ તે ઉત્તરજ્ઞાનના અપ્રમાણ્યને નિશ્ચય અન્ય બાધક પ્રમાણથી છે. અર્થાત દોષરહિત ચક્ષુવાળા પુરુષનું દર્શન તેમાં બાધક છે અને તે બાધકરૂપ જ્ઞાનનું પ્રામાણ્ય તે સ્વતઃ સિદ્ધ છે. અર્થક્રિયાજ્ઞાનની १ दुत्तरस्याप्रामाण्यानिर्णयात्- इत्यपि प्रतिषु दृश्यते । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005476
Book TitleRatnakaravatarika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1993
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy