________________
११२
प्रामाण्याप्रामाण्ययोरुत्पत्तिक्षप्तिविचारः ।
[१. २१
दनस्य न संवादकमिति न ज्ञप्तावपि तत् परतः ।। ___ अप्रामाण्यं तत्पत्तौ दोपापेक्षत्वात् , ज्ञप्तौ तु बाधकापेक्षत्वात् परत एवेति ॥
૬ ૩ આ બાબતમાં મીમાંસકો પોતાની મીમાંસા વિષે માંસલતા-પુષ્ટિ દર્શાવે છે. તે આ પ્રમાણે--
પ્રમાણગત પ્રામાણ્ય સર્વથા (ઉત્પત્તિ અને પ્તિરૂપ સર્વ પ્રકારે) સ્વતઃ છે એમ પ્રતીતિકેટિને પ્રાપ્ત થાય છે. અર્થાત અનુભવમાં આવે છે. તે આ પ્રમાણે
પ્રામાણ્યની ઉત્પત્તિ સ્વતઃ ન માનતા જે ગુણથી માનવામાં આવે તે પ્રશ્ન એ છે કે પ્રામાણ્યની ઉત્પત્તિમાં તત્પર એ ગુણે પ્રત્યક્ષથી જણાય છે કે અનુમાનથી? પ્રત્યક્ષથી કહો તે-ઍન્દ્રિય પ્રત્યક્ષથી છે કે અતીન્દ્રિય પ્રત્યક્ષથી ? અતીન્દ્રિય–ઇન્દ્રિયો વડે અગ્રાહ્ય એવી ઇન્દ્રિમાં ગુણ રહે છે, માટે ઇન્દ્રિય તેને જાણી શકે નહિ, એટલે ઍન્દ્રિય પ્રત્યક્ષથી ગુણે જણાય છે એ પણ યુક્ત નથી. અતીન્દ્રિય પ્રત્યક્ષ તે સૂક્ષ્મ વિચારનો વિષય જ થઈ શકતું નથી. અર્થાત તે અતીન્દ્રિય પ્રત્યક્ષ સ્વયં અસિદ્ધ છે. માટે અતીન્દ્રિય પ્રત્યક્ષથી ગુણે જણાય છે એ પક્ષ પણ યુક્ત નથી. અનુમાનથી ગુણોને નિશ્ચય છે– એમ કહે તે ગુણોમાં વ્યાપ્તિનો નિર્ણય કોનાથી થશે– પ્રત્યક્ષથી કે અનુમાનથી? પ્રત્યક્ષથી તે થાય નહીં. કારણ કે-ગુણોમાં પ્રત્યક્ષની પ્રવૃત્તિનું ખંડન પહેલાં જ કરી ચૂક્યા છીએ. વળી કહ્યું પણ છે કે-“એકનું સ્વરૂપ જાણ
જાણવાથી એમાં રહેલ સંબંધનું જ્ઞાન થતું નથી અને અનુમાનથી પણ વ્યાપ્તિ જ્ઞાન થશે નહીં કારણ કે-તે જ અનુમાનથી વ્યાપ્તિનો નિશ્ચય કહો તે-ઇતરેતરાશ્રય દોષ આવશે અને જે બીજા અનુમાનથી વ્યાપ્તિનિશ્ચય માને તે–અનવસ્થા દેપ આવશે. માટે પ્રામાણ્યના જનક કોઈ ગુણે યુક્તિસિદ્ધ નથી. આથી સ્વરૂપાવસ્થ અર્થાત્ જ્ઞાનના સ્વરૂપે રહેલા કારણેથી જ ઉત્પન્ન થતું પ્રામાણ્ય પરતઃ કઈ રીતે થઈ શકે ? સારાંશ કે ઉત્પત્તિની અપેક્ષાએ પ્રામાણ્ય સ્વતઃ છે, એ સિદ્ધ થયું.
S૪ પ્રામાણ્યો નિશ્ચય અર્થાત જ્ઞપ્તિ પણ પરતઃ નથી. કારણ કે “પર” એટલે શું? કારણભૂત ગુણનું જ્ઞાન કે બાધકાભાવનું જ્ઞાન કે સંવાદી જ્ઞાન ? આ ત્રણ પક્ષમાંથી પ્રથમ પક્ષનું ખંડન તે-પૂર્વે ગુણગ્રાહક પ્રમાણનું ખંડન કરવાથી થઈ ચૂકયું છે. “બાધકાભાવનું જ્ઞાન એ બીજો પક્ષ કહો તે–તાત્કાલિક (જ્ઞાનકાલીન) બાધકના અભાવનું જ્ઞાન પ્રામાણ્યનું નિશ્ચાયક છે કે કાલાન્તરભાવી બાધકના અભાવનું જ્ઞાન પ્રામાણ્યનું નિશ્ચાયક છે? પ્રથમ વિકલ્પ માને તે-તે સેનાના ખોટા સિક્કાના જ્ઞાનમાં પણ સ્પષ્ટપણે વિદ્યમાન જ છે. અર્થાત્ તાત્કાલિક બાંધકાભાવનું જ્ઞાન ખોટા સિકકાને સાચે જાણીએ છીએ ત્યારે પણ છે. તે ત્યાં પણું પ્રામાણ્યને નિશ્ચય થવો જોઈએ. બીજે વિક૯પ-કાલાંતરભાવી બાધકાભાવનું જ્ઞાન તે ચર્મચક્ષુવાળા આપણી જેવાને સંભવતું જ નથી. કારણ આગળ કઈ પણ કાળે બાધક નહીં થાય તે આપણે જાણી શકતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org