________________
ભવનપતિનિકાયનું વર્ણન
દશે નિકાયના દેવોને ઓળખવા માટે તેઓના મુકુટ વગેરે આભૂષણોમાં જુદાં જુદાં ચિહ્નો હોય છે, તેમાં અસુરકુમારને ચૂડામરિનું, નાગકુમારને સર્પનું સુવર્ણકુમારને ગરૂડનું, વિધુત કુમારને વજૂનું, અગ્નિકુમારને કળશનું, દ્વીપકુમારને સિહનું, ઉદધિકુમારને અશ્વનું, દિશિકુમારને હાથીનું, પવનકુમારને મગરનું અને સ્વનિતકુમારને શરાવસંપુટનું ચિહ્ન હોય છે. (૨૭)
असुरा काला नागुदहि पंडुरा तह सुवन्न-दिसि-थणिया । कणगाभ विज्जु सिहि दीव, अरुण वाऊ पियंगुनिभा ॥२८॥
અસુરકુમાર દેવોનો વર્ણ કાળો નાગકુમાર-ઉદધિકુમારનો ગૌરવર્ણ, સુવર્ણકુમાર-દિશિકુમાર- સ્વનિતકુમારનો સુવર્ણ વર્ણ, વિદ્યુત કમાર–અગ્નિકુમાર–દ્વીપકુમારનો અરૂણ-રક્ત વર્ણ અને વાયુકુમારનો પ્રિયંગુ વૃક્ષના વર્ણ જેવો એટલે લગભગ નીલવર્ણ છે. (૨૮)
असुराण वत्थ रत्ता, नागुदहीविजुदीवसिहि नीला । લિસિ-ળવ-સુવરાઈ, ઘવના વાળ સંશા રદ્દ
અસુરકુમારનાં વસ્ત્રો લાલ હોય છે, નાગકુમાર-ઉદધિકુમાર-વિધુત કુમા–દ્વીપકુમાર–અગ્નિકુમારનાં નિલ વસ્ત્રો હોય છે, દિશિકુમારસ્વનિતકુમાર અને સુવર્ણકુમારનાં ઉજ્વલ-ધવલ વસ્ત્રો છે, તથા વાયુકુમારના સંધ્યાના રંગ જેવાં વસ્ત્રો હોય છે. (૨૯)
चउसट्ठि सहि असुरे, छच्च सहस्साई धरणमाईणं ।
सामाणिया इमेसि, चउग्गुणा आयरक्खा य ॥३०॥
અસુરકુમારના બને ઇન્દ્રો પૈકી અમરેન્દ્રને ૬૪000 તથા બલીન્દ્રને ૬0000 સામાનિક દેવો છે, બાકીના ધરણેન્દ્રાદિ પ્રત્યેકને ૬000 સામાનિક દેવોની સંખ્યા છે, અને દરેકને સામાનિકથી ચોરગુણી આત્મરક્ષક દેવોની સંખ્યા હોય છે. (૩૦)
रयणाए पढमजोयण-सहस्से हिटुवरि सयसयविहूणे ।
वंतरयाणं रम्मा, भोमा नगरा असंखेजा ॥३१॥
રત્નપ્રભાના પ્રથમ (ઉપર)ના હજાર યોજનમાં ઉપર નીચે સો સો યોજન મૂકીને બાકીના ૮૦૦ યોજનમાં વ્યંતર દેવોનાં પૃથ્વીકાયમય અસંખ્યાતા સુંદર નગરો છે. (૩૧)
बाहिं वट्टा अंतो, चउरंस अहो अ कण्णियायारा । નવા વર્ષમાં તદ વંતરા, ફંદ માણા ૩ નાથવા રૂરી [ 1. # ક]
ભવનપતિ તથા વ્યંતરોનાં ભવનો બહારથી ગોળાકારે, અંદરના ભાગમાં ચોખૂણા અને નીચે કમળની કર્ણિકાના આકારવાળાં છે. (૩૨)
तहिं देवा वंतरिया, वरतरुणीगीयवाइयरवेणं । निचं सुहिय पमुइया, गयंपि कालं न याणंति ॥३३॥ [प्र. गा. सं. ५]
તેવાં ભવનોમાં ઉત્તમ દેવાંગનાઓના ગીત અને વાજિંત્રના નાદવડે નિરંતર સુખી તેમજ આનંદિત થયેલા વ્યંતરો આનંદમાં કેટલો કાળ વ્યતીત થાય છે તે પણ જાણતા નથી. (૩૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org