________________
૨. ૨૨ ] प्रामाण्याप्रामाण्ययोरुत्पत्तिक्षप्तिविचारः ।
સંવાદી વેદન કહે તે-તે સંવાદીવેદન સહકારીરૂપે પ્રામાણ્યો નિશ્ચય કરાવે છે કે ગ્રાહકરૂપે? પહેલો પક્ષ કહી શકશો નહીં, કારણ કે-સંવાદીવેદન ભિન્નકાલીન હોવાથી તેમાં સહકારિત્વને અસંભવ છે. અર્થાત તે સહકારી થઈ શકતું નથી સંવાદદન ગ્રાહક થઈ નિશ્ચય કરાવે છે–એ વિશે પ્રશ્ન છે કે –તે તેનું જ અર્થાતુ પ્રવર્તક જ્ઞાનનું જ ગ્રાહક થઈને તેના પ્રામાણ્યને નિશ્ચય કરાવે છે કે પ્રવતક જ્ઞાનના વિષયનું ગ્રાહક થઈને નિશ્ચય કરાવે છે કે વિષયાન્તરનું ગ્રાહક થઈને નિશ્ચય કરાવે છે? પ્રથમ પક્ષ યુક્તિસિદ્ધ નથી, કારણકે બહુ વહેલા નાશ પામી જનાર પ્રવકજ્ઞાન તેને ગ્રાહ્ય-વિષય બની શકશે નહીં. બીજો પક્ષ કહો તે-તે સંવાદીવેદન એ સંતાનમાં છે કે ભિન્નસંતાનમાં ? બને પક્ષમાં નેત્રમાં તૈમિરિક રોગવાળા (મોતીયા-જામર કે તેના બીજા રેગવાળા ચૈત્ર અને મૈત્ર જેવા) પુરુષથી કરાતા ચંદ્રમંડળયુગલના દશનવડે વ્યભિચાર છે, કારણ કે ચૈત્રને થતું તેવું દર્શન પુનઃ પુનઃ થાય છે અને મૈત્રને પણ થાય છે પણ ચૈત્રમૈત્રના તેવાં જ્ઞાને તે વિષયને જ ગ્રહણ કરવા છતાં પ્રામાણ્ય નિશ્ચાયક નથી. વિષયારનું ગ્રાહક સંવાદિજ્ઞાન પ્રામાણ્યનું નિશ્ચાયક છે એવો ત્રીજો પક્ષ કહો તે–તે અર્થ ક્રિયાનું જ્ઞાન છે કે કોઈ બીજુ જ જ્ઞાન છે? પૂર્વ પક્ષ સંગત નથી, કારણ કે–પ્રર્વતકજ્ઞાનમાં પ્રામાણ્ય નિશ્ચય ન હોય ત્યાં સુધી પ્રવૃત્તિ થશે નહીં, અને પ્રવૃત્તિ ન હોય તે અર્થ ક્રિયા જ ન થાય અને પ્રવર્તકજ્ઞાનના પ્રામાણ્યને નિશ્ચય થવાથી જે પ્રવૃત્તિ થતી હોય તે ચકક દોષ આવશે. તે આ પ્રમાણે-પ્રવકજ્ઞાનના પ્રામાણ્યને નિશ્ચય હોય તે તે પ્રવકજ્ઞાનથી પ્રવૃત્તિ, પ્રવૃત્તિથી અર્થ કિયાજ્ઞાન અને અર્થે ક્રિયાજ્ઞાનથી પ્રવર્તક જ્ઞાનના પ્રામાણ્યને નિશ્ચય. વળી, અથક્રિયાજ્ઞાનના પ્રામાણ્યો નિશ્ચય પણ કઈ રીતે થશે ? જે અન્ય અર્થકિયાજ્ઞાનથી કહો તે અનવસ્થા દોષ આવશે. અને જે પ્રવર્તક જ્ઞાનથી કહો તે–અર્થ કિયાજ્ઞાનના પ્રામાપ્ટને નિશ્ચય પ્રવકજ્ઞાનથી અને પ્રવજ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય અર્થકિયાજ્ઞાનથી—એમ અન્યોન્યાશ્રય દેપ આવશે. અને જે અર્થ કિયાજ્ઞાનના પ્રામાણ્યને નિશ્ચય “સ્વતઃ” કહે તે પ્રવર્તકજ્ઞાનના પ્રામાણ્ય. નિશ્ચય પણ સ્વતઃ થાઓ. અર્થ કિયાજ્ઞાનથી ભિન્ન એવું કઈ વિપયાન્તરનું જ્ઞાન સંવાદી હોય તે તે પણ એક સંતાનનું છે કે ભિન્નસંતાનનું? વળી, એ એક સંતાન અને ભિન્નસંતાનનાં જ્ઞાને એકજાતીય છે કે ભિાતીય? આ ચારે વિકલ્પ વ્યભિચારરૂપ અભિચારમારણપ્રયાગથી દુરસંચર છે. એટલે કે વ્યભિચાર દેપથી દૂષિત છે. તે આ પ્રમાણે એક સંતાન કે ભિન્નસંતાન પણ એક જાતીયજ્ઞાન હોય તે તે અત્યંત ચપલ, ઉન્નત અને ઉછળતા તરંગવાલી નદીના પાણીનું જ્ઞાન છે, અને જે એક સંતાન કે ભિન્નસંતાન ભિન્ન જાતીયજ્ઞાન હોય તે તે-કુંભ, કમલ વિગેરેનું જ્ઞાન છે. તે બને જ્ઞાન મમિ -મારવાડની રેતાળભૂમિમાં પ્રચંડ પ્રકાશ ફેંકતા સૂર્યના કિરણોના સંબંધને કારણે દેખાતા પાણીના-મૃગજળ વિષેના જ્ઞાનનાં સંવાદક બનતાં નથી. માટે જ્ઞપ્તિ અર્થાત્ નિશ્ચયમાં પણ–પ્રામાણ્ય પરતઃ નથી, પણ સ્વતઃ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org