________________
[૮૦ / કકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકક ઋષભદેવને કૈલાસવાસી બતાવ્યા છે. આ કૈલાસપર્વત ક્યાં છે? તો હિમાલયના વચ્ચે ગુંબજના આકારે આજે જે પહાડ દેખાય છે તે કૈલાસમાં ઋષભદેવનું સ્થાન છે એમ જણાવે છે, અને ત્યાં અષ્ટાપદ હશે એમ કલ્પના કરે છે. પર્વત ઉપર બરફના ઢગ ચઢી ગયા હશે એમ પણ બોલાય છે. પણ હિમાલય માટે બન્યું હતું એમ ધરતીકંપ થતાં અષ્ટાપદનું સ્થાન શૂન્ય બન્યું હોય તેવું બને ખરૂં? આ અનુમાનનો વિષય છે, સત્ય જે હોય છે. બાકી આ બધી વિચારણા વચ્ચે ઊંચાઇની વાત બહુ જ ચિંતા ઉપજાવે તેવી છે. યોજનાની સાચી વ્યાખ્યા શું છે તે વિચારવું ખાસ જરૂરી છે. જૈનધર્મનાં તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ પૃથ્વી ઉપરના પૌદ્ગલિક પદાર્થોની થોડી વાત સમજીએ
જૈનધર્મની દષ્ટિએ સચેતન, અચેતન પુદ્ગલ પરમાણુઓથી બનેલું આ ભૌતિક સમગ્ર વિશ્વ ક્ષણે ક્ષણે (સમયે સમયે) પરાવર્તન પામતું જ રહે છે. જીવ કે અજીવ તમામ પદાર્થો પલટાયા જ કરે છે. આનું કારણ પગલોનો પોતાનો જ (અધ્રુવ પરિણામ) પરિવર્તનશીલ સ્વભાવ હોવાથી પુગલોની પોતાની સ્વયંભૂ ક્રિયા અવિરત ચાલતી જ હોય છે. એને બીજા કોઈ નિમિત્તની જરૂર રહેતી નથી. સવારના બાર વાગ્યા ઉપર એક મિનિટે જે પુદ્ગલ પરમાણુઓથી શરીર બંધાએલું છે, તે બધાં જૂનાં પગલો નીકળીને તેની જગ્યાએ નવાં પુગલો ગોઠવાઈ જાય છે. આ પરાવર્તન એટલી ઝડપે થતું રહે છે કે તમે તમારી આંખથી જોઇ-જાણી શકતા નથી, આ એક અતિ આશ્ચર્યજનક અને જૈન તત્ત્વજ્ઞાન સિવાય કયાંયથી પણ જાણવા ન મળે તેવી, તેમ સાથે સાથે સામાન્ય વાચકોને જલદી ગળે ન ઊતરે તેવી પ્રાકૃતિક પ્રક્રિયા છે. જો કે વ્યક્તિને પરાવર્તન જેવું કશું દેખાતું નથી હોતું પણ પરાવર્તન અકલ્પનીય રીતે થતું જ રહે છે તે હકીકત છે. પરિવર્તનશીલતાનો વિચાર અન્ય ધમમાં પણ દર્શાવ્યો છે.
વિશ્વવર્તી પદાર્થોની આ પરિવર્તનની અજબ-ગજબની પ્રક્રિયાના કારણે એક વખતની ધરતી જ્યાં હજારો ધરો, પહાડો, નદીઓ અને કરોડો લોકોની વસ્તીથી ગાજતી હતી. કરોડો લોકો આનંદથી પોતાનું જીવન જીવતાં હતાં એ ધરતી ઉપર કુદરતી પ્રકોપજન્ય તથા બીજી ત્રીજી શું શું ઘટનાઓ ઘટી હશે તે તો આપણે જાણતા નથી, પરંતુ વિજ્ઞાનની દૃષ્ટિએ કુદરતે ઊભી થએલી આફતોના કારણે ભારતની દક્ષિણ દિશામાં સેંકડો માઇલનો વિસ્તાર નાશ પામ્યો અને ત્યાં બરફીલું પ્રચણ્ડ વાતાવરણ એવું ઊભું થયું કે જેના કારણે ચારેક હજાર માઇલનો આખો દક્ષિણ વિભાગ પથ્થર જેવા જબરજસ્ત બરફોની જાડી એવી ચાદરોથી એકધારો છવાઇ ગયો. આ ઉપરથી પરિવર્તનની ભયાનકતા અને કુદરતની અદૂભૂત લીલાનો ખ્યાલ આવશે અને તમો ઘણું વિચારતા થઈ જશો. વૈજ્ઞાનિકો દ્વારા નજરે જોવાયેલું દક્ષિણધ્રુવનું વર્ણન નીચે આપું છું તે વાંચો.
# દક્ષિણધ્રુવની વૈજ્ઞાનિકોએ જાતે જોઈને જણાવેલી વિગતો જોઇએ જ વૈજ્ઞાનિકોએ દક્ષિણધ્રુવની ધરતીને “મહાદ્વીપ” નામ આપ્યું છે પણ તેનું જગપ્રસિદ્ધ અંગ્રેજી નામ એન્ટાર્કટિકા (Antarctica) છે. આ દક્ષિણધ્રુવની જાણકારી સેંકડો વર્ષ સુધી કોઇએ મેળવી નહીં. એ વખતે ત્યાં જવા માટેનાં સાધનો પણ ન હતાં. સાધન વિના જવું એ તો જીવનું જોખમ હતું એટલે કોઇએ
૧. સચેતન પદાર્થોના પરાવર્તનનો અર્થ એ જીવોની કાયાને અનુલક્ષીને સમજવો. ૨. ભારતીઓએ દક્ષિણધ્રુવના ભારતીય મથકને ગંગાની યાદમાં દક્ષિણગંગોત્રી નામ આપ્યું છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org