________________
[ ક ર ]
આ ગ્રન્થમાં આપેલાં સંગ્રહણીરત્ન ગ્રન્થનાં
ચિત્રો અંગેની મારી કથા
નોંધઃ--અહીં આપેલાં ચિત્રો અંગેની ભૂમિકા વાંચો પહેલી આવૃત્તિમાં જે વિષયોનું લખાણ લગભગ) જ્યાં હોય ત્યાં જ તે વિષયનાં છાપેલાં ચિત્રો લહીથી ચોંટાડવામાં આવ્યાં હતાં. ૨૫ વર્ષને અન્ને ચિત્રોનાં પાનાંમાં લહીની ચીકાશ ખલાસ થઈ જતાં પાનાં સાથે ચિત્ર ચોંટાડયું હોય તેટલો લહીવાળો ભાગ સુકાઈ જતાં પાનું અને ચિત્ર છુટાં પડી ગયાં હતાં. આ કારણે તેમજ આજના યુગમાં પ્રિન્ટીંગ અને બાઈન્ડીંગ વગેરેની ઘણી મુશ્કેલીઓ સર્જાઇ છે. તેથી બહુ ગમતી વાત ન હોવા છતાં આ વખતે ગ્રન્થની પાછળ એક સાથે ચિત્રો મૂકવાં એમ નક્કી કર્યું અને આ બીજી આવૃત્તિમાં પાછળ ચિત્રો એક સાથે જ મૂકયાં છે. જો કે અભ્યાસીઓને આ બાબત નહીં ગમે. કેમકે વિષય ચાલતો હોય અને એની સામે જ ચિત્રો હોય ત્યારે સમજવાની મજા જુદી આવે છે. છતાં વિવિધ કારણોસર અમારે ફેરફાર કરવો પડયો છે તે માટે દિલગીર છીએ.
એક વાત એ પણ જણાવું કે પરદેશનાં ઘણાં ખરાં પ્રકાશનોમાં-ગ્રન્થોમાં ચિત્રો લગભગ પાછળ જ મૂકવાનો રિવાજ છે અને કેટલાક કારણોસર તે યોગ્ય પણ છે.
બ્રહત સંગ્રહણીની પહેલી આવૃત્તિનાં ચિત્રો એ જ રીતે તૈયાર કર્યાં હતાં. એ જમાનામાં ભારતમાં ઓક્સેટ પ્રિન્ટનું કામ થતું ન હતું તે માટે લીથો પ્રેસ જ કામ આવે તેમ હતો. પથ્થર ઉપર ચિત્ર દોરી પછી તેનું પ્રિન્ટ થતું. તે વખતે સંવત ૧૯૯૩ કે ૧૯૯૪ની હતી. સં. ૧૯૯૫માં પુસ્તક બહાર પડ્યું ત્યારે મારી ઉમ્મર ૨૩ વર્ષની હતી. ચિત્રોનું કામ દેશી ઢબનું અને સંતોષજનક ન હતું. સંસારીપણામાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો ન હતો પણ તેની સમજ બેઠી હતી. ત્યારપછી પ્રાયઃ પંદરેક વર્ષ બાદ થયું કે હવે આ ચિત્રો ફરીથી ચિતરાવવાં. હવે બ્લોકોનું કામ પણ સારૂં થાય છે એટલે પ્રથમ નવી ડિઝાઈનો તૈયાર કરાવવી જોઇએ જેથી મનપસંદ કામ કરાવી શકાય એટલે બધી જ ડિઝાઈનો નવેસરથી કરાવવાનું નક્કી કર્યું. પછી હું મારી સૂઝ પ્રમાણે કાગળ ઉપર કાચી કાચી ડિઝાઈનોનો સ્કેચ કરતો રહ્યો ત્યારે હું વડોદરા કોઠીપોળના મુક્તિકમલમોહન જ્ઞાનમંદિરમાં હતો. ડિઝાઇન ચિતરવાનું કામ કરવા માટે ચિત્રકાર પણ સક્ષમ હતા, જે મારી જન્મભૂમિ ડભોઇ ગામના જ અને સબંધી પણ હતા. જેમનું નામ રમણિક શાહ હતું. તેમને વડોદરા બોલાવી મારી પાસે રહીને કામ કરવા કહ્યું. તેઓ ધર્મભાવનાશીલ ભાવિક આત્મા હતા, અને આવાં કામ માટે તેઓ ઉત્સાહી હતા. તેમને હા પાડી, તેઓ વડોદરા આવ્યા અને શુભ દિવસે બ્લેક એન્ડ વ્હાઇટમાં લાઇનવર્કની ડિઝાઇન બનાવવાનું કામ શરૂ કર્યું. અને પરસ્પર વિચારણા કરીને ધીમે ધીમે ડિઝાઇનના કામમાં આગળ વધતા ગયા. કેટલીક ડિઝાઇનો બનાવવામાં કલાની દષ્ટિએ મુશ્કેલીઓ ઊભી થતી પણ ચિત્રકારે મારી ભાવના સંતોષાય એ રીતે ખૂબ સરસ ડિઝાઈનો તૈયાર કરવા માંડી. લગભગ બે ડઝન ચિત્રો થયા પછી જ બીજો ખ્યાલ આવ્યો કે ફરતી બોર્ડર શો પૂરતી મૂકવાના બદલે હેતુલક્ષી અને બોધક મૂકાય તો સારું એટલે પાછળનાં ચિત્રોની ડિઝાઈનોમાં બેઈન્દ્રિય, તેઇન્દ્રિયાદિ જીવોની બોર્ડરો મૂકાવરાવી. ચિત્રોમાં કયાંક કયાંક ભારતનાટ્ય ગ્રન્થમાંથી નૃત્યની મુદ્રાઓની, દેરાસરોની કમાનો વગેરે પણ કરાવી. આ રીતે ચિત્રો તૈયાર થવા પામ્યાં.
મારી એક કમનસીબી એ હતી કે મારી સાથે આ કાર્યમાં કોઈ સહાયક બને કે ચિત્રો કરાવવાની બાબતમાં વિચારોની આપ-લે કરી શકાય એવી વ્યક્તિનું સાનિધ્ય ન હતું એટલે પછી એ ઉમ્મરે તો મને જે જ્ઞાન હતું અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org