________________
[૮૨ ] +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ સૂરજ દેખાય છે ત્યારે આકાશથી બહુ નીચે ઊગેલો હોય એમ દેખાય છે. ઉત્તરધ્રુવમાં બરફના તરતા પહાડો છે. તેના સઘન બરફની નીચે દરિયો છે. અમેરિકાની અણસબમરીન પૃથ્વીની સફરે નીકળી ત્યારે ઉત્તરધ્રુવની નીચેના બરફની ચાદર નીચે થઇને પસાર થઈ હતી.
છ મહિનાની રાતની અને છ મહિનાના દિવસની અસરો ઉત્તરધ્રુવની પાસેના સ્વીડન નોર્વે વગેરે ધ્રુવપ્રદેશ પાસેના પ્રદેશોમાં પણ વરતાય છે. ઉત્તરધ્રુવની નજીક આવેલા નોર્વે દેશના ‘બોડો’ ગામમાં જૂનની ત્રીજી તારીખથી છ મહિનાના દિવસનો પ્રારંભ થાય છે, ત્યાં સૂરજ અડધી રાતે પણ હોય છે. ધ્રુવપ્રદેશમાં રાત્રે રંગબેરંગી અદૂભૂત દશ્યો દેખાય છે એવું જોનારે લખ્યું છે. છ મહિનાની રાત અને છ મહિનાના દિવસની ઘટના જૈન વાચકો માટે ભારે આશ્ચર્યજનક અને ઘણું ઊંડું સંશોધન માગે તેવી છે. એ સંશોધન નોર્વેના ઉત્તર ભાગમાં જાતે રહીને જ થઇ શકે ત્યારે તેનાં કારણો કદાચ શોધી શકાય. બાકી સૂર્યના ચારની જૈનદષ્ટિએ કારણ શોધી કાઢવાનું કામ ભારે પરિશ્રમ માંગી લે તેવું છે.
બીજી એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે આપણા ભારતમાં સૂર્ય-ચંદ્ર માટેની આકાશી પરિભ્રમણની પરિસ્થિતિ જુદા જુદા સ્થળોનાં-દેશોના આધારે ફેરફારવાળી હોય છે. દરેક ઠેકાણે બાર વાગે એટલે સૂર્ય માથે જ દેખાય એવું નથી હોતું. મહારાષ્ટ્ર જેવા પ્રદેશમાં માથે ન દેખાતા સાઇડમાં જોવા મળે છે. પરદેશમાં કેટલાંક સ્થળે બીજના ચન્દ્રમાની લકીર ઊભી જોવા મળે છે. આવી બધી ઘણી ચિત્ર-વિચિત્ર આકાશી વિવિધતાઓ પ્રવર્તે છે. બધે એક જ જાતની પરિસ્થિતિ હોતી નથી. પ્રખર બુદ્ધિશાળીઓ દ્વારા સમગ્ર વિશ્વની પરિસ્થિતિનો આમૂલચૂલ અભ્યાસ જ કરવામાં આવે તો કયારેય વિચાર્યું ન હોય એવી બધી આશ્ચર્યજનક ઘટનાઓ, જાતજાતની વિષમતાઓ અને વિચિત્રતાઓ જાણવા મળે. એ બધું શાથી થાય છે એ સાચી રીતે નક્કી કરવાનું કામ આજના માનવીથી અશક્ય છે. અલબત્ત વિજ્ઞાનીઓ આનો ખુલાસો દૂરબીનો વગેરે દ્વારા પ્રાપ્ત માહિતીના આધારે જ થોડો ઘણો આપે છે.
સો વર્ષ પહેલાં ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ વિશ્વની માનવજાતથી સાવ જ અજ્ઞાત અને અત્યન્ત ભયંકર તેમજ જોખમી પ્રદેશ હતો. ત્યાં જવાનો કોઈ વિચાર સુદ્ધાં કરી શકતું ન હતું. સમય જતાં સાહસિક
જ્ઞાનિકો જવા થનગનતા હતા પણ હજારો માઈલમાં પથરાએલા બરફ ઉપર ચાલીને શી રીતે જવું? એ એમની સામે બિહામણો-વિકરાળ પ્રશ્ન હતો. અત્યન્ત ભયાનક ઠંડી, વાતાવરણ પણ ભયંકર અને સંદેશાના આપ-લે કરવાનો કોઈ સાધન નહીં ઠંડીમાં ગરમી આપે એવાં હીટર કે ઈલેકટ્રીક સાધનો નહીં. ધીમે ધીમે એ સાધનો વિકસાવ્યાં અને પરિણામે જુદા જુદા દેશના વૈજ્ઞાનિકો સંશોધન માટે જતાં થયાં. પછી તો પ્લેનની સગવડ વધી અને જવાની અનેક સુવિધાઓ ખડી થતાં સાહસિકોના જૂથો બને ધ્રુવો ઉપર ઉતરી પડ્યા અને અજ્ઞાત જંગી સૃષ્ટિનો જગતને પરિચય આપ્યો.
ઉત્તરધ્રુવના વિશાળ પ્રદેશ સાથે ઉત્તરની ધરતીના ત્રણ ખંડો અને સાત રાષ્ટ્રો સ્પર્શ કરે છે. વૈજ્ઞાનિકો ઉત્તરધ્રુવ પ્રદેશને “મધરાતનો સુરજનો પ્રદેશ તરીકે ઓળખાવે છે. ઉનાળામાં ચોવીસે કલાક પ્રકાશ રહે છે ત્યારે રાત હોતી જ નથી. જ્યારે શિયાળામાં સૂરજ ડોકાતો જ નથી. ઉત્તરના કેટલાક ભાગોમાં તો મહિનાઓ સુધી સૂરજની કોર પણ દેખાતી નથી તેમ છતાં ત્યાં સંપૂર્ણ અંધકાર નથી હોતો પણ ઝાંખો ઉજાશ હોય છે."
ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવના અને ત્યાંના સ્થાનના રંગીન-સાદા ફોટાઓ પ્રગટ થયેલા છે. આ વિષય ઉપર સ્વતંત્ર પુસ્તક લખવાનો જો સમય મળશે અને જો તે છપાશે ત્યારે ફોટા છપાવશું.
+++નનન+નનનન+++++++++++++++++++ +++++નનનન+નનનનન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org