________________
L[ ૮૧ ) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ સાહસ કર્યું નહિ હોય, છતાં ધરતી ઉપર એક સાહસિક જન્મ્યો અને તેને ૧૦૦ વરસ ઉપર દક્ષિણધ્રુવનો પ્રદેશ કેવો છે તે જોવાનું મન થયું. માનવીની નવું નવું જાણવાની જિજ્ઞાસા, શોધ અને સાહસિકવૃત્તિ અદમ્ય છે એટલે તેણે અકલ્પનીય સાહસ ખેડયું પણ તે પછી તો મોટા મોટા તમામ દેશોના વૈજ્ઞાનિકો કુદરતની જંગી આફતો વચ્ચે સંશોધન માટે પોતપોતાનાં વસવાટો બાંધીને બેઠા છે, દક્ષિણધ્રુવની ધરતીની નીચે રહેલી ખાણો વગેરેનાં આકર્ષણના કારણે કરોડો-અબજો રૂપિયાના ખર્ચે ત્યાં જબરજસ્ત સંશોધનો ચાલી રહ્યાં છે. દક્ષિણધ્રુવમાં લગભગ બે-બે હજાર ફૂટ એટલે અડધો માઈલ જેટલા બરફના જાડા થર પથરાએલા છે. કિનારાઓ ઉપર જબરજસ્ત એક-એક માઇલ કે તેથી વધુ માપનાં બરફના પહાડો ત્યાં રહેલા છે. જગતની પૃથ્વી ઉપર જેટલો બરફ છે તે પૈકી ૯૦ ટકાથી વધુ બરફ બંને ધ્રુવો ઉપર છે. હજારો માઇલની ૯૦ ટકા જમીન બરફથી છવાયેલી છે. દક્ષિણધ્રુવ ઉપર દર વર્ષે ભયંકર બરફની વર્ષો સતત અવિરત થયા જ કરે છે. કુદરતનાં રહસ્યો અજબ-ગજબનાં છે, એને મહાજ્ઞાની (કેવળજ્ઞાની) સિવાય કોઈ જોઈ-જાણી શકે નહિ. દક્ષિણધ્રુવની જાણ કોઇને ન હતી. આટલો મોટો ખંડ ૧૯મી સદી સુધી અજ્ઞાત રહ્યો હતો. દક્ષિણધ્રુવમાં દુર્ગમ, વિકરાળ અને ભયંકર લાગે એવો, આકાશમાં રંગબેરંગી વિવિધ આકારવાળા સજતાં વાદળોથી નયનરમ્ય આ ખંડ છે. આશ્ચર્ય થશે કે દક્ષિણધ્રુવ ભારતથી પાંચ ગણો મોટો છે. ઓસ્ટ્રેલિયા ખંડથી પણ દક્ષિણધ્રુવ મોટો છે અને ત્યાં સર્વત્ર હજારો-લાખો ફૂટની બરફીની ચાદરોથી આંખો ખંડ ઢંકાએલો છે. ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં સફેદ બરફ સિવાય કશું જ ન દેખાય, પગ મૂકાય નહિ, વાહન ચાલે નહિ, હવે તો એના માટે બરફને કાપીને સરકતી જતી એવી ખાસ બનાવેલી સ્ટીમરો મારફત જઈ શકાય છે. ત્યાંની ઠંડી કે ત્યાંના સુસવાટા દૂર દૂર રહેલાંઓથી પણ સહન થઈ શકતા નથી. આવી પ્રાકૃતિક પરિસ્થિતિ જોવાનું મને કોણે ન થાય? ચાર હજાર માઈલના પથરાયેલા પ્રગાઢ બરફના કારણે ત્યાં વહેલ માછલી, ઈંગ્વીન પક્ષીઓ વગેરે સિવાય ખાસ કોઈ જીવજંતુ કે વનસ્પતિને સ્થાન નથી. હા, ફક્ત તેના કિનારાના ભાગ ઉપર ધરતીના થોડા જીવો અને થોડાં ઝાડ-પાન જોવાં મળે છે. ત્યાં લાખો પક્ષીઓ રહે છે.
છ મહિનાની રાત અને છ મહિનાનો દિવસ જ્યાં થાય છે તે આ મહાદ્વીપના દક્ષિણધ્રુવ ઉપર તેમજ ઉત્તરધ્રુવના વિભાગો ઉપર થાય છે. અરે ! રાત્રે ઊગીને બે-ત્રણ કલાકમાં આથમી પણ જાય છે, એવું 'પણ ત્યાં ચાલે છે. જૈન ભૂગોળની દષ્ટિએ આનું કોઈ સચોટ કારણ શોધી શકાયું નથી અને સમાધાન મેળવવું અશક્ય ન કહેતાં ઘણું જ દુઃશક્ય કહું તે ઠીક છે. દક્ષિણધ્રુવમાં બરફ ઉપર માત્ર કૂતરાઓથી ચાલતી સ્લેજગાડી પ્રવાસ માટે કામમાં આવે છે.
# હવે ઉત્તધ્રુવનો પરિચય કરી લઈએ ? આપણી દેખાતી પૃથ્વીના ઉપરના ભાગે ટોચે આ સ્થાન છે. આ ઉત્તરધ્રુવને પણ ‘આર્કટીક' નામથી ઓળખવામાં આવે છે. દક્ષિણધવમાં સઘન બરફમય ધરતીના કારણે સજીવ સૃષ્ટિ રહી શકે નહિ એટલે ત્યાં પહેલેથી જ વસવાટ જેવું હતું જ નહિ પણ ઉત્તરધ્રુવમાં થોડાક જ માણસો અને પશુઓનો વસવાટ રહ્યો છે. ઉત્તરધ્રુવના કેન્દ્રને ફરતો ઉત્તરધ્રુવ મહાસાગર છે. એસ્કિમો જાતના લોકો ત્યાંની પરિસ્થિતિને અનુકૂળ ઘર બાંધીને વસવાટ કરે છે. ત્યાં કૂતરાંઓ, ફેંગ્વીન પ્રાણીઓ એવાં થોડાં પશુ-પ્રાણીઓની વસ્તી હોય છે. જ્યારે બરફ પડે છે ત્યારે તાપમાન શૂન્ય નીચે પહોંચી જાય છે. બરફ પડવાની રાતો ઘણી લાંબી હોય છે. કેમકે અહીં મહિનાઓ સુધી સૂર્ય ઊગતો નથી છતાં આકાશમાં એક પ્રકારનો પ્રકાશ ફેલાયેલો હોય છે. ક્યારેક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org