________________
११६ प्रामाण्याप्रामाण्ययोरुत्पत्तिक्षप्तिविचारः । [१. २१
મીમાંસક–તિમિરાદિ રોગરૂપ જે દોષ છે, તેનો અભાવ એ નિર્મલતાદિ છે. આથી તે ગુણરૂપે સ્વતંત્ર ભાવરૂપ નથી, માટે પ્રત્યક્ષથી ગુણોને નિશ્ચય કેમ થાય ?
જેન–તે પછી નિર્મલતાદિ ગુણોને અભાવ એ જ તિમિરાદિ છે, પણ દોષરૂપે તે સ્વતંત્ર ભાવરૂપ નથી, એવી વિપરીત કલ્પના કેમ ન થાય? અર્થાત ગુણના અભાવરૂપ દોષ કેમ ન માનવા ?
અથવા, ગુણ એ માત્ર દેવાભાવરૂપ ભલે હોય, તે પણ એ તુચ્છરૂપ શશશૃંગને અભાવ જેવો સિદ્ધ થઈ શકતો નથી, કારણ કે મીમાંસક–ભટ્ટ પોતે જ કહે છે કે “પદાર્થાન્તરથી રહિત એવો ભાવ એ જ અનુપલંભવાળો હોઈ અભાવ અમને સંમત છે અર્થાત ભૂતલમાં જ્યારે ઘટ ન હોય ત્યારે ભૂતલમાં ઘટાનુપલબ્ધિ છે, તેથી તે ભૂતલ જ ઘટાભાવ કહેવાય છે, આથી અભાવ એ તુછ નહીં પણ ભાવાનરરૂપ છે– એવો ભટ્ટનો મત છે. આ પ્રમાણે દેવાભાવરૂપ ગુણો માનવામાં આવે તે પણ તે તુચ્છ ન હોવાથી પ્રામાણ્યની ઉત્પત્તિ જે ગુણસાપેક્ષ હોય તે તે પરતઃ કેમ ન કહેવાય?
મીમાંસક–નિમલતાદિને ભલે ગુણ માનીએ તે પણ ગલકાદિરૂપ ઇન્દ્રિયના અધિષ્ઠાનમાં રહેલા ગુણને જ પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરે છે, પરંતુ ચક્ષુ આદિ ઇન્દ્રિયમાં રહેલ ગુણને સાક્ષાત્કાર પ્રત્યક્ષ કરી શકતું નથી. કારણ કે-ઇન્દ્રિ સ્વયં અતીન્દ્રિય હોવાથી તદુગત ગુણે પક્ષ જ છે.
જૈન–તે તે એ જ યુક્તિ પ્રમાણે ગલકાદિ સથાનમાં રહેલા દેને જ સાક્ષાત્કાર થઈ શકે પણ ઇન્દ્રિમાં રહેલ દેને સાક્ષાત્કાર થઈ શકે નહીં. તે દોષને પ્રત્યક્ષ કેમ કહેવાય? અને જે તે દેશે પ્રત્યક્ષ ન હોય તે અપ્રામાણ્યની ઉત્પત્તિ પરતઃ કેવી રીતે સિદ્ધ થાય ?
મીમાંસક–દપની સિદ્ધિ અને અનુમાનથી આ પ્રમાણે કરીશું–વિજ્ઞાનને ઉત્પન્ન કરનારા કારણોથી ભિન્ન એવા કારણથી અપ્રામાણ્યની ઉત્પત્તિ થાય છે, કારણ કે વિજ્ઞાનને અન્વયે છતાં તે અપ્રમાણરૂપ વિજ્ઞાન સામાન્ય વિજ્ઞાનથી વિલક્ષણ છે. આ પ્રમાણે જે અન્વિત છતાં વિલક્ષણ હોય તેની કારણ સામગ્રી સામાન્ય કારણ સામગ્રીથી ભિન્ન હોવી જોઈએ, જેમકે-જલ, પૃથ્વી, પવન, આતપ આદિ સાધારણ કારણોને અન્વય હોવા છતાં કેદ્રવને અંકુર જલાદિ સામાન્ય સામગ્રીથી અતિરિક્ત કેદ્રવ બીજની અપેક્ષા રાખે છે, તેમ વિજ્ઞાનનું અપ્રામાણ્ય પણ વિજ્ઞાનની સામાન્ય સામગ્રીથી અતિરિક્ત કારણની અપેક્ષા રાખે છે, અને તે અતિરિક્ત કારણ દેવ છે.
જૈનભાઈ લાંબાકાળ સુધી આનંદ કરે અર્થાતું ઘણું છે. પ્રસ્તુત અનુમાનમાં “અપ્રામાણ્ય શબ્દને દૂર કરી તેને સ્થાને પ્રામાણ્ય શબ્દ મૂકીને એ જ અનુમાનને ગુણની સિદ્ધિમાં પણ કહી ધો, અને એથી દોષની જેમ ગુણે પણ કેમ સિદ્ધ નહીં થાય? અને ગુણે સિદ્ધ થાય તે પ્રામાણ્ય પણ ઉત્પત્તિમાં પરતઃ સિદ્ધ કેમ થાય ? અર્થાતુ દોષની જેમ ગુણે પણ સિદ્ધ થવાથી પ્રામાણ્યની ઉત્પત્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org