________________
[ ૭૫૧ ]
લોકાન્તિક દેવોના પરિવાર સહ કુલ સંખ્યા ૨૨૬૩૭૭ની થવા જાય છે.
આ લોકાન્તિક દેવો સંસારના પાશમાં ફસાએલા આત્માઓને વિમુક્ત કરવાપૂર્વક સ્વકલ્યાણાર્થે સ્વ આચાર સાચવવા જગદુદ્વા૨ક શ્રી જિનેશ્વર દેવોના મહાભિનિષ્ક્રમણ કાળે એટલે પારમેશ્વરી પ્રવ્રજ્યાના ગ્રહણકાળે સદાકાળથી ચાલ્યો આવતો વ્યવહાર સાચવવાના રિવાજ મુજબ પ્રભુ પાસે આવી નયનયનન્દ્રા ‘મુખ્યદ’ ‘મુખ્ત’ મયવં! ધતિર્થં પવત્તેદ શબ્દોનું ઉચ્ચારણ કરીને પરમાત્માને કેવળ આચારરૂપે જાગ્રત કરવાની ફરજ બજાવે છે. આ વ્યવહા૨ દરેક તીર્થંકર પરમાત્માઓના સંસાર નિષ્ક્રમણ સમયે લોકાંતિકોને કરવાના હોય જ છે.
આ દેવોમાં મધ્યસ્થાને રહેલા રિષ્ટાભ વિમાનના દેવોને એકાવતારી જણાવ્યા છે. તેથી તેઓ કોઇ શુભ સ્થળે-મનુષ્યયોનિમાં સુયોગ્ય જૈન કુલમાં જન્મ લે છે અને યોગ્ય વયે સંયમ ગ્રહી તપ ત્યાગ દ્વારા સર્વ કર્મ ખપાવીને મોક્ષે ચાલ્યા જાય છે. બીજા મતે લોકાન્તિકો રેઆઠમાં ભવે મોક્ષે જાય છે એમ કહ્યું છે.
આ લોકાન્તિક દેવો સઘળા સમ્યદૃષ્ટિ હોય છે, તેથી તેઓનો પુણ્યપ્રકર્ષ પણ વિશેષ હોય તે સહજ છે.
આ પ્રમાણે પાંચેય પરિશિષ્ટોનું સ્વરૂપ પૂર્ણ થયું.
૧. તત્ત્વાર્થસૂત્રમાં લોકાન્તિક આઠ ગણાવ્યા છે પણ તેથી તે વિરોધ ન સમજવો. ત્યાં લોકાંતિક શબ્દનું અર્થ મહત્ત્વ રાખી મધ્યલોકાંતિક ન ગણ્યા. ચારે દિશાના ફરતા ગણાવ્યા. જ્યારે અન્યત્ર અપેક્ષાએ મધ્યને ભેગું ગણીને નવ કહ્યા છે.
૨. પ્રવચન સારોદ્વારમાં ‘સતકુમવ' કહી સાતથી આઠ ભવ જણાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org