________________
રાથવારા
[ ૨. રદ્દ
प्रमाणाभ्युपगमे शून्यसिद्धिः ? शून्यरूमेव प्रमाणमिति चेत् । तर्हि शून्यतासिद्भिरपि शून्यव-इति न शून्यसिद्भिः स्यात् । अभ्यधिष्महि च
"शून्ये मानमुपैति चेद् ननु तदा शून्यात्मता दुःस्थिता
नो चेत् तर्हि तथापि किं न सुतरां शून्यात्मता दुःस्थिता ! | वन्ध्या मे जननीत्यमुष्य सदृशीमप्याश्रयन् शून्यतां
शङ्के दुःशकसाहसैकरसिकः स्वामिन् ! असौ सौगतः" ॥१॥ अत्थमेव विचारयतां यदा न किञ्चत् संगति गाते, तदा शून्यमेव तत्त्वमवतिष्ठत इति चेत् । तदेतत् प्रबलङ्खलस्खलिताहेरुत्प्लवनप्रागल्भ्याभ्यसनम् । यतः---
_ विचारो वस्तुरूपश्चेत् किं सिध्येत् सर्वशून्यता ।
विचारोऽवस्तुरूपश्चेत् किं सिध्येत् सर्वशून्यता ॥१॥ ૬૮ જૈન–સર્વાપલાપી શૂન્યવાદી બૌદ્ધનું ઉપરોક્ત સઘળુંયે કથન-ઘણુ પલાલ (ઘાસવિશેષ)ના પૂળાના ઢગલા સમાન છે અને તે અપ્રતિમ ઉત્તરરૂપ અગ્નિકણ માત્રથી સાધ્ય (ખંડનીય) છે. અને તે આ પ્રમાણે–હે શન્યવાદિન ! તમારું આ સઘળુંયે કથન પ્રમાણમૂલક છે અર્થાત પ્રમાણથી સિદ્ધ છે કે અન્યથા અર્થાત પ્રમાણુથી સિદ્ધ નથી? પ્રમાણથી સિદ્ધ નથી એમ કહો તે ઊડ, ઉઠ, આ પ્રામાણિક પુરુષની પર્વદાસભામાં પ્રવેશ કેમ કર્યો? પ્રમાણમૂલક કહે તે તે પ્રમાણ અર્થરૂપ છે કે જ્ઞાનરૂપ–ઈત્યાદિ તમે કરેલ વિકપરૂપી મર્મને છેદ કરનાર બાણથી વીંધાઈને ઊંચો વાસ પણ કઈ રીતે લઈ શકશે અને પ્રમાણને માનવાથી શૂન્યતાની સિદ્ધિ પણ કઈ રીતે થશે ?
શૂન્યવાદી–તે પછી પ્રમાણ પણ શૂન્યરૂપ જ છે.
જૈન–જે એમ હોય તે શૂન્યતાની સિદ્ધિ પણ શૂન્ય થઈ જશે, એટલે કે-શૂન્યતાની સિદ્ધિ નહીં થાય. અમે કહ્યું પણ છે કે-શૂન્યવાદી જે શૂન્યમાં પ્રમાણુ સ્વીકારે તે શૂન્યની સિદ્ધિ થઈ શકતી નથી અને જે શૂન્યમાં પ્રમાણ ન માને તે વળી શું શૂન્યરૂપતા અત્યન્ત અસિદ્ધ નહીં થાય ? “મારી માતા વાંઝણી છે એ કથનની જેમ અસંભવિત શૂન્યતાવાદને આશ્રય કરત–શૂન્યતાવાદનું કથન કરતે આ બદ્ધ, હે પ્રભો ! અશક્ય સાહસમાં જ રસિક છે, એવી શંકા મને થાય છે.
શં—પણ ઉપર પ્રમાણે વિચારતાં કોઈ પણ પદાર્થ સંગત (સિદ્ધ). તા. નથી, તેથી શૂન્ય જ એક તત્વરૂપે સિદ્ધ થઈ જાય છે.
સમાધાન - તમારું આ કથન તે પ્રબલ સાંકળથી જકડેલ પગવાળો પુરુષ કદવાનો ઉત્સાહપૂર્વક અભ્યાસ કરે તેના જેવું છે, કારણ કે જે વિચાર વસ્તુ (પદાર્થ) રૂપ હોય તે સર્વ ન્યતા કઈ રીતે સિદ્ધ થઈ શકશે? જે વિચાર વસ્તુ (પદાર્થ)-રૂપ નથી, તે પણ સર્વશૂન્યતા કઈ રીતે સિદ્ધ થઈ શકશે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org