________________
૨. ૨૮] स्वसंवेदनम् ।
૧૦૭ –નેએ ઈશ્વરને સ્વીકાર કરેલ ન હોવાથી ઈકવરજ્ઞાનરૂપ દાંત વાદી જૈનને અસિદ્ધ છે, એમ માનવું જોઈએ,
સમાધાન–તમારું આ કથન ચતુરાઈને જણાવનાર નથી. કારણ કે નિર્દોષ કેવલજ્ઞાનરૂપ વિદ્યાધરીના સંબંધવાળા અને અતિશયયુક્ત મહાપુરુષરૂપ ઈશ્વરને તે જનોએ પણ સ્વીકારેલ છે, પરંતુ ત્રણ જગતને ઉત્પન્ન કરવામાં આસક્ત અને સર્વવસ્તુને જોવાની કુશળતાવાળા ઈશ્વરનું જ ખંડન જૈનેને અભીષ્ટ છે.
. વળી, ઈશ્વરજ્ઞાનથી ભિન્ન એવું પ્રમેયત્વ આ–તમારા હેતુમાં વિશેષ્યની વ્યથતા પણ છે, કારણ કે તે વિના પણ સમર્થ વિશેષણનું ગ્રહણ થવાથી સાધ્યની સિદ્ધિ થઈ શકે છે. તેથી જેમ અગ્નિની સિદ્ધિ માટે ગ્રહણ કરેલ “ધૂમવાળું દ્રવ્યત્વ છે તેમાં “ધૂમવાળું એ અંશરૂપ સમર્થ વિશેષણથી જ સાધ્ય સિદ્ધ થઈ જતું હોવાથી દ્રવ્યત્વ વિશેનું ગ્રહણ વ્યર્થ_નિષ્ફળ છે, તેમ પૂર્વોક્ત હેતુમાં ઈશ્વરજ્ઞાનથી ભિન્ન એ વિશેષણથી જ સાધ્યસિદ્ધિ થઈ જતી હોવાથી તેના વિશેષ્ય તરીકે ગ્રહણ કરેલ “પ્રમેયત્વ વ્યર્થ છે. કારણ કે ઈશ્વરજ્ઞાન સિવાય “સ્વપ્રકાશક છતાં અપ્રમેય એ બીજો કોઈ પદાર્થ નથી કે જેને દૂર કરવાને હેતુમાં “પ્રમેય વિશેષ્યની જરૂર પડે.
વળી, તમારે આ હેતુ ઉપાધિયુક્ત હેવાથી અપ્રાજક પણ છે. જે પદાર્થ હેતને અવ્યાપક હોય અને સાધ્યને સમવ્યાપ્તિક હોય તે “ઉપાધિ” કહેવાય છે. જેમકે-“શ્યામવર્ગને સાધનાર ‘તપુત્રત્વ હેતુમાં ‘શાકાદિ આહારને પરિણામ તે ઉપાધિ
શંકા–સૂફમદષ્ટિવાળા તમે અમારા ઉક્ત હેતુમાં કઈ ઉપાધિ જોઈ ?
સમાધાન–ડે નિબિડ જડિમન ! (હે ગાઢ જડતાવાળા) તમારા હેતુમાં જડતારૂપ ઉપાધિ છે. તે આ પ્રમાણે–ઈશ્વરāનથી ભિન્ન અને પ્રમેયરૂપ છતાં જે જડ હોય તે પાત્ર વગેરે પદાર્થો સ્વથી નહીં પણ અન્યથી પ્રકાશિત થાય છે, કારણ કે સ્વપ્રકાશમાં બીજાની અપેક્ષા રાખવી એ જ તો જડનું લક્ષણ છે અને જ્ઞાનમાં આ લક્ષણ ઘટતું ન હોવાથી જ્ઞાન જડરૂપ નથી, એ રીતે સાધન રૂપ “જ્ઞાન સાથે જડતાની–અવ્યાપકતા સિદ્ધ થઈ, અને સાધ્ય “સ્વપ્રકાશાભાવની સાથે આ જડતારૂપ ઉપાધિનું સમવ્યાપ્તિકત્વ (વ્યાપક) તે સ્પષ્ટ જ છે, કારણ . કે–જાવ્ય-જડતાને છોડીને સ્વપ્રકાશાભાવ, અને સ્વપ્રકાશાભાવને છેડીને જડતા . કયાંઈ દેખાતી નથી, માટે તમારા હેતુમાં જડતારૂપ ઉપાધિ છે.
(५०) अनुमानेन प्रत्यनुमानेन । तथा चेति प्रत्यनुमानबाधितत्वे । तति प्रकटितप्रयोगे । तज्ज्ञानस्येति ईश्वरज्ञानस्य । अनवद्यविद्याविद्याधरीत्यादि गद्यम् विद्याशब्देनात्रकेवलज्ञानम् , न पुनर्गिरितनया'ऽऽश्लेषविशेषलोलस्य ।
- व्यर्थविशेष्य इति प्रमेयत्यादित्ययं हेतुः । अन्यत् स्वसंविदितमप्रमेयमिति • भवन्मते सर्वस्यापि ज्ञानस्य प्रमेयत्वात् । साधनाव्यापकः साध्येन समव्याप्तिकः खल्- .
૧ °હિતના વિષાઢસ્ય = 1
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org