________________
બૃહતસંગ્રહણી સૂત્રમુ–ગાઈ સહિત ते जंबुदीवभारह-विदेहसमगुरुजहन्नमज्झिमगा । वंतर पुण अट्ठविहा, पिसाय भूया तहा जक्खा ॥३४॥ रक्खसकिन्नरकिंपुरिसा, महोरगा अट्ठमा य गंधव्वा ।
दाहिणउत्तरभेया, सोलस तेसि [सुं] इमे इंदा ॥३५॥
તે વ્યન્તરદેવોનાં નગરો ઉત્કૃષ્ટથી જંબૂદ્વીપ જેવડા, જઘન્યથી ભરતક્ષેત્ર જેવડા, અને મધ્યમ રીતિએ મહાવિદેહ ક્ષેત્ર જેવડાં મોટાં હોય છે. આ વ્યંતરોના પિશાચ ૧, ભૂત ૨, યક્ષ ૩, રાક્ષસ ૪, કિંમર ૫, કિંપુરુષ ૬, મહોરગ ૭ અને ગંધર્વ ૮ એમ આઠ પ્રકાર છે, તથા તે દરેકમાં દક્ષિણ–ઉત્તરના ભેદથી બે બે ઇન્દ્રો હોય છે. (૩૪–૩૫)
काले य महाकाले, सुरुवपडिरूवपुण्णभद्दे य । तह चेव माणिभदे, भीमे य तहा महाभीमे ॥३६॥ किनरकिंपुरिसे सप्पुरिसा, महापुरिस तहय अइकाए ।
महकाय गीयरई, गीयजसे दुन्नि दुन्नि कमा ॥३७॥
પિશાચનિકાયમાં કાળ તથા મહાકાળ ભૂતનિકાયમાં સ્વરૂપ તથા પ્રતિરૂપ ધક્ષનિકાયમાં પૂર્ણભદ્ર તથા માણિભદ્ર, રાક્ષસનિકાર્યમાં ભીમ તથા મહાભીમ, કિન્નરનિકાયમાં કિન્નર તથા કંપુરુષ ઝિંપુરુષનિકાયમાં સત્કર્ષ તથા મહાપુરુષ મહોરગનિકાયમાં અતિકાય તથા મહાકાય અને આઠમી ગંધવનિકાયમાં ગીતરતિ અને ગીતયશ नामना छन्द्रो छ. (36-3७)
चिंधं कलंबसुलसे, वडखटुंगे असोगचंपयए ।
नागे तुंबरु अ ज्झए, खटुंगविवज्जिया रुक्खा ॥३८॥
પિશાચની ધ્વજામાં કદંબ વૃક્ષનું ચિહ્ન હોય છે, તે પ્રમાણે ભૂતની ધ્વજામાં સુલસ વૃક્ષનું, યક્ષની ધ્વજામાં વડ વૃક્ષનું, રાક્ષસની ધ્વજામાં ખવાંગ તાપસનું ઉપકરણ વિશેષ)નું. કિંમરની ધ્વજામાં અશોક વૃક્ષનું લિંપુરુષની ધ્વજામાં ચંપક વૃક્ષનું, મહોરગની ધ્વજામાં નાગવૃક્ષનું અને ગંધર્વની ધ્વજામાં તુંબરુ વૃક્ષનું ચિહ્ન હોય છે. (૩૮)
जक्खपिसायमहोरग-गंधव्वा साम किंनरा नीला । रक्खस किंपुरुषा वि य, धवला भूया पुणो काला ॥३६॥
યક્ષ, પિશાચ, મહોરગ અને ગંધર્વનો વર્ણ શ્યામ છે, કિંમરનો નીલ વર્ણ છે, રાક્ષસ તથા કિંપુરુષનો ધવલવર્ણ છે તેમજ ભૂત દેવોનો વર્ણ શ્યામ છે. (૩૯)
अणपनी पणपनी, इसिवाई भूयवाइए चेव । कंदी य महाकंदी, कोहंडे चेव पयए य ॥४०॥ इयपढम-जोयणसए, रयणाए अट्ठ वंतरा अवरे ।
तेसु इह सोलसिंदा, 'रुयग' अहो दाहिणुत्तरओ ॥४१॥ અણપની, પણપની, ઋષિવાદી, ભૂતવાદી, કદિત, મહાકદિત, કોહંડ અને પતંગ એ આઠ વાણવ્યંતરના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org