________________
ब्रह्मवादः ।
[ ૨. ૨૬,
व्यभिचारी । स हि प्रतीयते. न च मिथ्या । . अप्रतीयमानत्वे तु, अस्य तद्गोचरवचनानामग्रवृत्तेर्मूकतेव तत्र वः श्रीयसी स्यात् ।
दृष्टान्तश्च साध्यविकल:, शुक्तिशकलकलधौतेऽपि प्रपञ्चाऽन्तर्गतत्वेनाऽनिर्वचनीयतायाः साध्यमानत्वात्।
હું ૧૨ વળી, પ્રપંચની આ અનિર્વાચ્યતા પ્રત્યક્ષ પ્રમાણથી ખંડિત થયેલી છે, અર્થાત આ સરલ છે, એવા પ્રકારનું પ્રત્યક્ષ પ્રમાણુ પ્રપંચની સત્યતાને જ નિશ્ચય કરે છે, કારણ કે-લાદિ પ્રતિનિયત પદાર્થના જ્ઞાનરૂપે પ્રત્યક્ષ (પ્રમાણ)ની ઉત્પત્તિ થાય છે, અને પરસ્પર ભિન્ન વસ્તુઓ જ “પ્રપંચ શબ્દના વાચ્ય તરીકે. સર્વ કઈને સંમત છે.'
ફાંદા -- પ્રત્યક્ષ (પ્રમાણ) પક્ષનું પ્રતિક્ષેપક-નિષેધક કઈ રીતે થઈ શકે ? કારણ કે–પ્રત્યક તે વિધાયક છે, માટે તે તે પ્રકારે બ્રહ્મનું જ વિધાન કરે છે, પરંતુ પ્રપંચની સત્યતાનું નિશ્ચાયક નથી, કારણ કે- પ્રપંચની સત્યતા તે ત્યારે સિદ્ધ થયેલ કહેવાય જે ઈતરમાં ઇતર--(સરલમાં તમાલનો) પ્રતિષેધ કર્યો હોય, પણ તે બને નહીં કારણ કે- પ્રત્યક્ષ નિધિ કરવામાં સમર્થ નથી.
સમાધાન –એમ માનવું ઉચિત નથી. કારણ કે-વિધાયક' પદને તમે શું અર્થ કરો છે ? આ છે એ પ્રમાણે વસ્તુરૂપને પ્રત્યક્ષ ગ્રહણ કરે છે, પણ અન્ય વસ્તુને નિષેધ કરતું નથી, તે માટે તે વિધાયક છે–એમ કહો તે ઉચિત નથી, કારણ કે–અન્ય પદાર્થના સ્વરૂપને નિષેધ કર્યા સિવાય સ્વસ્વરૂપને નિશ્ચય પણ થઈ શકતો નથી. પીતાદિથી વ્યવચ્છિન્ન-ભિન્ન રૂપે જ્ઞાત થયેલું “નીલ” નીલ તરીકે ગૃહીત (પ્રત્યક્ષ) થાય છે, પરંતુ પીતાદિથી ભિન્ન રૂપે જ્ઞાત થયું ન હોય તે તે નીલ કહેવાતું નથી. જ્યારે તમે એમ કહે છે કે-“આ છે એ પ્રકારે વસ્વરૂપને જ પ્રત્યક્ષ ગ્રહણ કરે છે, ત્યારે પ્રત્યક્ષ તેથી અન્ય પદાર્થના પ્રતિપેયને પણ અવશ્ય ગ્રહણ કરે છે, એ પણ અર્થાત કહેવાઈ જ ગયું છે, કારણ કે-કેવલ વસ્તુના સ્વભાવરૂપને જે નિશ્ચય છે તે જ અન્યના પ્રતિધના નિશ્ચયરૂપ છે.
વળી, પ્રત્યક્ષ વિધાયક જ છે એ નિયમ સ્વીકારશો તો વિદ્યાની જેમ અવિદ્યાની પણ વિધિ જે તમારે માનવી પડશે. તે આ પ્રમાણે–આ બ્રહ્મવાદી સંસારપાદાન રૂપ અવિદ્યાને પ્રત્યક્ષથી પ્રતિષેધ કરીને માત્ર સત્તાને સ્વીકારે છે, છતાં પ્રત્યક્ષને નિષેધક નથી માનતો, તો તે કઈ રીતે સ્વસ્થ (શાંત-સ્થિર) હોઈ શકે ? માટે પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે, એ સિદ્ધ થયું.
અને અનુમાનથી પણ બાધિત છે. તે આ પ્રમાણે--પ્રપંચ મિથ્યા નથી, અસતુથી વિલક્ષણ હોવાથી. જે અતુથી વિલક્ષણ હોય, તે મિશ્યા ન હોય, જેમ કે–આત્મા.
આ પ્રપંચ પણ અસતુથી વિલક્ષણ છે, માટે મિથ્યા નથી. વળી, પ્રપંચને મિથ્યા સિદ્ધ કરવા તમોએ જે પ્રતીયમાન હોવાથી એવા જે હેત કહ્યું છે, તે વ્યભિચારી છે, કારણ કે બ્રહ્મ પ્રતીયમાન છે છતાં મિથ્યા નથી, અને જે બ્રહ્માત્માને - ૧ એણે મુi .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org