________________
[ ૭૩૬ ]
લઇને આકાશ દ્વારા ઊડીને મેરુપર્વત પહોંચી જાય છે. ત્યાં પાંડુક વનવર્તિની અભિષેક શિલા ઉપર પ્રભુને ખોળામાં લઇને બેસે, તે જ સમયે અન્ય સર્વ ઇન્દ્રો આસનકંપથી પ્રભુનો જન્મ જાણી સૌધર્મેન્દ્રવત્ સ્વસ્વકલ્પમાં ઘંટાઓ દ્વારા ખબર અપાવી તૈયાર થઇને અનેક દેવો સહિત મેરુપર્વતે આવે છે. તે ઇન્દ્રો અભિષેક માટે દેવો દ્વારા ક્ષીર સમુદ્રનાં, ગંગા નદી, માગાદિ અનેક તીર્થસ્થાનોનાં જળ મંગાવી, જલ, ચંદન, પુષ્પ ચૂર્ણાદિ મિશ્રિત જલથી ભરેલા સોના-રૂપા-રત્ન-માટીના અષ્ટ જાતિના, મહાન લાખો કલશો વડે ધામધૂમથી ભારે હર્ષાનંદ વચ્ચે બાળપ્રભુની સ્તુતિ, આરતી, દીવો, અષ્ટમંગલોનું આલેખન, નૃત્યો વગેરેથી ભક્તિ સમાપ્ત કરી, પ્રભુનો અભિષેક તથા પૂજાદિક કાર્યો દેવો અને ઇન્દ્રો ખૂબ ભક્તિભાવથી કરે છે. પછી અંગ લુંછી કરી બાલપ્રભુને સૌધર્મેન્દ્ર ગૃહે લાવીને, પ્રભુના જમણા અંગૂઠે ક્ષુધા શાન્તિ અર્થે અમૃત સંક્રમાવી, પ્રભુને સુવરાવી, અવસ્વાપિની નિદ્રા પાછી ખેંચી લઇ, માતા પ્રભુને નમસ્કાર કરી શ્રેષ્ઠ વચનો બોલે છે. પછી ઇન્દ્ર પ્રજાના આનંદ માટે કુબેરદેવ દ્વારા ધનવૃષ્ટિ કરાવી દેવો દ્વારા આકાશમાં કુટુંબ શાંતિ-હિતાર્થે વિવિધ ઉદ્ઘોષણાઓ કરાવી ઇન્દ્રાદિક સ્વસ્થાને જાય છે. એ પ્રમાણે અતિ સંક્ષેપમાં જન્મકલ્યાણકનું વર્ણન કર્યું. પછી ભગવાન મોટા થયે, યોગ્યવયે ભોગકર્મ શેષ રહ્યું હોય તો લગ્ન કરવાપૂર્વક સંસાર માંડે છે. જેમને તે ભોગકર્મ નથી હોતું તે ગૃહસંસાર નથી માંડતા. પછી યોગ્ય કાળે લોકાન્તિક નામના દેવો તીર્થ પ્રવર્તાવો એવી વિનંતિ કરે છે એટલે પ્રભુ દીક્ષા લેવા ઉત્સુક થાય, તે વખતે નિયમ મુજબ દેવેન્દ્રો દ્વારા પ્રાપ્ત થયેલું એક વર્ષ સુધી ૩૮૮ કરોડ અને ૮૦ લાખ સોનૈયાનું વાર્ષિક દાન આપે. પછી કુટુંબ-લોકોની અન્નવસ્ત્રાભૂષણાદિક સર્વ ઇચ્છાઓ સંપૂર્ણપણે પૂર્ણ કરે છે. પછી દીક્ષા સમય આવે, તે વખતે આસનકંપથી ઇન્દ્રો દીક્ષાકલ્યાણકનો અવસર જાણી મનુષ્યલોકે આવી, સર્વ સામગ્રી તૈયાર કરાવી દીક્ષાનો મહામહોત્સવ કરે, દીક્ષાનો અપૂર્વ વરઘોડો નીકળે. જે વરઘોડામાં પ્રભુની પાલખીને પોતાના કલ્યાણ માટે સર્વ ઇન્દ્રાદિક દેવો ઉપાડે, પછી અનુક્રમે નગર બહાર ઉદ્યાને આવે, પછી પંચમુષ્ટિ લોચ એટલે માથાના અને દાઢીના તમામ વાળ ચૂંટી કાઢે, મુંડકા થઇ જાય, ઇન્દ્ર દેવદૂષ્ય ડાબા ખભે નાંખે. પછી એકલા અથવા અન્ય જીવો સાથે દીક્ષાનો શાસ્રનિર્દિષ્ટ પાઠ બોલીને, સંયમવ્રત ગ્રહણ કરે. તે વખતે આત્મિક નિર્મળતા વધતાં તેઓને અઢી દ્વીપમાં રહેલા સંશી પંચેન્દ્રિય જીવોના મનોભાવને જણાવનારૂં મનઃપર્યવજ્ઞાન' ઉત્પન્ન થાય છે. પછી પ્રભુ ક્રમેક્રમે વિહાર કરે છે. અપ્રમત્ત-અપ્રતિબદ્ધપણે વિહરતાં, અનેક ઉપદ્રવોને, બાવીશ પરિષહોને, ઘોર તપશ્ચયનિ કરતાં, વનવાસાદિકને સેવતાં, ચાર ઘાતીકર્મને ખપાવતાં થકાં, શુકલ ધ્યાનમાં આરૂઢ થતાં, યથાયોગ્યકાળે, શુભયોગે, પ્રભુને લોકાલોકના સર્વસ્વરૂપને જણાવનારું, ત્રણે કાળના સમગ્ર જગતના પદાર્થ-દ્રવ્યોને આત્મસાક્ષાત્ બતલાવનારું એવું અંતિમ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. તે જ વખતે ઇન્દ્રો આસનકંપથી તેને જાણીને પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકને ઊજવવા તે સ્થળે સર્વ નિકાયના દેવો--ઇન્દ્રો આવી, શીઘ્ર ગોળ વા ચોખૂણ, ત્રણ ગઢવાળાં, ચાર દ્વારવાળાં, સોનું, રૂપું તથા મણિરત્નથી બનેલાં એક યોજન ઊંચાઇવાળાં, વીશ હજાર પગથિયાંવાળાં, અનિર્વચનીય, અનેક દેખાવોથી ભરપૂર, અશોકવૃક્ષ યુક્ત સમવસરણની રચના કરે છે. પછી પ્રભુ સુવર્ણ કમળ ઉપર થઇને સમવસરણમાં આવી પૂર્વ દિશાના સિંહાસન ઉપર ૧. એક ગ્રન્થમાં વ૨સીદાન આપ્યા પછી લોકાંતિકો દીક્ષા લેવાની વિનંતિ કરે છે એવું મતાંતરે જણાવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org